આ રહી મોદી સરકારની 2019ની 6 મોટી ભેટ, છેલ્લી ભેંટ તો અમુલ્ય છે

મિત્રો આમ હવે નવા વર્ષને ત્રણ ચાર દિવસ જ બાકી રહ્યા છે. નવા વર્ષે વડપ્રધા શ્રી મોદીજી એક થી વધુ એવી 6 મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. અને હા સૌથી મોટી ભેટ ઉનીવર્સલ બેસિક ઇનકમ હોઈ શકે છે જેમાં દેશના કરોડો લોકોના ખાતામાં નક્કી કરેલ અમુક રકમ મળશે અને ઘણા એવા પણ નિર્ણય છે જે લાગુ પડવાથી તમારા ખિસ્સામાં પૈસાની બચત થશે. અને ચાલો આજે જાણીએ  એવા 6 નિર્ણયો વિશે.

દરેક ખાતામાં આવશે પૈસા

ઘણા સમય થી એક સ્કીમ ની ચર્ચા cહાલે છે જી હા મિત્રો નવા વર્ષમાં મોદી સરકાર ઉનીવર્સલ બેસિક ઈનકમ (UBI) સ્કીમની આ મોટી ભેટ આપી શકે છે. પરંતુ હાલમાં અલગ-અલગ મંત્રાલયો પાસે મંતવ્ય માંગવામાં આવ્યા છે. અને આ સ્કીમમાં સરકાર દેશના દરેક નાગરિકને કોઈ પણ શરત વગર નક્કી કરેક રકમ આપે છે. જે હેઠળ 10 કરોડ લોકો સામેલ થઇ શકે છે. આપણે એવી આશા રાખીએ કે નવા વર્ષના બજેટમાં આ મોટી યોજનાની જાહેરાત થઇ શકે છે.

જીવનજરૂરિયાતના સામાન થઇ જશે સસ્તા

આપણા દેશના નાણામંત્રી અરુણ જેટલીએ હાલમાં જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષના 18 ટકાના સ્લેબને સમાપ્ત કરવાના સંકેત આપ્યા હતા. અને સાથે સાથે તેમને એવું પણ કીધું હતું કે આવનારા સમયમાં a અને નવા વધુ સારા સ્લેબનો હશે. એટલે કે જે પ્રોડક્ટ અત્યારે 18 ટકાના સ્લેબમાં છે તેનું જી.એસ.ટી કપટ થઇ શકે છે. જીવનજરૂરિયાતના ઘણા સમાન માં 18 ટકાના સ્લેબમાં સામેલ છે. સરળ ભાષામાં સમજી લઈએ તો આવનારા નવા વર્ષમાં 18 ટકાના સ્લેબમાં આવતા સામાન સસ્તા થઇ જશે.

ઘર ખરીદવાનું સપનું થશે પૂરું

મિત્રો જાન્યુઆરીમાં યોજાનારી જીએસટી કાઉન્સિલ બેઠકમાં એક એવો પણ નિર્ણય લઇ શકાય છે કે જેના લીધે નવા વર્ષમાં ઘર ખરીદવાનું થઇ સકે સસ્તું. ખરેખર એવા મકાનો પર જીએસટી ઘટાડવા ની તૈયારી ચાલી રહી છે કે જે મકાનો બની રહ્યા છે અથવા પછી કમ્પ્લીશન ની રાહ જોઈ રહ્યા છે. એટલે નવા વર્ષમાં ઘર ખરીદવું એ પેલા કરતા વધુ સરળ અને સસ્તું થઇ જશે.

મોબાઈલની જેમ રીચાર્જ થશે વીજળી બીલ

મિત્રો હવે નવા વર્ષથી તમે તમારા મોબાઈલની જેમ વીજળીનું બીલ પણ રીચાર્જ કરી શકશો. હાલમાં જ ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે 1 એપ્રિલ, 2019થી બધા જ રાજ્યોમાં સ્માર્ટ પ્રીપેડ મીટર ફરજીયાત કરવાની યોજના પર કામ થઇ રહ્યું છે. મોબાઈલ ફોનની જેમજ તેમાં પણ પ્રીપેડ વીજળી રીચાર્જ કાર્ડ આપવામાં આવશે કહેવાનો અર્થ છે કે હવે ગ્રાહક 30 દિવસ માટે ફરજીયાત ચુકવણી ના બદલે, એટલી જ ચુકવણી કરશે જેટલી વીજળીનો તે ઉપયોગ કરશે.

ITR ફોર્મ ભરવાની પરેશાની થી છુટકારો

તમને ખબર જ છે કે IRT ફોર્મ ભરવામાં લોકોને ઘણીબધી મુશ્કેલી થાય છે. પરંતુ હવે નવા વર્ષમાં તમારી આ પરેશાની દુર થઇ શકે છે. ખરેખર, કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ ના ચેરમેન સુશીલ ચંદ્રાએ જણાવ્યું છે કે ટેક્સ રીટર્ન ફાઈલ કરનારા લોકોને ટુક સમયમાં જ પહેલાથી ભરેલા IRT ફોર્મ મળશે. જેથી તમને પહેલા થી ભરેલું ITR ફોર્મ મળશે અને તમારે તેમાં ફક્ત સુધારા જ કરવા પડશે.

ફસાયેલ પૈસા સરળતાપૂર્વક કાઢી શકશો

ઘણી વખતે લોકોને ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે પૈસા ફસાઈ જાય છે અથવા વાંધો આવે છે. આ મુશ્કેલી દુર કરવા માટે રીઝર્વ બેંક નવા વર્ષમાં ડીજીટલ શરૂઆત કરી શકે છે. અને તે તમારા ઓનલાઈન પેમેન્ટ કે અન્ય જગ્યાએ પૈસા ફસાયા હોઈ તો તેમાં ફરિયાદ કરી શકશો. આ લોકપાલ તમારી સમસ્યા દુર કરવામાં મદદ કરશે.

 

Leave a Reply

error: Content is protected !!