શું તમે જાણો છો? અંબાણીનાં જુડવા બાળકોના નામ રાખવા પાછળ છે આ દિલચસ્પ કહાની…

સામાન્ય માણસ હોય કે ધનવાન, દરેક માતા-પિતા પોતાના બાળકોના નામ ખૂબ જ સમજી-વિચારીને રાખે છે. દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીનાં જુડવા બાળકો ઈશા અને આકાશ અંબાણીનાં નામકરણ પાછળ એક દિલચસ્પ વાત છુપાયેલ છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ પોતે જ આ બંને બાળકોના નામ રાખ્યા છે.

તો ચાલો જાણીએ નામકરણ પાછળની રસપ્રદ વાત. નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ઈશા અને આકાશનાં જન્મ પહેલા તેઓ અમેરિકામાં હતા. એમને ત્યાં જ એકલા છોડીને મુકેશ અંબાણી કોઈક કામ અર્થે ઈન્ડિયા પરત આવ્યા. ત્યારે એમને ફોન આવ્યો કે તમારે પાછું અમેરિકા આવવું પડશે.

કારણ કે હવે બાળકને જન્મ આપવાનો સમય પાકી ગયો હતો. એ જ વખતે મુકેશ અંબાણી પોતાની માતા અને ડોક્ટર સાથે સ્પેશિયલ પ્લેન દ્વારા અમેરિકા જવા રવાના થયા. એટલામાં એમને રસ્તામાં જ સમાચાર મળ્યા કે નિતાએ એકસાથે બે બાળકોને જન્મ આપ્યો છે.

પાયલટે આવીને જણાવ્યું કે, એમના ઘરે એક દિકરો અને એક દિકરીનો જન્મ થયો છે. બંને જુડવા છે. ત્યારબાદ પ્લેનમાં ઉત્સવનો માહોલ જામી ગયો. જ્યારે મુકેશ અંબાણી નીતા પાસે પહોંચ્યા તો એમણે કહ્યું કે, હું આપણાં બાળકોના નામ રાખીશ.

ત્યારે મુકેશ અંબાણીએ કહ્યું હતું, ‘ જ્યારે પ્લેન પહાડની ઉપર ઉડી રહ્યું હતું, ત્યારે મને આ શુભ સમાચાર મળ્યા છે. એટલે આપણી દિકરીનું નામ ”ઈશા” રાખીશું. જણાવી દઈએ કે ‘ઈશા’નો મતલબ ‘પહાડોની દેવી’ થાય છે. તો વળી, દિકરાનું નામ ‘આકાશ’ એટલે રાખ્યું કે, ત્યારે તેઓ આકાશમાં ઉડી રહ્યા હતા. વાહ ! ગુજરાતી વાહ…

આકાશ અંબાણી રિલાયન્સ જિયોમાં પ્રોજેકટ હેડ-ડાયરેક્ટર છે. ઈશા પણ રિલાયન્સ ટેલિકોમ અને રિટેલ કંપનીમાં ડાયરેક્ટર છે. હાલમાં તેણી રિલાયન્સ જિયોની જવાબદારી સંભાળી રહી છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ અનોખો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!