આવી હોય છે ધનપ્રાપ્તિ માટેની હસ્તરેખા – ૩ માંથી તમને કોઈ રેખા પ્રાપ્ત થયેલ છે?

કોઇ વ્યક્તિના હાથમાંની રેખાઓ ઉપરથી એના ચરિત્રનું અને ભાગ્યનું તારણ કાઢી શકાય છે.મતલબ કે હસ્તરેખાના અભ્યાસથી જે-તે વ્યક્તિના ભુત-ભાવિ-વર્તમાન વિશે જાણકારી મળી શકે છે.પ્રાચીન ભારતીય જ્યોતિષવિદ્યામાં હસ્તરેખાનો બખુબી સમાવેશ કરાયેલો છે.

હરેક વ્યક્તિની હથેળીમાંની રેખાઓ અલગ-અલગ હોય છે જે તેના જીવનક્ષેત્રના અલગ-અલગ પાસાંઓનું પ્રતિનિધિત્વ કરી રહી હોય છે.જેમ કે ભાગ્યરેખા,પ્રેમરેખા,જીવન રેખા,મસ્તિષ્ક રેખા,હ્રદય રેખા.

અહીં અમે એવી રેખાઓ વિશે જણાવી રહ્યાં છીએ જે સામાન્ય રીતે બધાં માણસોની હથેળીમાં નથી હોતી.માત્ર એ લોકોની હથેળીમાં જ આ રેખાઓ મળી આવે છે જે પોતાની લવ લાઇફ માટે સંવેદનશીલ કે અસુરક્ષિત છે-જેને ધનપ્રાપ્તિના યોગ રહેલા છે.આ રેખાઓ જોઇને તમે અંદાજ લગાવી શકો કે જીવનમાં ધનયોગ છે કે નથી.

હથેળીમાં “X”રેખાનું હોવું –

ઘણીવાર એક હસ્તરેખા બીજી રેખાને છેદતી-કાટતી પસાર થાય છે,આને લીધે “X”નું ચિહ્ન ઉદ્ભવે છે.જો તમારે કે તમારા કોઇ ફેમિલી મેમ્બરની હથેળીમાં આ પ્રકારની રેખા છે તો સમજી લો કે એને ક્યારેય ધનની કમી રહેવાની નથી.એ જે માંગશે એ મળશે.આવા લોકો બહુ શાંત સ્વભાવી અને ક્યારેય ભુલથી પણ કોઇનું હલકું ના વિચારનારા હોય છે.આથી લોકોનો અને પરીવારનો તેને ભરપૂર પ્રેમ મળે છે.આ લોકો પાસે જમીન-જાયદાદની પણ કમી વર્તાતી નથી.

હાથની લકીરોમાં “M”નું નિશાન બનવું –

ઘણા લોકોની હથેળીમાં એમ આકારની રેખાની ઉપસ્થિતી હોય છે.આવા લોકો બીજાની સરખામણીમાં ઘણા અલગ કિસ્મના,સ્વભાવના હોય છે.માત્ર પોતાનું જ સાંભળે છે,એને અનુકરણ કરવાની ટેવ નથી.પોતાના જ બનાવેલા માર્ગ પર ચાલે છે.ઘણા બહાદુર હોય છે આવા લોકો-અડીખમ રહીને ગમે તેવી મુશ્કેલી પાર કરે છે.પોતાની જીદ્દ પર અડીયલ રહેતા આ લોકો એક દિવસ સફળ જરૂર થાય છે.બાવળાના બળથી પૈસો ભેગો કરવાનું જાણે છે.એક દિવસ આ જીદ્દીઓ પોતાની મંઝીલે ઝંડો જરૂર બેસાડે છે!

હથેળીમાં ત્રિકોણનું નિશાન બનવું –

જે વ્યક્તિની હથેળીમાં મસ્તિષ્ક રેખા બે ભાગમાં વહેંચાયેલી હોય છે એની હથેળીમાં ત્રિકોણનું ચિહ્ન બને છે.આવા લોકોના ભાવિમાં કમાયેલા ધનના ઢગલા થાય છે.આત્મવિશ્વાસ આવા લોકોમાં ખુંદી ખુંદીને ભર્યો હોય છે.સમય સમયે એમને ધનપ્રાપ્તિ થઇ જાય છે.આવા લોકો પરિવાર અને જીવનસાથી માટે બધું કરી છૂટવા તૈયાર હોય છે,તેને ભરપૂર પ્રેમ કરનારા હોય છે.

હથેળીમાં શનિ પર્વતનું નિશાન હોવું –

અમુક વ્યક્તિની હથેળીમાં મધ્ય આંગળીઓ પાસે બે કે બેથી વધારે રેખાઓ હોય છે.આને લીધે હથેળીમાં શનિ પર્વતનું ચિહ્ન બને છે.આવા લોકોને સમૃધ્ધિ અને સુખની બેવળી સિધ્ધી મળે છે.તેઓ ઘણા દયાળુ પ્રકૃતિના હોય છે.દાન પુણ્યમાં ઘણો વિશ્વાસ ધરાવે છે.આવા લોકો કોઇનું દિલ દુભાવતા નથી અને પ્રત્યેક માણસનું સન્માન કરે છે.

Leave a Reply

error: Content is protected !!