આ રોજેરોજ ખાતા હોઈએ એવી વસ્તુઓ પણ ઝેર સમાન છે – ક્લિક કરી ૧૦ વસ્તુઓની યાદી જુવો

હાલ ફાસ્ટફૂડની જાહોજહાલી ચરમ પર છે એમ કહેવામાં વાંધો નથી. એ વાત પણ એટલી જ તથ્ય છે કે, ફાસ્ટ ફૂડનું સેવન ‘ઝેર’થી ઓછું નથી! ધમનીઓમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારી દેનાર જંક ફૂડ આખરે હ્રદયને ફાડીને મૃત્યુને આમંત્રણ આપે છે. હવે ઘણાં સમજદાર લોકો સીધાસાદા ખોરાક તરફ વળ્યાં છે, ફાસ્ટ ફૂડનો મોહ ઘટ્યો પણ છે.

આજે આપણે ફાસ્ટ ફૂડ વિશે વાત નથી કરવાની. અગાઉ ઘણીવાર અમુક-તમુક ટોપિક પર આપણે ફાસ્ટ ફૂડ વિશે ઉપરોક્ત પોઇન્ટ નોંધી જ લીધાં છે. લોકો માને છે કે, ફાસ્ટ ફૂડ ઝેર જેવું કામ કરે છે. પણ માત્ર એટલું પુરતું નથી, મતલબ કે, ખાલી ફાસ્ટ ફૂડ જ નહી પણ આપણા રોજીંદા આહારમાં વપરાતી બીજી પણ એવી ઘણી આહારની વસ્તુઓ છે જે ખરા અર્થમાં ‘ધીમા ઝેર’નું કામ કરે છે પણ આપણે તેનાથી અજાણ છીએ.

એક દાખલો લઈએ ખાંડનો જ. મોઢાની મીઠાશ માટે ખાંડ તો આપણે અવારનવાર ખાતા હોઇએ છીએ પણ આપણે ખરેખર એ નથી જાણતાં કે, ખાંડ શરીર માટે ખતરનાક સાબિત થાય તેમ છે. બ્રિટનના એક પ્રોફેસર, નામે જોન યુડકીને એવો દાવો કર્યો છે કે, ખાંડ શરીર માટે ‘શ્વેત હળાહળ’ જેવી ભયંકર છે. રક્તવાહિનીઓ(ધમની-શિરા)માં તેનાથી કોલેસ્ટેરોલનું પ્રમાણ વધી જાય છે. પરિણામે, હાર્ટ એટેકનો ખતરો રહે છે.

અલબત્ત, પ્રોફેસર દ્વારા કરાયેલા સંશોધનમાં માત્ર ખાંડ જ નહી પણ એવાં પણ પદાર્થોનો ઉલ્લેખ છે કે જે આપણે રોજબરોજના આહારમાં લઈએ છીએ. એવા ખાદ્ય પદાર્થો વિશે પણ ચેતવણી આપવામાં આવી છે જે આપણા શરીર માટે ‘ધીમાં ઝેર’નું કામ કરે છે અને આપણા આહારમાં આપણી જાણ બહાર જ કાયમી છે! આવા પદાર્થો ત્વરીત તો નહી પણ ધીમે-ધીમે શરીરને ખાલી કરવાનું કામ કરે છે. ચાલો જોઈએ ક્યાં ક્યાં છે એ પદાર્થો :

ખાંડ –

આગળ જણાવ્યાં પ્રમાણે, ખાંડ ‘સફેદ ઝેર’ છે. એના સેવનથી યકૃતમાં ગ્લાયકોઝનની માત્રા ઘટે છે. આમ થવાથી મોટાપો, થકાવટ, માઇગ્રેન, અસ્થમા અને ડાયાબિટીઝ જેવી બિમારીઓ ઘર કરી જાય છે. વધારે પ્રમાણમાં ખાંડ ખાશો તો વહેલા ઘરડાં થશો!

કૂંપળ ફુટેલા બટેટાં –

દુકાનેથી ઘણીવાર બટાકા લેતી વખતે અમુક એવા બટાકા પર આવી જાય છે જેના અંકુર ફુટી ચુક્યાં હોય છે. તમને કદાચ જાણીને હેરાની થશે કે, આવા બટાકામાં ડાયેરિયા માટે કારક બનનાર ગ્લાઇકોઅલ્કેલાઇડ્સ થઇ શકે છે. એટલું જ નહી, સતત બટાકા દબાવવાથી માથાનો દુખાવો કે બેહોશીની સંભાવના રહે છે.

