રાવણની સોનાની લંકાને માં પાર્વતીએ ભસ્મીભૂત કરેલી – આ રહી વિગતે વાત

રામાયણ એક મહાસાગરની જેમ સદાય ભારતીય સંસ્કૃતિના આયનને દર્શાવી રહેલ મહાકાવ્ય છે. રામાયણની કથા મનુષ્યને જીવનના પાઠ ભણાવે છે, સત્યને વિસ્તારપૂર્વક રજુ કરે છે. આ મહાકાવ્યમાં આવતા અનેક નાના-મોટા પ્રસંગો માનવ જીવનના પ્રત્યેક પાસાને હૂબહુ રજુ કરે છે.

એમ કહેવું જરા પણ અનુચિત નથી કે, રામાયણ એ ભક્તિનો, સમર્પણનો, ત્યાગનો ઉપદેશ આપથો ગ્રંથ છે! એના પાત્રો કલ્પના બહારની ભક્તિ, સમર્પણ દર્શાવીને એ વાત પ્રસ્થાપિત કરે છે કે, જીવન કેવું હોવું જોઈએ? સાર્થકતા શું છે જીવનની? બાય ધ વે, આ વાતો તો થઈ રામાયણની તથ્યતાની. આ ગ્રંથની અંદર એવા કેટલાય પાસા પણ છે જે હજુ ઘણા લોકો માટે સમજ બહારના છે.

તમને ખબર છે, આખરે રાવણની સોનાની લંકા હક્કીકતમાં કોની હતી? શું હતું રહસ્ય તે લંકાનું? અને હા, અગત્યની વાત તો એ છે કે, તમે જાણો છો કે એ સુવર્ણમયી લંકા હનુમાનજીએ જ નહી પણ કોઈ બીજાએ સળગાવી હતી? છે ને આશ્વર્યની વાત! મુંઝાયા વગર વાંચી લો નીચેની વાત :

વાત જાણે એમ છે કે, રાવણની લંકા વાસ્તવમાં હનુમાનજી દ્વારા નહી પણ જગતજનની માતા પાર્વતી દ્વારા સળગાવવામાં આવી હતી…! હાં, વાત બિલકુલ સત્ય છે! અને કારણ વાંચીને તમે પણ કહી દેશો. આની પાછળની એક કથા જ તમને બધી વાત કહી દેશે કે આખરે કોણે સળગાવેલી રાવણની લંકા? –

રસપ્રદ કથા છે કારણ –

એક વખતની વાત છે. ભગવાન શિવ અને પાર્વતી દેવીના કૈલાસ પર્વત પર બેસણા છે. વિષ્ણુ અને લક્ષ્મી એક દિવસ શિવના મહેમાન તરીકે પધાર્યા છે. હિમાલયમાં તો હાડ ગાળી નાખે એવી ટાઢ વાય! લક્ષ્મીજી થથરવા લાગ્યાં. આજુબાજુમાં ધવલ બરફની ચાદર અને સુસવતો કાતિલ પવન!આશરો કોનો લેવો? લક્ષ્મીજીએ પાર્વતીને કહ્યું કે, અહીં તમને શી રીતે ગોઠે છે? આવજો કદી અમારા વૈકુંઠમાં. તમને ખબર તો પડે કે રહેઠાણ કેવું હોય!

આમંત્રણને માન આપીને એક દિ’ શિવ-પાર્વતી વૈકુંઠ ગયાં. વૈકુંઠની અપ્રતિમ ઇમારતો, મહાલયો અને બાગ-બગીચા જોઇને પાર્વતી તો આભા જ બની ગયાં. એણે શિવજી પાસે હઠ લીધી કે, પોતાને રહેવા માટે પણ આવો જ એક પ્રાસાદ હોય? ક્યાં સુધી મારે સુસવતી ટાઢમાં ગળ્યાં કરવાનું? શિવજીએ સોનાનો ત્રિલોકમાં દીઠો ના હોય એવો મહેલ બનાવવાનું વિચાર્યું અને તેનું કામ સોંપ્યુ કુબેરને. સોનાનો અદ્ભુત મહાલય બન્યો. શું એની અલૌકિકતા!

રાવણની નજર આ મહેલ પર પડી અને દાનત બગડી. એક દા’ડો વહેલી સવારમાં બ્રાહ્મણનો વેશ ધારીને શિવ પાસે માંગવા દોડી ગયો, ‘પ્રભુ…વિભુ આયો આપને દ્વાર..!’ અને એમ કરીને એણે સીધી જ સોનાના મહેલની માંગણી કરી. શિવજીને ખબર હતી કે, આ રાવણનું જ કાવતરું છે પણ દ્વારે આવેલા બ્રાહ્મણને પાછો ના જવા દેવાય એ ન્યાયે શિવે સોનાનો મહેલ રાવણને અર્પી દિધો. પછી તો એ મહેલ ‘રાવણની લંકા’ તરીકે ઓળખાયો.

પાર્વતીજી તો છક્ક જ થઈ ગયાં! કોઈ માણસ આવી રીતે પોતાના ધણીને છેતરીને મહેલ લઈ જાય? પોતાના ઇષ્ટદેવ ઠંડીમાં થથરે અને પોતે એક મકાન પણ ઝૂંટવી જાય એ રાવણ શિવભક્ત કહેવાય! ટાણું આવ્યે વાત છે રાવણની તો…! હવે એ મહેલ મારો નહી તો ત્રિલોકમાં કોઈનો નહી!

વખત વિત્યો. ત્રેતાયુગ આવ્યો. રાઘવેન્દ્ર સરકારની હકુમત બેસી અને શિવે પાર્વતીજી કહ્યું કે, દેવી! તમારી ઇચ્છા છે રાવણના અનીતિના મહેલને ફૂંકી દેવાની, તો હું હનુમાનનમાં પ્રવેશ કરું છું અને તમે એની પૂંછ બનજો. બસ, પછી તો જે થઈ! હનુમાનજીના પૂંછે તમે જાણો જ છો તેમ આખી લંકાને ભડકે બાળી.

તો મિત્રો, આવી કંઈક વાત હતી. છે ને ગજબની-મજાની જાણકારી? આવી જ વધારે માહિતી માટે લેતાં રહો મુલાકાત અમારા પેજની. આ લેખ પણ ગમ્યો હોય તો આપના મિત્રો સાથે અવશ્ય શેર કરજો, ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!