દબાવી દબાવીને ટુથપેસ્ટના ઉપયોગથી લઈને મોટી સાઈઝના કપડા લેવા – ૧૭ વાતો સામાન્ય વર્ગની

આપણે બધાએ બાળપણમાં આ અમુક વાતો ચોક્કસ સાંભળી હશે, જેમ કે મમ્મી, આ શર્ટ મોટી થઈ રહી છે, ત્યારે મમ્મીનો જવાબ આ રીતે હોય — કંઈ વાંધો નહીં, હવે તું પણ મોટા થઈ ગયો છે, હવે બે થી ત્રણ વર્ષ માટે કોઈ શર્ટ લેવાની જરૂર નથી. જો તમે પણ મધ્યમ વર્ગમાં જન્મેલા હો તો તમે પણ મમ્મી તરફથી આવી ઘણી વાતો સાંભળી હશે. મધ્યમ વર્ગના પરિવારમાં સૌથી ખાસ વસ્તુ એ છે કે, દરેક સમસ્યાનો જુગાડ અહીં મોજુદ છે. મધ્યમ વર્ગમાં બધા લોકો એકબીજા સાથે હળીમળીને સમસ્યાનો ઉકેલ લાવે છે.

પ્રેમ, મીઠી તકરાર અને એડજસ્ટમેન્ટ વચ્ચે જ મધ્યમ વર્ગના બાળકોનો ઉછેર થાય છે. ટૂથપેસ્ટને દબાવીને કે તોડીને છેલ્લે સુધી એનો ઉપયોગ કરી લેવાનો હોય કે જુના કપડાંમાંથી કંઈક જુગાડ કરવાનો હોય, આ બધી મિડલ ક્લાસ ફેમિલીની વિશેષતા છે. આજના આ આર્ટિકલમાં અમે તમને મિડલ ક્લાસ ફેમિલીની આવી જ કેટલીક વિશેષ વાતો જણાવીશું કે જે મધ્યમ વર્ગનાં પરિવારને ખાસ બનાવે છે. તો ચાલો જાણીએ …

(01) ઘરમાં જ્યારે એક સાબુ પૂરો થતો ત્યારે એના નાનકડા ટુકડા સાથે એક નવો સાબુ ચિપકાવી દેતા. પછી આપણે કહેતા કે ‘ અરે, વાહ ! સાબુ મોટો થઈ ગયો.’

(02) બચપણમાં જ્યારે પણ આપણાં માતા-પિતા આપણી માટે કપડાં ખરીદવા જતા અને એ સમયે આપણી ઉંમર 10 વર્ષની હોય તો તેઓ આપણાં માટે 13 વર્ષની ઉંમર પ્રમાણે કપડાં ખરીદે, જેથી એ કપડાં બે-ત્રણ વર્ષ સુધી ટૂંકા ન પડે.. મતલબ, 2-3 વર્ષ સુધી કપડાં ચાલ્યા કરે એમ.

(03) જો આપણાં ઘરમાં કોઈ ફંક્શન હોય અને ગિફ્ટ આવે તો એને સાચવીને મૂકી દેવાના. પછી ક્યારેક બીજાના ઘરે ફંક્શન હોય તો ત્યાં એ ગિફ્ટ એમને પધરાવી દેવાના. ક્યારેક તો ગિફ્ટ ખોલ્યું હોય તો એના પેકિંગ-પેપર પણ સાચવીને મૂકી દઈએ જેથી ફરીવાર ગિફ્ટ પેકિંગમાં કામ લાગે.

(04) સામાન્ય રીતે તો મિડલ ક્લાસ ફેમીલીમાં શેમ્પૂની બોટલ ઓછી અને પાઉચ વધારે આવે છે પણ ક્યારેક મહિના દિવસના સામાનમાં એકાદ શેમ્પૂની બોટલ આવી ગઈ હોય તો જ્યારે તે ખાલી થાય ત્યારે એ બોટલમાં પણ પાણી નાખીને વિછળીને એનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો. મતલબ, શેમ્પૂની બોટલની પાઈ-પાઈ વસુલ કરી લેવાની.

(05) બચપણમાં જ્યારે આપણાં ઘરે સગા-સંબંધી આવતા અને તેઓ આપણને જે પૈસા આપતા તે પુરેપુરા પૈસા આપણને ક્યારેય નથી મળ્યા. મહેમાનનાં ગયા પછી એ બધા પૈસા મમ્મી અથવા દાદી લઈ લે અને એમાંથી થોડાક રૂપિયા આપણને આપી દે અને કહે કે, જાવ ભાગ ખાવ.

(06) મિડલ ક્લાસ ફેમિલીવાળા મોટાભાગના લોકો જ્યારે કોઈ હોટેલમાંથી ચેક આઉટ કરે એટલે શેમ્પૂ અને સાબુની ઉઠાંતરી થઈ જાય.

(07) ટૂથપેસ્ટ ખાલી થઈ ગઈ હોય અને મમ્મીને કહીએ એટલે મમ્મીનો જવાબ હોય કે, તોડી-મરોડીને આજનો દિવસ કામ ચલાવી લે, આવતીકાલે નવી લઈ આવીશું.

(08) જો ઘરમાં નવી ક્રોકરી (ડિનર સેટ વગેરે) લાવ્યા હોય તો જ્યારે ઘરમાં નવા મહેમાન આવે ત્યારે જ એનું ઉદ્ઘાટન કરવાનું.

(09) જ્યારે પણ કોલ્ડ ડ્રિંક્સની નવી બોટલ આવે એટલે એને ખાલી કરીને પછી એમાં પાણી ભરીને ઉપયોગ કરવાનો.

(10) ટીવીના રિમોટને પ્લાસ્ટિકની કોથળીમાં સાચવીને રાખવાની જવાબદારી ઘરના બાળકો પર હોય છે.

(11) જ્યારે પણ પાઠ્ય-પુસ્તકોને પૂંઠા (કવર) ચડાવવાના હોય ત્યારે હંમેશા ન્યૂઝપેપરનો જ ઉપયોગ કરવાનો.

(12) કંઈક જમવા ગયા હોય અને ચાંદલો લખાવવા ગયા હોય તો બાળકો મુખવાસનાં મૂંઠા ભરી-ભરીને ઉપાડી લેય.

(13) ગેસનો બાટલો હોય કે 20 લીટરની પાણીની બોટલ હોય એને બાઇક ઉપર જ લાવવાની અને લઈ જવાની.

(14) દરેક મિડલ ક્લાસ ફેમીલીનું હાથવગુ ફર્સ્ટ એઇડ કીટ એટલે હળદર, ટેલકમ પાવડર, કેરોસીન, ગરમ પાણી અને પાટા-પીંડી.

(15) દરેક ઘરમાં બચત કરવા માટે એક માટીનો ગલ્લો (પિગી બેગ) તો હોય જ.

(16) જુના કપડાંમાંથી કેટલું બધું બની જાય, જેમ કે ઓશિકા, ગોદળા, થેલી, પોતું અને ગાભો વગેરે…

(17) નાની-નાની ખુશીઓમાં મીઠાઈ અને પેંડા વહેંચીને સુખની ઉજવણી કરવી.

મિત્રો, આશા રાખીએ કે તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતાં નહીં.

Leave a Reply

error: Content is protected !!