આ ચાર ભારતીય ક્રિકેટરોની ખરાબ આદતો વાંચવી જ રહી – તમને ખબર નહિ જ હોય

‘દુનિયા મેં દો તરહ કે લોગ હોતે હૈ – અચ્છે ઔર બુરે!’ આ ડાયલોગ તો સાંભળ્યો જ હશે. ‘માય નેમ ઇઝ ખાન’માં શાહરૂખ ખાન એના સ્પેશિયલ અંદાજમાં ફટકારે છે. વાતેય સાચી છે. કોઇ પણ વ્યક્તિ સિક્કા જેવી છે કે જેની બે બાજુઓ હોય છે, સારી અને ખરાબ. પુરાણથી લઇને ઇતિહાસ સુધી અને ઇતિહાસથી વર્તમાન સુધી, તમારી આસપાસના લોકો અને હાં, ખુદ તમે પણ આ ફેક્ટરથી બાકાત નથી. બની શકે કોઇ વ્યક્તિમાં બુરાઇ વધારે અને અચ્છાઇ વધારે હોય અથવા તો ધૃષ્ટતા ઓછી અને સજ્જનતા વધારે પણ હોય. પણ હોય તો બંનેની મોજુદગી!

આ વાત ભારતીય ક્રિકેટરોને પણ લાગુ પડે છે. અચ્છાઇ-બુરાઇ તો એમની જે હોય તે, પણ વાત અમુક ક્રિકેટરોમાં છવાયેલી ખરાબ આદતો વિશે છે. હાલની ભારતીય ટીમના એવા યુથ આઇકોન, જેઓ અમુક એવી ખરાબ આદતોના બંદી છે કે એમના ફેન પણ ચોક્કસ એ જાણીને ઝટકો ખાઇ જશે. આવો જાણીએ એવા ભારતીય ટીમના ‘આદત સે મજબૂર’ ક્રિકેટરોનું લીસ્ટ :

(1) કે.એલ.રાહુલ –

ગઇ સિઝનની આઇપીએલમાં અને ભારતની કેટલીક આંતરરાષ્ટ્રીય મેચોમાં રાહુલનું પર્ફોમન્સ એકદમ હટકે રહ્યું છે. લોકોને એક પ્રતિભાશાળી બેટ્સમેનની તેનામાં ખોજ સાંપડી છે. વિરોધી ટીમને ઘણી વાર શિકસ્ત આપી ચુકેલા બેટ્સમેન કે.એલ.રાહુલ કેટલીક તસ્વીરો મીડિયામાં વાઇરલ થઇ છે, જેમાં તે મોંઘી શરાબનું સેવન કરતો નજરે ચડી રહ્યો છે. અબ યે તો બુરી આદત હૈ…!

(2) વિરાટ કોહલી –

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને પ્રમુખ બેટ્સમેન વિરાટ કોહલીએ મેળવેલી અદ્ભુત સિધ્ધીઓ આંજી નાખે તેવી છે એ ચોક્કસ પણ વિરાટની અમુક વાઇરલ તસ્વીરો એમની ઇતર બાજુ ઉજાગર કરે છે જે વિરાટ કોહલીની શરાબી આદતથી મઢેલી છે! વિરાટને અલગ-અલગ બ્રાન્ડની કિંમતી શરાબ પીવાનો શોખ હોવાનું બહાર આવેલ છે.

(3) એસ.શ્રીસંત –

ભારત પાસે ફાસ્ટ બોલરોની પસ્તાળ નથી. એવા અમુક જ ફાસ્ટ બોલર છે જે વિરોધી ટીમને ડારવા માટે સક્ષમ કહી શકાય. શ્રીસંતની ગણના પણ એવા જ ફાસ્ટ બોલરમાં થતી હતી. પણ સ્પોટ ફિક્સીંગની અવળજાળમાં ફસાઇને તેણે પોતાની કારકિર્દી લીલામ કરી દીધી. આ એક બહાર આવેલી વાત છે. તદ્દોપરાંત, શ્રીસંતને શરાબનો પણ ઘણો શોખ છે. વધુ પડતી શરાબ પીવાને તે જાણીતો છે.

(4) વિનોદ કાંબલી –

પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી બધાંને યાદ હશે. સચીન તેઁડુલકર સાથેની તેની યાદો હજી બધાના મનમાં તાજી જ હશે. વિનોદ કાંબલી અને સચિન તેઁડુલકરની ઓપનર જોડીએ ઘણાં વિક્રમસર્જક દાવ ખેલ્યાં છે. બંનેની જોડી બહુ જાણીતી હતી. વિનોદ કાંબલી ‘બેડ બોય’ તરીકે પણ ઓળખાતા, જે તેમની ફાયરબ્રાન્ડ બાજુ હતી. અનેક પ્રકારના વિવાદોમાં તેનું નામ આવતું. વળી શરાબ અને સિગારેટ તેમના વ્યસનો હતાં.

Leave a Reply

error: Content is protected !!