ઘરમાં વારંવાર થઈ રહ્યું હતું શોર્ટ સર્કિટ, પ્લગ ખોલીને જોયો તો હોશ ઉડી ગયા – ક્લિક કરી નિહાળો હકીકત

આજે અમે તમને ઑસ્ટ્રેલિયાનાં ક્વીન્સલેન્ડની એક એવી વિચિત્ર ઘટના વિશે જણાવીશું કે જે સાંભળીને તમે દંગ રહી જશો. હકીકતમાં, અહીંયા રહેનાર એક પરિવારનાં ઘરમાં વારંવાર શોર્ટ સર્કિટ્સની સમસ્યા થઈ રહી હતી. ઘણા દિવસોથી તેઓ શોર્ટ સર્કિટની સમસ્યાથી પરેશાન હતા. પરંતુ એક દિવસ જ્યારે ઘરના એક સભ્યએ સોકેટની તપાસ કરી, ત્યારે તે ભયભીત થઈ ગયો અને ડરને કારણે એની ચીસ નીકળી ગઈ. ત્યારબાદ પરિવારે જે દ્રશ્ય જોયું, તે જોઈને બધા ગભરાઈ ગયા. તમને જણાવી દઈએ કે, સોકેટની પાછળ એક મોટો અજગર છુપાઈને બેઠો હતો જેને જોઈને ઘરના લોકો ડરી ગયા હતા. ઘણા દિવસોથી આ અજગર અહીંયા છુપાઈને બેઠો હતો અને તેના હલન-ચલનને કારણે વારંવાર શોર્ટ સર્કિટ થઈ રહ્યું હતું.

તમને જાણીને આશ્ચર્ય થશે કે વારંવાર અજગરના હલન-ચલનથી ઘરમાં આગ પણ લાગી શકે છે. પરંતુ પરિવાર માટે આ એક નસીબની વાત છે કે આવો કોઈ અકસ્માત થયો નથી. ધુમાડો નીકળતા ઘરવાળાની નજર ત્યાં પહોંચી અને તેમણે સમયસર પ્લગ ખોલી નાખ્યો. ઘરમાંથી અજગર નીકળતા, તેઓએ ‘સનસાઈન કોસ્ટ સ્નેક કેચર્સ 24×7’ નાં રિચિ ગિલ્બર્ટને બોલાવ્યા. ખૂબ સખત મહેનત પછી, અજગરને ત્યાંથી બહાર કાઢવામાં સફળતા મળી.

રિચિ ગિલ્બર્ટ સાપને પકડવામાં નિષ્ણાત છે અને તેણે આ ઘટનાના ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. ઘણી બધી મુશ્કેલીઓ પછી, રિચી ત્યાંથી અજગરને દૂર કરવામાં સફળ થયા હતાં. સાપને દૂર કરવામાં એમને લગભગ એક કલાક જેવો લાગ્યો હતો. સાપને બહાર કાઢવા માટે તેઓએ દિવાલમાં બે છિદ્રો બનાવ્યા. સાપ પ્લગની પાછળ છુપાઈને બેઠો હતો એટલે એના કારણે તે થોડો દાઝી પણ ગયો હતો. જો કે દાઝ્યા છતાં, તે જીવતો હતો. અજગરને ત્યાંથી કાઢ્યાં બાદ, રીચી ઇજાગ્રસ્ત સાપને ઓસ્ટ્રેલિયાના એક પ્રાણી-સંગ્રહાલયમાં લઈને ગયા, જ્યાં સાપની સારવાર કરવામાં આવી.

જણાવીએ કે, રિચીએ કહ્યું કે આ પરિવાર નસીબદાર છે કે એમના ઘરમાં કાર્પેટ પાઇથોન છૂપાયેલ હતો. કારણ કે અજગર સાપની આ જાતિઓ નુકસાન નથી પહોંચાડતી. ઑસ્ટ્રેલિયામાં આ પ્રકારની ઘટના કંઈ પહેલી નથી. અહીંયા વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે.

જણાવી દઈએ કે, સાપ આ પૃથ્વી પર ડાયનાસોરના યુગથી જ છે. આટલા લાંબા સમયમાં આપણે સાપ વિશે ઘણી બધી બાબતો જાણી ચૂક્યા છીએ. એમ છતાં સાપોની દુનિયા આજે પણ રહસ્યમય લાગે છે. કહેવાય છે કે સાપ આ ધરતી પર 130 મિલિયન વર્ષોથી છે. વિશ્વમાં સાપોની લગભગ 2,500 થી વધુ પ્રજાતિયો જોવા મળે છે. જેમાંથી માત્ર 20% જાતિઓ ઝેરી છે. ભારતમાં લગભગ 300 પ્રકારના સાપ જોવા મળે છે. સાપ વિશે કહેવાય છે કે તે કોઈપણ વસ્તુંને ચાવીને ખાવાને બદલે સીધા ગળી જાય છે. બધા સાપોમાં અજગરની ગળવાની ક્ષમતા સૌથી વધુ હોય છે. જોકે અજગરની પણ કેટલીક પ્રજાતિયો એવી છે કે જે વધુ ઝેરી નથી હોતી અને નુક્શાન પણ નથી પહોંચાડતી.

દોસ્તો ! આશા રાખીએ કે તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં.

Leave a Reply

error: Content is protected !!