આ પ્રખ્યાત બાળ કલાકાર એક એપિસોડનાં આટલા રૂપિયા લે છે, નંબર-3 તો બધાની ફેવરિટ છે

ટીવી પર આવતી સીરિયલો ઘર ઘરમાં ખુબ જ લોકપ્રિય છે. તમે કેટલીયે સિરિયલોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોયા હશે. આ નાના કલાકારો એક તરફ જ્યાં સિરિયલની વાર્તાને આગળ લઇ જાય છે ત્યાં જ બીજી બાજુ તેઓ પોતાના શાનદાર અભિનય સાથે લોકોને પ્રભાવિત પણ કરે છે. મોટા-મોટા કલાકારો વચ્ચે આ સ્ટાર્સનો રુઆબ પણ કોઈ સેલેબથી ઓછો નથી હોતો, લોકો તેમને ઓળખે છે અને તેમની સિરોયલની આતુરતાથી રાહ પણ જોતા હોય છે. આ બધા વચ્ચે શું તમે જાણો છો કે કમાણીના મામલે આ ચાઈલ્ડ આર્ટિસ્ટ પણ કંઈ ઓછા નથી..

બાળ કલાકારો પોતાના અભિનયથી દર્શકોનાં મન મોહી લે છે. ઘણી ટીવી સિરિયલો તો એવી છે કે જેનાં લીડ રોલમાં બાળ કલાકારો જ હોય છે. જ્યારે કોઈ સિરિયલમાં બાળ કલાકાર મુખ્ય ભૂમિકામાં હોય છે ત્યારે એ સિરિયલ ખૂબ જ હિટ થાય છે. આજકાલ બાળ કલાકારમાં ‘કુલ્ફી કુમાર બાજેવાલા’ નામની સિરિયલ ઘર-ઘરમાં ધૂમ મચાવી રહી છે. પણ તમે જાણો છો કે આ બાળ કલાકારની ફી કેટલી હોય છે? મતલબ, એક એપિસોડ માટે તેઓ કેટલી ફી અથવા પગાર લે છે? નહીં, તો ચાલો અમે તમને જણાવીએ કે આ નાના કલાકારો એક એપિસોડ માટે કેટલા રૂપિયા વસુલે છે?

(1) આર્યન પ્રજાપતિ :


સિરિયલ ‘ઈશ્કબાજ’માં અનિકાનાં ભાઈનું પાત્ર ભજવનાર આર્યન પ્રજાપતિ આજકાલ ઘર-ઘરમાં ફેમસ છે. આ સિરિયલ દરેક પરિવાર જોવે છે. જોકે, હવે આ સિરિયલમાં અનિકાનાં ભાઈને મોટો બનાવી દીધો છે. તેથી આર્યને હવે આ પ્રોગ્રામ છોડી દીધો છે. પરંતુ જો આર્યનની કમાણીની વાત કરીએ તો તે એક એપિસોડનાં 40 હજાર રૂપિયા વસુલે છે. આ વાત પરથી આપણને આર્યનની લોકપ્રિયતાનો ખ્યાલ આવી જાય છે.

(2) રુહાનિકા :


સિરિયલ ‘યે હૈ મહોબ્બતે’ માં ભલ્લા પરિવારની નાની દિકરીનો રોલ નિભાવનાર રુહાનિકા, જેને આપણે બધા રુહી કે પીહુનાં નામથી ઓળખીએ છીએ. રુહાનિકાની લોકપ્રિયતા એટલી બધી છે કે, સિરિયલમાં પહેલા તેણીએ નાની રુહીનો કિરદાર નિભાવ્યો અને ત્યારબાદ હવે તેણી પીહુનો કિરદાર નિભાવી રહી છે. આ સિરિયલનું સૌથી માનીતું પાત્ર બની ચૂકેલ રુહાનિકા ઘર-ઘરમાં લાડલી બની ગઈ છે. રુહાનિકાની કમાણી વિશે વાત કરીએ તો તેણી એક એપિસોડ માટે 30 થી 45 હજાર રૂપિયા ચાર્જ કરે છે. આ સિરિયલમાં તેણી ઇશીતાની દિકરીનું પાત્ર ભજવી રહી છે.

(3) આકૃતિ શર્મા :


સિરિયલ ‘કુલ્ફી કુમાર બાજેવાલા’માં લીડ રોલ કરનાર કુલ્ફી એટલે કે આકૃતિ શર્મા ખૂબ જ ફેમસ બાળ કલાકાર છે. જી હાં, આકૃતિની ઉંમર હજુ ઘણી નાની છે, પરંતુ પોતાના અભિનયથી તેણીએ દર્શકોના દિલ જીતી લીધા છે. સિરિયલમાં જ્યારે આકૃતિ રડે છે તો લોકો રડવા લાગે છે અને હસે તો બધા એની સાથે હસવા લાગે છે. આકૃતિની કમાણીની વાત કરીએ તો તેણી એક એપિસોડ માટે 35 હજાર રૂપિયા લે છે. સિરિયલ ‘કુલ્ફી કુમાર બાજેવાલા’ની આખી વાર્તા આકૃતિ શર્મા પર નિર્ધારિત છે.

(4) અફાન ખાન :


‘પહેરેદાર પિયા કી’ નામની સીરિયલ શરૂઆતથી જ વિવાદોમાં હતી. ‘પહેરેદાર પિયા કી’માં નાનકડા રતન સિંહનો રોલ કરનારો અફાન ખાન ખૂબ જ જાણીતો થયો છે. અફાનને એક એપિસોડના 40 હજાર રૂપિયા મળે છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!