આ ગુરુએ કરી 2019નાં વડાપ્રધાનની ભવિષ્યવાણી – જાણી લો કોણ બની શકે છે નવા પી.એમ.

વર્ષ 2019માં યોજાનાર લોકસભાની ચુંટણીનો જંગ અત્યારથી જ શરૂ થઈ ગયો છે. ઠેરઠેર રેલી અને મહાસભાઓ થવા લાગી છે. દરેક પક્ષ પોતાની સ્થિતને મજબૂત બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. બધા પક્ષ પોતાના પ્રચાર-પ્રસાર માટે સોશિયલ મીડિયા પર સક્રિય થઈ ગયા છે. આ બધા વચ્ચે એક નવી ભવિષ્યવાણી થઈ છે. આ ભવિષ્યવાણી 2019નાં પ્રધાનમંત્રી વિશે છે. જી હાં, આ ભવિષ્યવાણી સ્વામી રામાનંદાચાર્યએ કરી છે. આ પહેલા પણ તેઓ ઘણી સચોટ અને સાચી આગાહી કરી ચુક્યા છે.

ગુરૂ શ્રી સ્વામી રામાનંદાચાર્ય 22 ભાષાઓનું જ્ઞાન ધરાવે છે. એ જાણે છે કે આગામી સમયમાં કોણ વડાપ્રધાન બનવાનું છે? કારણ કે તેમણે આ પહેલા કરેલી ભવિષ્યવાણીઓ પણ સાચી પડી છે. લોકોને એમના શબ્દોમાં વિશ્વાસ છે.

2019માં યાજાનાર લોકસભા ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ એમ બન્ને માટે મહત્વપૂર્ણ રહેશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂટણીમાં કોંગ્રેસનું પલડું ભારે રહ્યું હતું તેમજ આગામી લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ મહા-ગઠબંધન કરવાની તૈયારીમાં છે. તેથી આ લોકસભાની ચૂંટણી ભાજપ માટે આસાન નહીં હોય. હાલમાં ભાજપનાં કપરા દિવસો ચાલી રહ્યા છે તેમજ ચૂંટણી અંગે દરરોજ નવા-નવા સમીકરણો સામે આવી રહ્યા છે તેથી બધા અલગ-અલગ તર્ક-વિતર્ક લગાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ગુરૂ સ્વામી રામાનંદાચાર્ય એ ગુરૂ છે કે જેમણે તુલસી પીઠની સ્થાપના કરી હતી. સંત મહાત્મા જગતગુરૂ રામાનંદાચાર્યના નામથી તેઓ જાણીતા છે. માત્ર બે વર્ષની ઉંમરમાં એમની આંખોની રોશની જતી રહી હતી અને તેઓ પ્રજ્ઞાચક્ષુ બન્યા હતા. ગુરૂદેવે આગામી ચૂંટણીમાં કોણ વડાપ્રધાન બનશે એની આગાહી કરી છે.

ગુરૂદેવે વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધું છે. એટલે કે તેઓ ફરી એકવાર વડાપ્રધાન બનશે. કદાચ તમને લાગતું હશે કે સ્વામીજી હવામાં તીર ચલાવે છે, પરંતુ એવું બિલકુલ નથી. આ પહેલા પણ એમણે રામનાથ કોવિંદ પર ભવિષ્યવાણી કરી હતી કે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બનશે અને ભવિષ્યવાણી એકદમ સાચી પડી હતી. તે પછી ઘણા લાંબા સમય બાદ તેમણે આ ભવિષ્યવાણી કરી છે કે, શ્રી નરેન્દ્ર મોદી જ ભારતના આગામી વડાપ્રધાન બનશે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!