વિરાટ કોહલી પાસે છે દુનિયાનું સૌથી મોંઘુ પર્સ, આ છે કિંમત – જાણીને દંગ રહી જશો

ભારતીય ક્રિકેટ પ્લેયર્સ પોતાની રમત માટે તો જાણીતા છે જ, પણ એના કરતાંયે પોતાની સ્ટાઈલ અને લાઈફ સ્ટાઈલને લીધે વધુ મશહૂર થયા છે. મેદાનની બહાર એમની સ્ટાઈલ અને બ્રાન્ડ વિશે ચર્ચા થતી રહે છે, લોકો એમની સ્ટાઈલને ફોલો પણ કરે છે.

લોકો પોતાના ફેવરિટ ક્રિકેટર વિશે જાણવામાં ખૂબ જ રસ દાખવે છે, જેમ કે તેઓ શું પહેરે છે? શું ખાય છે? તેમની પાસે કઈ-કઈ ગાડીઓ છે? ખાસ કરીને એ વસ્તુઓની કિંમતો વિશે. ખેલાડીઓની કમાણી તેમજ તેઓ કઈ-કઈ મોટી કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર છે? એના માટે કંપની એને કેટલા કરોડ આપે છે? વગેરે જેવી માહિતી જાણવા માટે લોકો આતુર રહે છે. એવી જ રીતે આજકાલ, કેપ્ટન વિરાટ કોહલીનું પર્સ (વોલેટ) ચર્ચામાં છે. જેની કિંમત જાણીને તમે પણ દંગ રહી જશો. આ પર્સની કિંમતનો અંદાજ પણ નહીં લગાવી શકો તમે.

પર્સ, વોલેટ, પાકીટ જી હાં, જેમાં આપણે પૈસા, એટીએમ કાર્ડ અને અન્ય જરૂરી વસ્તુંઓ રાખીએ છીએ. તમારી પાસે પણ હશે, મોટાભાગના લોકો પાસે હોય છે. જેથી વસ્તુને સુરક્ષિત અને હાથવગી રાખી શકાય. સામાન્ય માણસ રૂ.100 થી લઈને 1000 રૂપિયા સુધીનું પર્સ રાખે છે. પર્સ માટે આટલું બજેટ બરાબર છે, કેમ કે એ તો ખિસ્સામાં પડ્યું જ રહેવાનું છે. આજુબાજુ જોતા ખ્યાલ આવશે કે લગભગ બધા લોકો સસ્તું અને ટકાઉ પર્સ જ ખરદે છે. કેટલાક લોકો તો ફક્ત બ્રાન્ડનાં નામથી વુડલેન્ડનું પર્સ લઈ લે છે. ગામડાની મહિલાઓ તો આજે પણ કપડાંની નાનકડી થેલી અથવા રૂમાલમાં પૈસા બાંધીને બ્લાઉઝમાં છુપાવી દે છે. પણ શું તમે જાણો છો કે વિરાટ કોહલીનાં પર્સની કિંમત કેટલી છે? જેમાં તેઓ પોતાનો મોબાઈલ, એટીએમ કાર્ડ, આઈડી કાર્ડ તેમજ અન્ય જરૂરી ચીજવસ્તુઓ રાખે છે.

પર્સની કિંમતમાં તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદી શકો.


તમને કદાચ અનુમાન લગાવવાનું કહેવામાં આવે, તો તમે કહેશો કે, એ સ્ટાર છે એટલે પાંચેક હજાર રૂપિયાનું પર્સ એટલે કે પાકીટ રાખતા હશે. કેટલાક અન્ય લોકો આને દસ હજાર અને ક્રિકેટ રસિયા 40-50 હજારની કિંમત લગાવી શકે. પરંતુ આ બધા અનુમાન અને કિંમત ખોટી છે. કારણ કે વિરાટ કોહલીના હાથમાં જે પર્સ દેખાય છે એની કિંમત ખૂબ જ વધુ છે. આ પર્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં એટલી વધુ છે કે જેની કિંમતમાં તમે એક સેકન્ડ હેન્ડ મારુતિ કાર ખરીદી શકો છો. આ પર્સની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 1250 ડોલર છે. જેને દુનિયાનું સૌથી મોંઘુ પર્સ ગણવામાં આવે છે, જી હાં, આ પર્સની કિંમત લગભગ 85 હજાર રૂપિયા છે.

આ પર્સ ફ્રાન્સની કંપનીનું છે.


હમણાં જ દક્ષિણ આફ્રિકાથી પરત ફરતી વખતે એરપોર્ટ પર વિરાટ કોહલીનાં હાથમાં એક કાળા રંગનું પર્સ હતું. જેના વિશે એક પ્રસિદ્ધ ફેશન વેબસાઈટ મેન્સએક્સપીએ દાવો કર્યો છે કે વિરાટનું આ પર્સ એટલે કે પાકીટ માર્કેટમાં સૌથી મોંઘુ છે. જેની કિંમત લગભગ 85 હજાર રૂપિયા છે.
આ પાકીટ Louis Vuitton Zippy XL બ્રાન્ડનું છે. આ ફ્રાન્સની એક પ્રખ્યાત બ્રાન્ડ છે, જે લગ્ઝરી બેગ અને પર્સ બનાવે છે. ફક્ત કોહલીનું પર્સ જ નહીં, કોહલી પાસે આવી ઘણી વસ્તુઓ છે કે જે ખૂબ જ મોંઘી છે. તેમની ઘડિયાળથી લઈને કારનું કલેક્શન પણ ખૂબ મોંઘુ છે. કોહલીને ફક્ત મોંઘી કાર જ નહીં, પણ મોંઘા ચશ્માનો પણ શોખ છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!