કેટલા પુરુષોને આમાંથી કોઈ આદતો છે – ક્લિક કરીને ત્રીજી આદત ખાસ જુવો અને સુધારો

સામાન્ય રીતે આજકાલના પુરુષો પોતાને બહુ સ્માર્ટ સમજતાં હોય છે. વાત-વાતમાં પોતાની હટકે સ્ટાઇલનો બીજાને અનુભવ કરાવવા અનેક નખરાંઓ પણ કરે છે! જમાનો મોર્ડન થયો છે તો પુરુષો પણ પોતાની જાતને એ મોર્ડન સ્ટાઇલમાં ઢાળવા લાગ્યા છે. બદલાવ આવ્યો છે તેમના વર્તનમાં, વાણીમાં અને પહેરવેશમાં.

પણ આજે દોસ્તો અમે અહીં એક એવી વાત લઇને આવ્યાં છીએ જે જાણીને કદાચ તમને એ નહી સમજાય કે આની ઉપર ખડખડાટ દાંત કાઢવા કે ગંભીરતાથી વિચારવું? હા, મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે પુરુષોની એવી કેટલીક આદતો વિશે જે ચોક્કસપણે એમને તો બબૂચક-શર્મનાક બનાવે જ છે! કઈ એવી આદતો છે જે પુરુષની કહો તો ઇજ્જતના ‘ધજાગરા’ કરાવવા માટે પુરતી છે? આવો જાણીએ રસપ્રદ વાત નીચેના બે’ક ટોપિકમાં. જોઇએ તમે પણ આનાથી મજબૂર હો તો વહેલી તકે છોડી દેજો :

સદાકાળ અંડરગારમેન્ટને દેખાડતા રહેવું! –

આજે જીન્સના પેન્ટની કિનારી પરથી અંડરગારમેન્ટ્ની થોડી બાજુ દેખાડવાની તો જાણે ફેશન જ બની ગઇ છે. પણ અમુક વાર પુરુષો કપડાં પહેરવાની લાપરવાહી કે અથવા તો ફેશનને કારણે આવું કરે છે. તો મિત્રો જાણી લો કે, આ ફેશનથી દુર રહેજો કેમ કે, આ ફેશન નથી; તમારી આબરુની ચડેચોક થતી ‘હરાજી’ છે..!

બિલ ન ચૂકવવું! –

વાત જાણે એમ છે કે, આમ તો બધે પુરુષો બિલ આપી જ દેતા હોય છે, પછી તે ડેટ પર જતી વખતે હોટેલનું હોય કે છકડાભાડું! પણ અમુક પુરુષો એવા પણ હોય છે જે બિલ દેવામાં કંજૂસાઇ કરે છે ને પરીણામે સાથેની મહિલાઓ જ બિલ ચૂકવી દે છે! કંઈ નહી પણ પબ્લિક જોતી હોય ને આવું થાય તો ખરાબ તો લાગે ને ભ’ઈ..!

સ્વચ્છતા હારે ચંદ્રમા ન પહોંચે! –

હાં, આ આદત તો હોય છે ઘણા જેન્ટલમેનમાં! સ્વચ્છતાને એ બધું કોણ કરે ભ’ઈ? ઘણા પુરુષો એવાં હોય છે જે સાફ-સફાઇનું ધ્યાન નથી રાખતા. એને ને સ્વચ્છતાને જાણે હાડવેર માની લો. ગમે એવી ગંધારી જગામાં સેટ થઇ જાય!

ટોયલેટ સીટ ગંદી કરવી –

ઘણા પુરુષોમાં એવી આદત હોય છે કે, બાથરૂમ જાય અને ટોયલેટ સીટ બગાડીને આવે. આવું ઘણી વાર થાય છે. યૂરીન જાય કે ટોયલેટ પણ સ્વચ્છતા ના રાખે. ઘણાને તો ટોયલેટ જઇને પાણી નાખવાની પણ આદત નથી હોતી!

સ્ત્રીઓને ઘૂરક્યાં કરવું –

આ આદત પણ મોટાભાગના પુરુષોમાં હોય છે. સાબિતી જોતી હોય તો બસ/રેલ્વે સ્ટેશન પર આંટો દઇ આવજો, એકાદ-બે નમુના મળી જ જશે! આવા લોકોને છોકરીઓને સતત ઘૂરક્યાં કરવાથી શું મળતું હોય એ તો ભગવાન જાણે!

બેડરૂમમાં કરે છે ફરીયાદ –

ઘણા પુરુષો રૂમમાં પોતાની વાઇફ સાથે વાઇલ્ડ થવાનો પ્રયાસ કરે છે. પણ સ્ત્રી માને નહી તો પાછા ફરીયાદ કરતા ફરે છે!

સોશિયલ મિડીયા પર ગબી રમે! –

અમુક તો સોશિયલ મિડીયા પર લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા થોડી હોટ અને બેવકૂફી કરી બોગસ કમેન્ટો કરે છે. ધ્યાન ખેંચાય જ છે લોકોનું એ જોવા કે, આ ઉલાળસાંઢ છે કોણ?

છોકરીઓ પર ભદ્દી કમેન્ટ કરવી –

ઘણી યુવતીઓને મનમાં પણ હોતું નથી કે, પોતે નાનકડાં કપડાં પહેરે છે તો અમુકને ગમતું નથી! અમુક લપોડશંખો આવી કન્યાઓને જોઈને પાછળથી મનફાવે એવી ગુપસુપ કરે છે. અલ્યા ભ’ઇ, તું તારી કરને યાર..!

પોતાના પાર્ટનરની કમ્પેરીઝન કરવી! –

ઘણીવાર અમુક પુરુષો પોતાની વાઇફની તુલના પડોશની કે બીજી કોઇ સ્ત્રી સાથે કરે છે. આવા એકદમ ગંધારા વિચારો તમારા ધતીઁગવેડાં છતા પણ કરી શકે છે!

પીને પાણીયારી કરવી –

ઘણા પુરુષો ડ્રીંક લઇને પછી પોતાની પત્ની ઉપર ગુસ્સો ઉતારે છે, નશો ઉતારે છે. એના કરતા બહેતર છે કે, પીવાનું ઘટાડો! અમુક સમયે તો પુરુષો ગર્ભાવસ્થા દરમિયાન પણ પોતાની સ્ત્રીની પરિસ્થિતીને સમજી શકતાં નથી મનફાવે એમ વર્તન કરે છે.

Leave a Reply

error: Content is protected !!