દેશના આ ગામમાં હનુમાનજીની પૂજા નથી થતી, જાણો આ ઘટના પાછળ શું રહસ્ય છે

ભગવાન રામ બાદ સૌથી વધુ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. દરેક કષ્ટોને દૂર કરનાર હનુમાનજી એક માત્ર દેવતા છે જે આજે પણ ધરતી પર હાજરાહજૂર છે અને મુનષ્ય જાતિની રક્ષા કરી રહ્યા છે. હિન્દૂ ધર્મમાં માનનાર ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવો હશે, કે જેને હનુમાનજી પ્રિય ન હોય. એવું માનવામાં આવે છે કે કલિયુગમાં આજે પણ એક એવા દેવતા હાજર છે જે પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. હનુમાનજી ભગવાન રામના સાચા સેવક છે. અને રામનાં આ સેવકની જે પણ સાચા મનથી સેવા-ભક્તિ કરે છે, તેની દરેક ઇચ્છા પૂરી થાય છે.

અહીંયા હનુમાનજીની પૂજા કરવાની છૂટ નથી :


હનુમાનજીથી, ભૂત-પિશાચ, ડાકણ, રોગ બધા ડરે છે. જે ભક્ત સાચા હૃદયથી ભક્તિ કરે છે, તે આ બધી વસ્તુઓથી કોઈ દિવસ ડરતો નથી. મંગળવાર અને શનિવારનાં દિવસે દેશભરનાં હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસા સાંભળી શકાય છે. સમગ્ર દેશમાં હનુમાનજીની પૂજા કરવામાં આવે છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, દેશમાં એક એવું પણ ગામ છે કે જ્યાં હનુમાનજીની પૂજા નથી થતી. તે ગામના લોકોને હનુમાનજીની પૂજા કરવાની છૂટ નથી. આવું કેમ છે? ચાલો જાણીએ…

નારાજગીને કારણે નથી કરતા પૂજા :


હકીકતમાં અમે જે ગામની વાત કરી રહ્યા છીએ, તે ઉત્તરાખંડનાં ચમોલી જિલ્લામાં આવેલ છે. જ્યાં હનુમાનજીની એક પણ મૂર્તિ નથી. આ ગામના લોકો નારાજગીને કારણે હનુમાનજીની પૂજા નથી કરતા. આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે. આ ગામ દ્રોણાગિરી પર્વત પર સ્થિત છે, આ કારણથી આ ગામનું નામ પણ દ્રોણાગિરી પડી ગયું છે. જ્યારે મેઘનાદના બાણોથી લક્ષ્મણ ઘાયલ થઇ ગયા હતા ત્યારે વૈદ્યજી એ હનુમાનજીને સંજીવની બુટ્ટી લાવવા માટે મોકલ્યા હતા. હનુમાનજી ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત દ્રોણાગિરી પર્વત પર પહોંચ્યા. ત્યારે હનુમાનજી સંજીવની બુટ્ટીની જગ્યાએ પૂરેપૂરો પહાડ ઉખાડીને લઇ આવ્યા. ત્યારથી આ ગામના લોકો હનુમાનજીથી નારાજ છે. ત્યારથી આ ગામમાં કોઇ હનુમાનજીની પૂજા કરતું નથી.

આજે પણ દેખાય છે પહાડ દેવતા :

ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, જ્યારે હનુમાનજી સંજીવની લેવા આવ્યા તે સમયે પર્વત દેવતા ધ્યાન મુદ્રામાં હતા. હનુમાનજીએ ઉતાવળમાં પર્વત દેવતાની પરવાનગી વગર જ પર્વત ઉખેડી લીધો અને એમની સાધના ભંગ કરી નાખી. હનુમાનજીએ પર્વત દેવતાનો જમણો હાથ પણ ઉથલાવી નાખ્યો. દ્રોણાગીરીના લોકો એવું માને છે કે, આજે પણ પર્વત દેવતાનાં જમણા હાથમાંથી લોહી નીકળે છે. આ જ કારણે, અહીંનાં લોકો હનુમાનજીથી ખૂબ જ નારાજ છે અને તેથી જ તેઓ હનુમાનજીની પૂજા કરતા નથી. ગામના લોકોનું કહેવું છે કે, આજે પણ ક્યારેક-ક્યારેક પર્વત દેવતા દર્શન આપે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ ધાર્મિક પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!