રાજમા –

દિલ્હીવાળાઓ માટે રાજમા એટલે અલગ જ વાત! તેમનું સૌથી ફેવરીટ ભોજન એટલે સ્તો રાજમા! પણ તમને જાણીને ચોક્કસ આશ્વર્ય થશે કે, કાચા રાજમામાં ગ્લાયકોપ્રોટીન લેક્ટિન હોય છે, જે ઉલ્ટી અથવા તો ઇનડાયઝેશન માટે કારક બની શકે છે. આથી બહેતર છે કે, રાજમાને સારી રીતે ઉકાળીને જ ભોજનમાં ઉપયોગ કરવો.

કોલ્ડ ડ્રિંક –

નાનાથી લઇને મોટા બધાં જ હવે તો ખાયપીને કોલ્ડ ડ્રિંકની પાછળ પડ્યાં છે. વળી, હવે તો કડકડતી કારતકની રાતોમાં પણ જુવાનો બેઠાં-બેઠાં કોકાકોલાની બોટલો દબાવતા હોય છે! એ વાત પણ યાદ રાખવી જોઇએ કે, કોલ્ડ્રીંક્સ એટલે ખાંડ અને ફોસ્ફોરીક એસિડ જ છે! વધારે પડતાં ઠંડાપીણાંનું સેવન કરવાથી મગજને નુકસાન પહોંચી શકે છે અથવા હાર્ટ એટેક આવી શકે છે યા તો આંતરડાં પણ સડી શકે છે!

મેંદો –

મેંદાની ઘણી વાનગીઓ બજારમાં કે ઘરમાં બનતી-મળતી હોય છે પણ મેંદો લઈદઈને ખાધા જેવી ચીજ નથી. તેને બનાવવાની પ્રક્રિયિમાં ફાયબર નીકળે છે. સંશોધનમાં બહાર આવેલ છે કે, વધારે પડતો મેંદો ખાવાથી પેટની સમસ્યા થઇ શકે છે. વળી, મેંદામાં બ્લીચિંગ તત્ત્વ પણ હોય છે, જે લોહીને પાતળું બનાવે છે અને આનાથી અસર થાય છે સીધી હ્રદય ઉપર!

આયોડીનયુક્ત મીઠું –

ગામડામાં તો હજુ પણ અગરિયા દ્વારા તૈયાર થયેલ મોટું કણકાયુક્ત મીઠું વાપરવામાં આવે છે. રીક્ષા લઈને અથવા તો અન્ય કોઇ વાહન પર મીઠાવાળો આવે અને ગામની બાઈઓ એકઠી થઈને વરસ આખાનું ભેગું મીઠું લઇ લે. એને પછી માટલામાં સંઘરીને ઢાળીયાના એક ખૂણામાં રાખી દે. હવે તો દળેલાં આયોડિનયુક્ત નમકની ગલગલીયા કરાવી દેતી એડવર્ટાઇઝમેન્ટ આવે છે અને ઘરમાં પણ કણકાયુક્ત મીઠું વાઘ-ચિત્તાની જેમ લુપ્તપ્રાય થવા લાગ્યું છે. આયોડિનયુક્ત કહેવાતું મીઠું ‘ખર્ચે મોટું ને ખાવે ખોટું’ જેવું છે. એમાં વધારે પ્રમાણમાં સોડિયમની માત્રા હોય છે. વધારે ખાવો તો રક્તદાબની સંભાવના રહેલી છે. વળી, કહેવાય છે કે, આ મીઠાંના અત્યધિક સેવનથી કેન્સર અને આસ્તિયોપોરોસિસ પણ થવાની સંભાવના છે. તો બાઈઓ-ભાઈઓ, હવે તમે જ નક્કી કરી લેજો!

જાયફળ –

સંશોધનમાં જાણવા મળેલ માહિતી મુજબ, જાયફળમાં myristicin હોય છે. જેના લીધે વારંવાર હ્રદયની ધડકન વધવા માંડે છે. વધારે સેવનથી મોઁ સૂકાવવાની કે ઉલ્ટી જેવી પરેશાનીઓ થાય છે. વધારામાં મગજશક્તિ પણ ઘટી જાય છે.

મશરુમ –

કાચા મશરુમ ખાવાનું હંમેશા ટાળવું જોઈએ. કેમ કે, તેમાં કાર્સિયોજેનીક સંયોજનો રહેલા છે. જે કેન્સર માટે કારક બની શકે છે. માટે જ હંમેશા મશરુમને સારી રીતે ઉકાળીને જ ઉપયોગમાં લેવામાં આવે છે.

દોસ્તો, કેવો લાગ્યો આ આર્ટીકલ? અમને આશા છે કે, તમને ઘણીબધી અવનવી માહિતી મળી હશે રોજીંદા ખોરાક વિશે. આપના મિત્રોને પણ આ આર્ટીકલની લીંક શેર કરજો. ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!