પહેલા પેટ્રોલ પમ્પ પર કામ કરતી હતી આ જાણીતી બોલીવુડની હિરોઈન

બોલીવૂડની દુનિયા ગ્લેમરની દુનિયા છે. આ દુનિયાની ચમક-દમક બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે. એમાં કામ કરનાર લોકોની લાઈફ સ્ટાઈલ જોઈને બધા જ એમની જેવા બનવા ઈચ્છે છે. આ દુનિયા જેટલી ચમકથી ભરેલી છે, એટલા જ અંધકાર ભર્યા રાઝ આ દુનિયામાં છુપાયેલ છે. બૉલીવુડમાં સફળતા મેળવવાનાં સપના તો બધા જુવે છે, પણ બધાને સફળતા નથી મળતી.

બોલીવુડમાં ઘણા કલાકારો એવા છે કે જેમણે સફળતા મેળવવા માટે ખૂબ મહેનત કરી છે. જ્યારે આનાથી ઉલ્ટું કેટલાક એવા લોકો પણ છે કે જેને તૈયાર ભાણું મળી ગયું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હજુ પણ એવા ઘણા કલાકારો છે કે જે સતત સંઘર્ષ કરી રહ્યા છે. જેમ કે અભિષેક બચ્ચન. જ્યારે એવા પણ લોકો આવે છે કે જેની પાસે ટેલેન્ટ છે એમ છતાં ચાન્સ નથી મળતો.

સફળતા મેળવવા માટે ખૂબ સંઘર્ષ કર્યો :

આજે અમે તમને બોલીવુડ દુનિયાની એક સાચી સંઘર્ષ ગાથા જણાવવા જઈ રહ્યા છીએ. આ દુનિયા બહારથી ભલે રળિયામણી લાગે, પણ ખરેખર ! ત્યાં પહોંચવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. આજે આપણને દરેક દિગ્ગજ અને લોકપ્રિય હીરો-હિરોઇનની સફળતા એકદમ આસાન લાગે પણ, જો આપણે એની પાછળની જીંદગી જોઈએ તો ઘણી મહેનત અને સંઘર્ષ દેખાય. આજે અમે તમને બોલીવુડની એક એવી અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે એક સમયે પેટ્રોલ પમ્પ પર કામ કરતી હતી.

મુગ્ધા ગોડસેની સંઘર્ષ કથા:

અર્થશાસ્ત્ર મુગ્ધાનો મનગમતો વિષય હતો :

જી હાં, આપણે વાત કરી રહ્યા છીએ ફેશનમાં કામ કરનાર અભિનેત્રી મુગ્ધા ગોડસેની. મુગ્ધા હાલમાં 32 વર્ષની થઈ ગઈ છે. મુગ્ધા એક સાધારણ કુટુંબને બિલોન્ગ કરે છે. તેણીએ પુણેથી કોમર્સમાં ગ્રેજ્યુએટ કર્યું. કોલેજ દરમિયાન મુગ્ધાનો મનપસંદ વિષય અર્થશાસ્ત્ર હતો. તેણીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે અર્થશાસ્ત્રનો ક્લાસ ક્યારેય મિસ નહોતી કરતી. મુગ્ધાએ બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરી એ પહેલા તેણી મોડલિંગ કરતી હતી.

પેટ્રોલ પમ્પ પર મળતા હતા રૂ.100 :

મુગ્ધાએ પોતાના વિશે આગળ જણાવ્યું કે, તેણી પોતાના શરૂઆતનાં દિવસોમાં એક પેટ્રોલ પમ્પ પર કામ કરતી હતી. ત્યાં તેણીને પેટ્રોલ વેચવાના રૂપિયા 100 મળતા હતા. મુગ્ધાને પહેલીવાર સફળતા વર્ષ 2002માં ગ્લેડરેગ્સમેગા મોડલ હંટ જીતીને મળી હતી. આ હંટ પછી જ મુગ્ધા લાઈમ લાઈટમાં આવી અને વર્ષ 2002માં બેસ્ટ મોડલ અને મિસ ઈન્ડિયામાં નેશનલ કોસ્ચ્યુમનો ખિતાબ મળ્યો. ત્યારબાદ એમના જીવનમાં પરિવર્તન આવ્યું. તેણીનાં નસીબ ખુલ્યા અને રાતોરાત લોકપ્રિય થઈ ગઈ.

તમને જણાવી દઈએ કે, ‘ફેશન’ અને ‘ઓલ ધ બેસ્ટ’ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કરી ચુકેલી ભૂતપૂર્વ બ્યુટિ ક્વીન મુગ્ધા ગોડસેએ કહ્યુ છે કે, તે ટેલિવીઝન પર તક મળે તો શાનદાર ટીવી શો કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે ટેલિવિઝન કાર્યક્રમની લોકપ્રિયતા વધી રહી છે. સ્મોલ સ્ક્રીનની બોલબાલા સતત વધી રહી છે. તેનુ કહેવુ છે કે, તેની ઇચ્છા એક કાલ્પનિક ટીવી શો કરવાની છે.

મિત્રો, લેહરો સે ડરકર નૌકા પાર નહિ હોતી… કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી…

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ પ્રેરણાદાયી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!