અકસ્માત જોતા જ મુખ્યમંત્રીએ તાત્કાલિક પગલાં લીધા – ક્લિક કરી માનવતા ના ફોટા જુવો

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગત મોડી સાંજે ગાંધીનગરથી અમદાવાદ જઇ રહ્યા હતા ત્યારે રાયસણ પાસે એક વાહન પલ્ટી ખાય જતા સર્જાયેલ અકસ્માત જોતા તેમણે તરત પોતાનો કાફલો રોકાવી દીધો હતો અને પોતે નીચે ઉતરીને વાહનનાં મુસાફરોના ખબરઅંતર પૂછ્યા હતા. તેમણે મુસાફરોને ત્વરાએ મદદ કરવા માટેની જરૂરી સુચનાઓ અધિકારીઓને આપી હતી.

CM રૂપાણીએ વધુ એક વખત માનવતા દાખવી છે. ગાંધીનગરના રાયસણ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર અને સરકારી બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તે દરમિયાન CM અમદાવાદથી પરત આવી રહ્યા હતા. CMએ ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડ્યા હતા.

રાયસણ રોડ પર થયેલા અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે મુખ્યમંત્રીના કાફલાને ટ્રાફિકમાં હેરાન ન થવું પડે તે માટે પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ટ્રાફિકને હળવો કર્યો હતો પરંતુ વિજય રૂપાણીએ અકસ્માત જોઈને પોતાનો કાફલો રોકી દીધો હતો જે જોઈને સૌ કોઈ અંચબામાં પડી ગયા હતાં.

રાતે 9 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતાં તે દરમિયાન રાયસણ ચોકડી પાસે રોડ ઉપર એક સરકારી બોલેરો ગાડીને અકસ્માત સર્જાયો હતો જે જોઈને વિજય રૂપાણીએ પોતાનો કાફલો રોકી દીધો હતો અને લોકોની મદદ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અક્સમાતમાં કોઈ જ જાનહાનિ થઈ નહોતી. આ ઘટનાનાં ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ પહેલા પણ વર્ષ 2017માં જ્યારે CM રૂપાણીની ટીમ જઈ રહી હતી ત્યારે પણ એક અકસ્માતને જોતા સમગ્ર ટીમને થંભાવી દીધી હતી અને ઇજાગ્રસ્ત મુસાફરોની મદદ કરી હતી.

Leave a Reply

error: Content is protected !!