રાત્રે સુતી વખતે એલચી ખાવાથી થશે આ અદ્ભુત ફાયદાઓ – શિયાળામાં ખુબ જરૂરી

પ્રાચીનકાળથી એલચી સૌથી સુગંધીદાર અને ઉત્તમ મસાલો છે. એલચીનો ઉપયોગ મરી-મસાલામાં વધારે થાય છે. તેનો ઉપયોગ ભારતીય રસોડામાં વિવિધ સ્‍વરૂપે થાય છે. એલચીનો ઉપયોગ રસોઈના મસાલામાં, મીઠાઈમાં, પાન-મસાલામાં, મુખવાસમાં અને શરબત એમ અલગ-અલગ હેતુ માટે થાય છે.

આયુર્વેદ પ્રમાણે એલચીમાં ઘણા ઔષધીય ગુણો સમાયેલા છે. એલચીનો સ્‍વાદ તીખો, પ્રકૃતિ ગરમ અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર, પચવામાં હળવી, કફ નાશક, પિત્ત, વાયુ, લોહીના વિકારો, ખંજવાળ, ઊબકા-ઊલટી, મૂત્રાશયના રોગ, મુખના રોગ, માથાના રોગ અને ઉધરસને મટાડે છે.

એલચીમાં વિટામિન બી, આર્યન અને રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન જેવા આવશ્યક વિટામિન રહેલા છે. એલચી લાલ રક્ત કોશિકાઓ અને સેલ્યુલર મેટાબોલિઝમના ઉત્પાદનમાં વધારો કરે છે. તે એનિમિયાથી લડવામાં પણ મદદ કરે છે. આ સિવાય પણ એલચીના જબરદસ્ત સ્વાસ્થ્ય ફાયદા છે. તો ચાલો જાણીએ એલચી ખાવાના ફાયદા …..

રાત્રે એક-બે એલચી ખાવાના અદ્ભૂત ફાયદા:

● એલચી ચાવીને ખાવાથી અથવા ગરમ દૂધ સાથે લેવાથી પાચનશક્તિ સુધરે છે. ગેસ અને એસિડિટીમાં રાહત થાય છે.

● કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

● હાઈપરટેન્શનથી પીડાતા લોકો માટે એલચીવાળું દૂધ ઉત્તમ છે. એલચી ખાવાથી હૃદયરોગનો હુમલો અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે.

● એલચી તમારાં ફેફસામાં બ્લડ સર્ક્યુલેશન વધારીને શ્વાસ સંબંધિત સમસ્યાઓ જેમ કે, અસ્થમા, ખાંસી અને શરદી વગેરેથી રાહત અપાવે છે.

● મોંમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા માટે એલચી ખૂબ ઉપયોગી છે.

● એલચીના સેવનથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે.

● આર્યુવેદમાં એલચીને એક ગરમ મસાલો ગણાવામાં આવ્યો છે. જે શરીરને અંદરથી ગરમી આપે છે અને કફને બહાર કાઢી તેને ફરીથી છાતીમાં જમા થવા દેતી નથી.

● દૂધ અથવા ગરમ પાણી સાથે એલચીનું સેવન કરવાથી સંધિવા અને માથાનો દુખાવો મટે છે.

● એક કપ એલચીનું દૂધ અથવા એલચીવાળી ચા પીવાથી રક્ત પ્રવાહમાં સુધારો થાય છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!