આ ટીવી અભિનેત્રી સાથે ફ્લાઇટમાં થયો દુર્વ્યવહાર, મદદ માટે કહ્યું છતાં કોઈ ન આવ્યું સામે !

તમે ટીવી સીરિયલ ‘ઉતરન’ની ઈચ્છાને તો જોઈ જ હશે. આ સીરિયલ દ્વારા જ પ્રસિદ્ધ થનાર ટીના દત્તા સાથે હમણાં થોડા દિવસ પહેલા એક એવી ઘટના બની છે, જેને જાણીને દરેક જણ ચોંકી ઉઠશે. તમે વિચારમાં પડી જશો કે આટલી મોટી અભિનેત્રી સાથે આવું થઈ શકતું હોય, તો કોઈક સામાન્ય વ્યક્તિ સાથે તો ખૂબ જ સરળતાથી આવું થઈ શકે. ટીનાએ હાલમાં જ જેટ એરવેઝ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. ટીના એ આવું ડગલું કેમ ભર્યું એના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ.

ફ્લાઈટમાં થયા અડપલા :


હકીકત એવી છે કે, એક વ્યક્તિએ ફ્લાઇટમાં ટીના સાથે ગંદી હરકત કરવાનો પ્રયાસ કર્યો હતો અને ટીનાએ જેટ એરવેઝનાં સ્ટાફને ફરિયાદ કરી હતી પરંતુ જેટ એરવેઝે આ માટે કોઈ પગલાં લીધા ન હતા. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ટીના એક પ્રોગ્રામ માટે મુંબઇથી રાજકોટ જઈ રહી હતી. ફ્લાઇટમાં બેઠેલ એક પેસેન્જર તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો અને તેને ગંદી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો.

આવું પહેલી વાર બન્યું:

ટીનાના જણાવ્યા અનુસાર, જ્યારે તેણીએ લોકોને આ વિશે જણાવ્યું અને તેમની પાસે મદદ માંગી, ત્યારે તેને બચાવવા માટે કોઈપણ આગળ ન આવ્યું. ટીનાએ આગળ કહ્યું કે, તેણીએ લગભગ અડધી દુનિયા જોઈ લીધી છે, પરંતુ તેણીએ આવી વ્યક્તિ પહેલા ક્યારેય નથી જોઈ, જેણે આવા પ્રકારની હરકત કરી હોય.

આવી હરકત કરનાર વ્યક્તિ બાજુમાં બેઠો હતો :

ટીનાએ કહ્યું કે, તેને ફ્લાઇટમાં 30A નંબરની સીટ ફાળવવામાં આવી હતી અને તેના મેનેજરને સીટ નંબર 30C આપવામાં આવી હતી. ટીનાની વચ્ચે બીજો એક માણસ સીટ નંબર 31A પર બેઠો હતો. તે અજાણ્યા માણસે મોકાનો ફાયદો ઉઠાવીને તેને ગંદી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેણીને આ સમજાયું, ત્યારે તેણે માણસને જોરથી ઠપકો આપ્યો. ત્યારે માણસે તેની માફી માગી.

મદદ માટે કોઈ આગળ ન આવ્યું :


ટીનાએ વધુમાં કહ્યું કે, મેં આ ઘટનાની ફરિયાદ ફ્લાઇટમાં હાજર એરહોસ્ટેસને કરી હતી, પરંતુ તેણીએ મારું સાંભળ્યું ન હતું અને તેણે માત્ર એ વ્યક્તિની બેઠક બદલવાની વાત કરી હતી. જ્યારે મેં તેમને કહ્યું કે આ માણસને ઉતારી મુકો, ત્યારે તેણે કહ્યું કે તમારે પણ તેની સામે ફરિયાદ નોંધાવવા માટે નીચે ઉતરવું પડશે. જ્યારે મેં આ ઘટના વિશે કેપ્ટનને જણાવવાની કોશિશ કરી ત્યારે કેપ્ટનનું વલણ વધુ આઘાતજનક હતું. કેપ્ટને કહ્યું કે આ ઘટના ટેકઓફ થયા પહેલાની છે, ટેકઓફ થયા પછી હું આ બાબતે કંઈ કરી શકુ નહીં.

મહિલા સુરક્ષાનું શું થશે ?

ટીનાએ કહ્યું કે, તેણી આ ઘટનાથી ખૂબ દુઃખી અને ચિંતિત છે. જો આ ઘટના તેની સાથે થઇ શકે, તો કોઈ પણ મહિલા સાથે થઈ શકે છે અને આ કિસ્સામાં કોઈ પગલાં લેવામાં આવશે નહીં. એવામાં મહિલાઓની સુરક્ષાનું શું થશે?

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ સાવચેતી અને સભાનતા ભરી પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!