આખરે ! ઈશા અંબાણીનાં પતિ આનંદ છે કોણ? અધધ… આટલી મિલકત ના એક માત્ર માલિક છે

ગત 12 ડિસેમ્બરે ઈશા અને આનંદ પીરામલ પરણી ગયા. હમણાં જ પીરામલ પરિવારે ઈશા અને આનંદને 452 કરોડ રૂપિયાનો બંગલો ગિફ્ટમાં આપ્યો છે. ઈશા અને આનંદ હવે આ બંગલામાં જ રહેશે.

અહી ક્લિક કરી જુવો લગ્નના ક્યાંય ના જોયેલા ફોટા

અત્રે ઉલ્લેખનીય છે કે આ લગ્ન લવ મેરેજ હતા. બંને એકબીજાને ઘણા લાંબા સમયથી ઓળખતા હતા. આનંદે મહાબળેશ્વરમાં ઈશાને પ્રપોઝ કર્યું હતું.

હાલમાં એવી ચર્ચા થઈ રહી છે કે, આખરે ! આનંદ પીરામલ છે કોણ? આજે અમે તમને જણાવીશું આનંદ પીરામલ અને એમના બિઝનેસ વિશે.

અંબાણી ખાનદાનનાં જમાઈ આનંદ પીરામલ એન્ટરપ્રાઇઝેઝનાં માલિક અજય પીરામલનાં પુત્ર છે અને પોતાની કંપનીમાં એક્ઝેક્યુટિવ ડાયરેક્ટરનાં પદ પર છે. પોતાના પિતા અજય પીરામલ સાથે જ આનંદ પીરામલ સમગ્ર બિઝનેસ સંભાળે છે.

ઈશા અંબાણીનાં પતિ આનંદ પીરામલ યુવા-વિચારોની સાથે બિઝનેસને આગળ વધારી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આનંદ પીરામલ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા છે. સાથે જ આનંદે હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં MBA પણ કર્યું છે.

અહી ક્લિક કરી વાંચો મુકેશ -નીતા અંબાણી ની લવ સ્ટોરી

હાલમાં આનંદ પીરામલ એન્ટરપ્રાઇઝેઝમાં રિયલ એસ્ટેટ બિઝનેસ સંભાળી રહ્યા છે અને સ્ટાર્ટઅપ બિઝનેસમાં પણ વિશેષ આવડત ધરાવે છે. આનંદ પીરામલે થોડા સમય પહેલા જ બે સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે. પહેલું સ્ટાર્ટઅપ છે પીરામલ ઈ-સ્વાસ્થ્ય, કે જે હેલ્થકેર સ્ટાર્ટઅપ છે. તો બીજું સ્ટાર્ટઅપ છે પીરામલ રિયલ્ટી, આ એક રિયલ એસ્ટેટ સ્ટાર્ટઅપ છે.

આનંદ પીરામલ પણ પોતાના પરિવારમાં એકના એક પુત્ર છે. એમના પરિવારમાં માતા સ્વાતિ, પિતા અજય પીરામલ અને એમની મોટી બહેન નંદિની પીરામલ છે.

પીરામલ પરિવારનાં મુખિયા અજય પીરામલ દેશના 22માં અને દુનિયાના 404માં સૌથી ધનિક માણસ છે. અજય પીરામલની કુલ સંપત્તિ 4.5 બિલિયન ડોલર છે. એમની કંપની દેશભરમાં ફાર્મા, હેલ્થકેર અને ફાઈનાન્સ સર્વિસ ક્ષેત્રમાં કામ કરે છે અને આખા દેશમાં એમની લગભગ 30 બ્રાન્ચ છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!