સૌથી ધનવાન વ્યક્તિના બાળકો પણ છે આટલું ભણેલા -ક્લિક કરીને વાંચો અંબાણીના બાળકોના ભણતર અને શોખ વિશે

ઘણીવાર તમને લોકો અથવા વડીલો કહેતા હોય કે ભણો ભણ્યા વગર કાઈ નહિ થાય. ઘણીવાર આપણે સાંભળેલ પણ હોઈ અને સમય જતા આપણા સમજાવતા પણ હોઈ કે તમે ભણી ને એ કરી બતાઓ જે અમે નથી કરી શક્યા. પહેલાના સમયમાં ભણતર અને કારકિર્દી ને જોડી દેવામાં આવતું અને આજે બન્ને અલગ વસ્તુ થય ગયું છે.

જો તમારામાં દ્રઢ નિશ્ચિત, હિમ્મત અને સખત મહેનત કરવાની તાકાત હોઈ તો આજકાલ ભણતર ઓછું હોઈ તો પણ સફળ થઇ શકો છો. પરંતુ બધા એમ જ સફળ નથી થતા ક્યારેક એવું પણ લાગવા લાગે કે ભણ્યા હોત તો સારું હતું. અને આમ પણ  અમીરો પાસે એટલા અઢળક પૈસા હોઈ કે તેમની આગળની સાત પેઢી થી પણ નો ખૂટે. તેમ છતાં આટલા અમીર મુકેશ અંબાણીએ પોતાના બાળકોને ભણાવ્યા ને..અને આજે ભણી ને તેમના સંતાનો તેમને ધંધા માં મદદ પણ કરે છે. ચાલો જાણીએ મુકેશ અંબાણીના પુત્રો નું ભણતર.

૧.ઈશા અંબાણી.

ઈશા જયારે ૧૬ વર્ષની હતી ત્યારથી જ તેમની ગણતરીએ ફોર્બસની યાદીમાં સામેલ હતી. ઈશાનું ભણતર જોઈયેતો તેમને યેલ યુનિવર્સીટીમાં સાયકોલોજી પર ડીગ્રી મેળવેલ છે. ઈશા ભણતર પતાવ્યા પછી તેમના મમ્મી નીતા અંબાણી સાથે એનજીઓમાં મદદ કરવા નું ચાલુ કર્યું. ઈશા આર્ટ, સ્પોર્ટ્સ અને ખાસ બિઝનેસ જેવા વિષયોમાં રસ ધરાવે છે. અને ઘણાબધા એવોર્ડ પણ મેળવેલ છે.

 

૨. આકાશ અંબાણી.

હાલ માં ધોમધકાર ચાલતો બિઝનેસ સાંભળનાર આકાશ અંબાણી ને તો તમેઓ જાણતા જ હસો. હાલમાં તે પોતાના પિતાને મદદ કરી રહ્યો છે. જો વાત કરીએ તેમના ભણતરની તો તેમને બ્રાઉન યુનિવર્સીટીમાંથી ઇકોનોમિક વિષય પર ડીગ્રી મેળવેલ છે. તેમને ફોટોગ્રાફી નો પણ ઘણો બધો શોખ ધરાવે છે. તેઓ જીઓના વ્યવસાય સાથે સાથે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી પણ કરે છે.

૩.અનંત અંબાણી.

હજુ થોડા સમય પહેલા જ વજન ઉતારવાના મામલે ઓળખીતા થયા છે એવા અનંત અંબાણી ને તો તમે જનતા જ હશો. અનંત અંબાણીએ માત્ર ૧૮ મહિનામાં જ ૧૦૮ કિલો વજન ઘટાડી નાખેલું. અનંત અંબાણી ત્રણેય ભાઈ-બેન માં સૌથી નાના ભાઈ છે. તેને પણ બ્રાઉન યુનિવર્સીટીમાંથી જ ડીગ્રી મેળવેલ છે. અનંત બાલાજીના ભક્ત છે, નવા કામ ની શરૂઆત પહેલા બાલાજીના દર્શન કરવાનું પસંદ કરે છે. ક્રિકેટમાં પણ શોખ ધરાવે છે. અને મિત્રો સાથે પાર્ટી કરવાનો અલગ જ શોખ ધરાવે છે.

તમે જોયું કે કરોડપતી અંબાણીના પુત્રોએ પણ અભ્યાસ કરેલ છે તો અભ્યાસ નું મહત્વ તમે સમજી જ ગયા હશો. તેથી તમારા બાળકોને અથવા નાના ભાઈ કે બેનને જે વિષય પર વધુ રસ હોઈ તેમાં ભાગ લેવા દેજો અને તેમનું ભવિષ્ય ઉજવળ બને તેવી રીતે મદદ કરજો.

મિત્રો “જ્ઞાન સાથે ગમ્મત” ની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોઈ તો શેર કરવાનું ભૂલતા નહિ….

ધન્યવાદ…!!

Leave a Reply

error: Content is protected !!