આ બુઝુર્ગ દંપતિ, 23 વર્ષથી મૈકડોનલ્સમાં દરરોજ બર્ગર ખાય છે. આ છે ખાસ કારણ

લગભગ બધાને ખાવા-પીવાનો શોખ હોય છે. બધા જ નવી-નવી વાનગીઓ ટેસ્ટ કરવા માટે દૂર-દૂર સુધી જતા હોય છે. પણ તેઓ દૂર જતા હોય તો કેટલા દૂર જઈ શકે અને કેટલા દિવસ સુધી જઈ શકે? પણ એક પતિ-પત્ની એવા છે કે જેઓ દરરોજ બહારનું ખાવાનું ખાય છે એમ છતાં એકદમ ફિટ છે. ખરેખર ! ઉપરવાળાએ દરેક માણસની અંદર અલગ-અલગ પાર્ટ્સ ફિટ કર્યા છે. કોઈ એક દિવસ પણ બહાર ખાય તો પેટ બગડી જાય અને કોઈક દરરોજ બહારનું ખાય એમ છતાં કંઈ નથી થતું. જી હાં, એક બુઝુર્ગ દંપતિ લગભગ છેલ્લા 23 વર્ષથી દરરોજ મૈકડોનલ્સમાં બર્ગર ખાય છે. હવે તેઓ આવું શા માટે કરે છે? એ તો તમને આ પોસ્ટમાં આગળ ખ્યાલ આવી જ જશે. પરંતુ જ્યારે તમે આ તમામ માહિતી વાંચશો તો તમને પણ થશે કે, પેટ અને શોખ માટે માણસ ક્યાંય પણ જઈ શકે અને કંઈ પણ કરી શકે છે..

23 વર્ષથી દરરોજ ખાય છે મૈકડોનલ્સમાં બર્ગર:


બ્રિટનનાં લંડન શહેરમાં રહેતા 83 વર્ષના ટોમ જોન્સ અને એમના પત્ની પૉલિન છેલ્લા 23 વર્ષથી લગભગ 2.5 કિલોમીટર જેટલું ચાલીને મૈકડોનલ્ડ રેસ્ટોરન્ટમાં આવે છે અને કંઈક ને કંઈક ખાયને જાય છે. એમને આ રેસ્ટોરન્ટ સાથે કંઈક ગજબની લાગણી છે કે તેઓ દરરોજ અહીંયા દોડી આવે છે. અઠવાડિયાનાં સાતેય દિવસ આ કપલ અહીંયા આવે છે, જેમાં ટોમને બિગ મૈક બર્ગર ખૂબ જ પસંદ છે એટલે તેઓ બર્ગર ખાય છે. જ્યારે પૉલિન દરરોજ પોતાની પસંદ મુજબ અલગ-અલગ ઓર્ડર કરે છે. એમના ઑર્ડરમાં એક વસ્તુ કોમન એ છે કે, તેમાં ચિકન નગેટ્સ અને બાર્બેક્યૂ ચિકન રૈપ ચોક્કસ સામેલ હોય છે.

આ વિશે પૉલિનનું કહેવું છે કે, આ રેસ્ટોરન્ટની વાનગીઓ તો સ્વાદિષ્ટ છે જ સાથે જ અહીંયાનો સ્ટાફ પણ ખૂબ સારો છે. મને લાગે છે કે આ રેસ્ટોરન્ટ અમારી જ બિલ્ડીંગનો એક ભાગ છે અને અહીંયા કામ કરનાર બધા લોકો મારા પરિવારનાં સદસ્ય જેવા છે. મૈકડોનલ્સ બ્રાન્ચનાં માલિક પૉલ પિયર્સને આ બાબતે મીડિયાને જણાવ્યું કે, આ દંપતિ ઘણા વર્ષો એટલે કે 23 વર્ષથી દરરોજ અહીંયા આવે છે. હવે તેઓ અમારા માનીતા ગ્રાહક બની ગયા છે અને એમના આશીર્વાદથી જ અમારી રેસ્ટોરન્ટ ચાલે છે. અમે હંમેશા એમને સારામાં સારી સેવા આપવા માટે કટીબદ્ધ છીએ.

બુઝુર્ગ હોવા છતાં તબિયત એકદમ ઠીક છે:


સામાન્ય રીતે વ્યક્તિ દરરોજ ફાસ્ટફૂડ ખાય તો એને એસીડીટી, અપચો કે પછી પેટને લગતી અન્ય બીમારીઓ થવા લાગે છે પરંતુ મિસ્ટર એન્ડ મિસિઝ ટોમને આજ સુધી કોઈ બીમારી નથી થઈ. એમને અહીંયા દરરોજ આવવાની આદત પડી ગઈ છે, જ્યારે તેઓ નથી આવતા ત્યારે એમને બિલકુલ નથી ગમતું. એમને અહીંયા આવવું એટલું બધું ગમે છે કે તેઓ દરરોજ 2.5 કિલોમીટર જેટલું ચાલીને આવે છે. હવે આ ફાસ્ટફૂડ એમના જીવવનો ભાગ બની ગયું છે અને એમના ડૉક્ટરનાં કહ્યા મુજબ, દરરોજ ફાસ્ટફૂડ ખાવાથી આ દંપતિ બિલકુલ સ્વસ્થ અને ફ્રેશ રહે છે અને તેઓ બીમારીથી દુર રહે છે.

એક તથ્ય એવું પણ છે કે, કદાચ આ દંપતિ દરરોજ 2.5 કિલોમીટર જેટલું ચાલે છે એટલે એમને આ બર્ગર હજમ થઈ જાય છે અને સાથોસાથ કસરત પણ થઈ જાય છે એટલે તેઓ સ્વસ્થ રહે છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!