૨૦૧૯ ના વર્ષમાં આટલા છે લગ્નના શુભ મુહુર્ત – વાંચી લો અને નક્કી કરી લો તમારું કેલેન્ડર

ભારતીય સંસ્કૃતિ અને વૈદિક રીવાજો તેમજ પરંપરા મુજબ ગ્રહ અને નક્ષત્રના સંયોગને આધારે લગ્નના મુહૂર્ત લેવાય છે. વર અને કન્યા પક્ષે મુહૂર્તને આધારે જ લગ્ન તારીખ નિર્ધારિત કરવામાં આવે છે. જોકે, ગત વર્ષે 2018માં ઓછા લગ્ન મુહૂર્તની ફરિયાદો બાદ હવે 2019ના નવા વર્ષમાં લગ્ન માટેના ઘણા શુભ દિવસો છે.

લગ્નના શુભમુહૂર્તો એ ભારતીય જ્યોતિષશાસ્ત્ર અનુસાર નક્કી થાય છે. વર્ષના બધાય દિવસો એકસરખા નથી હોતા. અમુક દિવસો એવા પણ હોય છે કે જે લગ્ન માટે નિષેધ હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં બધા શુભ કામો ખાસ કરીને લગ્ન, ગુરુ અને શુક્ર ગ્રહો ઉદિત હોય ત્યારે જ શુભ ગણાય છે. અર્થાત્ ગુરુ અને શુક્ર ગ્રહોની ઉપસ્થિતિમાં જ માંગલિક અને લગ્ન સંસ્કાર શુભ ફળ આપે છે.

સામાન્ય રીતે વસંતપંચમી અને અખાત્રીજ એ લગ્ન તેમજ અન્ય શુભ કાર્યો માટે શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે.

પરણું-પરણું થનારા જુવાનીયાઓ અને જોબનવંતી કન્યાઓ માટે જાન્યુઆરી-2019 થી લઈને ડિસેમ્બર-2019માં લગ્નના અઢળક મુહૂર્તો આવી રહ્યા છે. આ વર્ષ કુંવારા લોકો માટે અચ્છે દિન લઈને આવી રહ્યું છે.

આ રહ્યા સૌથી શ્રેષ્ઠ લગ્ન મૂહૂર્ત….

(1) જાન્યુઆરી મહીનો


તારીખ : 17, 18, 22, 23, 25 અને 29 જાન્યુઆરી લગ્ન માટે ખૂબ જ શુભ દિવસો છે.

(2) ફેબ્રુઆરી મહીનો


તારીખ: 9, 10, અને 21 શ્રેષ્ઠ દિવસો છે.

(3) માર્ચ મહીનો


તારીખ: 7, 8, 9 અને 12 શુુભ દિવસો.

(4) એપ્રિલ મહીનો


તારીખ: 16, 17, 18, 19, 20 અને 22

(5) મે મહીનો


તારીખ: 6, 7, 12, 13, 17, 18, 19, 28, 29 અને 30

(6) જૂન મહીનો


તારીખ: 8, 9, 10, 11, 12, 16, 24 અને 25

(7) જુલાઇ મહિનો


તારીખ: 7, 8, 10 અને 11

(8) ઑગસ્ટ મહિનો


ઓગષ્ટ મહિનામાં લગ્ન પ્રસંગ માટે એકપણ દિવસ શુભ નથી.

(9) સપ્ટેમ્બર મહિનો


સપ્ટેમ્બર મહિનામાં લગ્ન પ્રસંગ માટે એકપણ દિવસ શુભ નથી.

(10) ઑક્ટોબર મહીનો


ઓક્ટોબર મહિનામાં પણ લગ્ન પ્રસંગ માટે એકપણ દિવસ શુભ નથી.

(11) નવેમ્બર મહિનો


તારીખ: 19, 20, 21, 22, 23, 28 અને 30

(12) ડિસેમ્બર મહિનો


તારીખ: 11 એક જ દિવસ શુભ છે.

● ગુરુ ગ્રહના આધારે સંબંધનો આધાર જોવામાં આવે છે. શુક્ર ગ્રહને સૌભાગ્ય, સમૃદ્ધિ અને જીવન પર્યન્ત યૌવનની દ્રષ્ટિને જોડીને જોવામાં આવે છે.
● જ્યારે લગ્ન કાર્યો આ ગ્રહોની ઉપસ્થિતિમાં થાય છે તો ધર્મ, જ્ઞાન, બુદ્ધિ, સ્વાસ્થ્ય, દીર્ઘાયુંની પૂર્ણતા પ્રાપ્ત થાય છે.
● જ્યોતિષી લગ્ન અને માંગલિક કાર્યોના મુહૂર્ત શોધતી વખતે ગુરુ અને શુક્ર અને ગુરુ અસ્ત અને ઉદય છે કે નહીં તે જોતા હોય છે.

Leave a Reply

error: Content is protected !!