ઈશા અંબાણીનાં લગ્ન પાછળ અધધ આટલો ખર્ચ થયો. દુનિયાનાં સૌથી મોંઘા લગ્નનાં લિસ્ટમાં સામેલ

રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન પહેલાના પ્રી-વેડિંગ કાર્યક્રમો બાદ ઈશા અંબાણી અને આનંદ પિરામલે બુધવારે એન્ટીલિયામાં લગ્નનાં સાત ફેરા લીધા હતા. જણાવી દઈએ કે આ બંને પરિવારો અરબો રૂપિયામાં રમે છે. એટલે જ ઈશા અંબાણીનાં લગ્નમાં અરબો રૂપિયા ખર્ચ થયા છે. આ લગ્નને દુનિયાનાં સૌથી મોંઘા લગ્નના લિસ્ટમાં સ્થાન મળ્યું છે કારણ કે આ લગ્નમાં કરોડો ખર્ચ થયા છે.

ઈશા અંબાણીના લગ્નમાં આટલો ખર્ચ થયો :


મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પોતાની એકની એક લાડકી દિકરીના લગ્નમાં કોઈ કસર નથી છોડી. આ લગ્ન પ્રસંગે પરિવારની સાથો-સાથ મહેમાનો પણ ખૂબ જ ઉત્સુક હતા. કારણ કે બધાને ખ્યાલ હતો કે આ લગ્ન ખૂબ જ ભવ્ય થશે. હવે મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મુકેશ અંબાણીનાં ખૂબ નજીકના સંબંધીઓ પાસેથી જાણવા મળ્યું છે કે દેશનાં સૌથી મોંઘા લગ્નમાં ઈશા અને આનંદનાં લગ્ન સામેલ થયા છે. આ લગ્ન પાછળ લગભગ 1 કરોડ ડોલરથી વધુ ખર્ચ થયો છે પણ અન્ય સૂત્રો પાસેથી એવા સમાચાર પણ આવી રહ્યા છે કે આ દુનિયાનાં સૌથી મોંઘા લગ્ન બની ગયા છે. જેમાં 10 કરોડ ડોલર એટલે કે લગભગ 723 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. લગ્નમાં તમામ મોટા VVIP મહેમાન આવ્યા હતાં, જેમાં ફિલ્મ જગતથી લઈને રમત-ગમત અને રાજનીતિ જગતનાં તમામ મોટા સેલિબ્રિટીઝ આવ્યા હતા.

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે હૉલીવુડની સ્ટાર સિંગર બેયોન્સને ઈશા અંબાણીની સંગીત સંધ્યામાં પર્ફોર્મન્સ માટે જ 28 કરોડ રૂપિયા આપ્યા હોવાની ચર્ચા છે.

આ લગ્ન અંબાણીના નિવાસસ્થાને એન્ટીલિયામાં થયા હતા. જેને પગલે આખા વિસ્તારમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો કે, પોલીસે કહ્યું કે મહેમાનોની અવર-જવરને કારણે સવારે થોડો ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય હતી. જોકે સિક્યોરીટી એટલી ટાઈટ હતી કે ચેકીંગ વગર કોઈને પ્રવેશ નહોતો મળ્યો. સૂત્રોએ કહ્યું કે, લગ્નમાં લગભગ 600 મહેમાન આવ્યા હતા. આ ઉપરાંત સંગીત સંધ્યા દરમિયાન ઉદયપુરમાં શાહરૂખ ખાને પહેલી વાર પોતાની પત્ની ગૌરી સાથે ડાન્સ કર્યો હતો.

2 રીસેપ્શન પાર્ટીનું આયોજન :


એવું કહેવાય છે કે, લગ્ન બાદ ઈશા અને આનંદ પોતાના નવા ઘરે શિફ્ટ થશે. આ 5 માળના ઘરને આનંદનાં પિતાજીએ વર્ષ 2012માં ખરીદ્યું હતું. હવે આ ઘર પોતાના દિકરા-વહુને સોંપી દીધું છે. મુંબઈના સમુદ્ર કિનારે સ્થિત આ બંગલોની કિંમત 452 કરોડ રૂપિયા છે. ઈશા અને આનંદનાં લગ્નની હજુ એક રીસેપ્શન પાર્ટી થશે. ફરી એક વખત 14 ડિસેમ્બરનાં રોજ જિયો ગાર્ડનમાં બંને પરિવાર અને ખાસ દોસ્તો સામેલ થશે. વળી, 15 ડિસેમ્બરનાં દિવસે પણ જિયો ગાર્ડનમાં એક પાર્ટી યોજાશે જેમાં જિયો કર્મચારી અને ઓફીસવાળા લોકોને આમંત્રણ આપવામાં આવશે.

ભવ્ય અને સૌથી મોંઘા લગ્નની વ્યવસ્થા:

લગ્નમાં હાજરી આપવા માટે દેશ-વિદેશથી મહેમાનો આવ્યા હતા. લગભગ 150 જેટલા ચાર્ટર્ડ વિમાનો ઉદયપુર આવી પહોંચ્યા હતા. આ સમગ્ર સંચાલન માટે 400થી વધુ લગ્ઝરી કાર બુક કરવામાં આવી હતી અને દરેક ડ્રાઇવરને એક ખાસ મોબાઈલ એપ્લિકેશન પણ આપવામાં આવી હતી. જેથી મહેમાનોને તકલીફ ન પડે. પ્રિવેડિંગ કાર્યક્રમનું સમગ્ર સંચાલન કરણ જોહરે કર્યું હતું. આ લગ્ન પ્રસંગમાં અરીજીત સિંહ અને એ.આર. રહેમાન જેવા દિગ્ગજ કલાકારોએ સંગીતના સૂરો રેલાવ્યા હતા.

ઉપરાંત અંબાણી પરિવારને ડાન્સમાં મદદ મળી રહે એ માટે કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ ખડે પગે હાજર રહ્યા હતા. રસોડાની સમગ્ર જવાબદારી ફેમસ શેફ રીતુ દાલમિયાને સોંપાઈ હતી. મહેમાનોની સેવા માટે મનીષ મલ્હોત્રાનું સલૂન 24 કલાક કાર્યરત હતું. સજાવટ માટે રંગબેરંગી તુલીપ ફૂલો વિદેશથી આવ્યા હતા. મહેમાનોનાં મનોરંજન માટે ખાસ પપેટ શોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. બપોર અને રાત્રી ભોજનમાં 400 પ્રકારની ડિશ અને સવારે નાસ્તામાં 200 આઈટમ હતી.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!