શું તમને ખબર છે પેલી ૫૦૦ અને ૧૦૦૦ ની નોટોનું શું થયેલું? – ક્લિક કરી જોઈ લો

૮ નવેમ્બર ૨૦૧૬ ની રાતે એક ફેસલો જાહેર થયો ત્યાર બાદ ઘણા બધાની નીંદ અને હોસ ઉડી ગયા. ઘણા પાગલ થય ગયા અને ઘણા હોસ્પિટલમાં પોહોચી ગયા. કોઈને સમજાણું જ નહિ કે આ રાતોરાત થયું શું? ઘણા લોકો માટે તો આ કાળી રાત જ હતી, ખરેખર આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ નોટબંધી જાહેર કરી હતી જેમાં જણાવ્યું હતું કે ૫૦૦ અને ૨૦૦૦ ની ચાલતી જૂની તમામ નોટો થોડાક સમય પછી બંધ થઇ જશે અને તેના બદલે લોકોને નવી નોટો મળવાની હતી, અને જૂની નોટોને બદલવા માટે લોકોને ૫૦ દિવસનો સમય આપ્યો હતો, તમે તો તમારી બધી જ જૂની નોટો બેંકમાં જમા કરાવી દીધી પણ શું તમે જાણો છે બેન્કે આટલી જૂની નોટોનું શું કર્યું હશે. આર.બી.આઈ. એ તે જૂની નોટોનું શું કર્યું હશે? નહિ ને, તો ચાલો અમે તમને બતાવીએ જૂની નોટો આર.બી.આઈ ને શું કામ આવી રહી છે, જાણી ને તમારા તમારા પણ હોસ ઉડી જશે.

જણાવી દઈએ કે નોટબંધી પછી જેમ ૫૦૦ અને ૧૦૦૦ બદલી ગયા બાદ બેંકો પાસે જૂની નોટોના ઢગલા થવા માંડ્યા હતા. એક અનુમાન મુજબ બેન્કોમાં ૨૨ અરબ જૂની નોટો જમા થઇ હતી જે માત્ર કચરા સમાન હતી. એવું કહેવામાં આવતું હતું કે આ નોટોને એકની ઉપર એક એવી રીતે મુકવામાં આવે તો તેની ઉંચાઈ એવરેસ્ટથી ૩૦૦ ગણી વધારે થાત.

જણાવી દઈએ કે, આર.બી.આઈ. માટે આ નોટ માત્ર કચરા સમાન હતી અને તેમને તેવી રીતે નષ્ટ કરવાની હતી કે તે ખરાબ ઉપયોગમાં ન આવે. તેને જોઇને આર.બી.આઈ એ કટ્ટર મશીનથી નષ્ટ કરવાનો પ્લાન બનાવ્યો.

આરટીઆઈ એ જયારે આરબીઆઈ ને પૂછ્યું કે તે જૂની નોટોનું શું કરશે ત્યારે જવાબ દેતા આરબીઆઈએ જણાવ્યું કે “હવે આ જૂની નોટોનું વિઘટન કરવામાં આવશે. આરબીઆઈ અનુશાર આ નોટોનું વેરીફીકેશન અને પ્રોસેસ બાદ આ નોટોને મશીનથી કાપીને ઇંટો જેવા આકારની કરવામાં આવશે. સામાન્ય રીતે કાગળથી બનેલ આવી ઇંટોનો ઉપયોગ ફેકટરીમાં કરી શકાય છે પરંતુ જૂની નોટો સાથે આવું નહિ થાય. આરબીઆઈ પ્રવક્તા અલ્પના કીલાવાલાએ જણાવ્યું હતું કે,”આ ઇંટો નોટના કાગળથી બની હશે, તે નાજુક હશે અને કાઈ કામ નઈ આવે તેથી આ નોટો માટીમાં દાટી દેવામાં આવશે.

જણાવી દઈએ કે ચીન પછી ભારત એક એવો દેશ છે જ્યાં સૌથી વધુ નોટો છપાતી હતી કારણ કે આયા વધુમાં વધુ કાર્ય કેશમાં થતા હતા, જે પહેલાની તુલનામાં ઘણું ઓછું થયું છે.

 

Leave a Reply

error: Content is protected !!