જાણો શું છે તુલસી વિવાહ, તેનુ મહત્વ અને કેવી રીતે થાય છે આ વિવાહ

આજે છે કારકત સુદ એકાદશી છે. આ દિવસને વિવિધ નામે ઓળખવામાં આવે છે. આ દિવસને દેવ ઉઠી અગિયારસ અને તુલસી વિવાહના નામથી પણ ઓળખવામાં આવે છે. કારતક સુદ એકાદશીને દેવપ્રબોધિની એકાદશી તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે ચાતુર્માસની સમાપ્તિ થાય છે. તેમ જ અષાઢ સુદ અગિયારસથી શયન કરી રહેલા ભગવાનને જગાડવામાં આવે છે.

આ દિવસે દેવી તુલસીના ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કરાવીને સંસારનાં તમામ સારા કાર્યોની શરૂઆત થાય છે. પુષ્ટિ મંદિરોમાં આજે શેરડીનો મંડપ કરવામાં આવે છે. જેમાં દીવા કરવામાં આવે છે. આજે પ્રભુને રજાઈ, ગદ્દલ, અંગિઠી, તથા કાચા ફળો ધરવામાં આવે છે. પ્રબોધિનીએ જાગરણ કરાય તેને ‘રાત્રી જગો’કહેવાય છે. જે ચાર યુથાધિપતિની ભાવના અને તત્સુખનો ભાવ છે. કુંજમાં ભક્ત્ આવે છે અને ત્યાં વિવાહખેલ આદિ ચતુર્થભક્ત જાગરણ કરી, ભોગ ધરી, આરતી કરી વિરહતાપ દૂર નિવારણ છે. પુષ્ટિમાર્ગમાં સ્ત્રીશુદ્રાદિક પણ પોતાના ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજીને તુલસી સમર્પી શકે છે.

ચાતુર્માસમાં સ્થિરતા ધારણ કરનાર સંતો આ દિવસે ચાતુર્માસ પૂર્ણ કરી પોતાના સ્થાને પરત થાય છે. આ દિવસે પૂનમ સુધી કરાતા પાંચ દિવસીય ભીષ્મપંચક વ્રતની પણ શરૂઆત થાય છે.

વિષ્ણુ ભગવાનના તુલસીમાતા સાથેના વિવાહના કારણે આ દિવસે તુલસી ચઢાવવાનો નિષેધ છે, તેને બદલે ભગવાનને બીલીપત્ર ચઢાવવાનું મહત્વ છે. કારતક સુદ નોમથી તુલસીવાસનું વ્રત કરનાર બારસને દિવસે પારણાં કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ષોડશોપચાર પૂજા કરી શંખ, ઘંટ અને મૃદંગના નાદ સાથે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરાય છે. તુલસીમાતાને સૌભાગ્યવતીનો શણગાર કરી શાલીગ્રામની સાત પ્રદક્ષિણા કરવામાં આવે છે.

તુલસી વિવાહ કેવી રીતે કરશો ?

ત્રણ મહિના પહેલાથી તુલસીના છોડને નિયમિત સીંચો અને તેનું પૂજન કરો.

પ્રબોધિનિ, ભીષ્મપંચક અથવા જ્યોતિ શાસ્ત્રોક્ત વિવાહ મૂર્હતમાં મંગળગીતો અને મંત્રોચ્ચાર દ્વારા તોરણ-મંડપ વગેરેનું નિર્માણ કરો.

ત્યાર પછી ચાર બ્રાહ્મણો દ્વારા ગણપતિ-માતૃકા પૂજન અને પુળ્યાવાચન કરાવો.

ત્યારપછી મંદિરની સાક્ષાત મૂર્તિની સાથે સોનાના લક્ષ્મીનારાયણ અને તુલસીના છોડ સાથે અને સોના-ચાંદીની તુલસીને શુભ આસન પર પૂર્વ
તરફ મોઢુ રાખીને બેસાડો.

યજમાન ઉત્તર તરફ મોઢું રાખીને આસન ગ્રહણ કરે.

હવે ગોઘુલીય સમયમાં વર(ભગવાન વિષ્ણું)નું પૂજન કરો.

ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે કન્યા(તુલસી)નું દાન કરો.

ત્યારબાદ કુશકંડી હવન અને અગ્નિ પરિક્રમા કરાવો.

ત્યારપછી કુશકડી હવન અને અગ્નિ પરિક્રમા કરાવો.

પછી વસ્ત્ર, ઘરેણા વગેરે આપો.

ત્યારપછી શક્તિ મુજબ બ્રાહ્મણ-ભોજ કરાવો અને પછી પોતે ભોજન કરો.

છેલ્લે માંગલિક ગીતો સાથે વિવાહ કાર્યક્રમ સંપન્ન કરો.

 

Leave a Reply

error: Content is protected !!