ગૌરવવંતા સમાચાર – ભારતનાં ડ્રિમ પ્રોજેકટ ‘ગગનયાન’ ને મંજૂરી, 3 વ્યક્તિ 7 દિવસ રોકાશે અંતરિક્ષમાં

15મી ઓગષ્ટે લાલ કિલ્લા પરથી વડાપ્રધાને 2022 સુધીમાં માનવ સહીત અંતરિક્ષ યાત્રા યોજવાની વાત કરી હતી. ત્યારબાદ ઈસરો દ્વારા તે અંગે તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં ત્રણ વ્યક્તિઓને અંતરિક્ષમાં મોકલવાની યોજના છે. તેથી જ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ઈસરોના મિશન ગગનયાન માટે કેબિનેટે 10 હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત ચોથો દેશ બનશે જે માણસને અંતરિક્ષમાં મોકલશે. કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદે શુક્રવારે જણાવ્યું કે, 2022 સુધીમાં 7 દિવસ માટે 3 ભારતીયોને સ્પેસમાં મોકલવાની યોજના કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. મંજુરી બાદ આ યોજનાને 40 મહિનાની અંદર લોન્ચ કરી દેવામાં આવશે.

અવકાશયાત્રીઓ સાથેના ‘ગગનયાન’ને GSLV Mk-lll રોકેટની મદદથી સ્પેસમાં મોકલવામાં આવશે. જિયોસિન્ક્રોનાઇઝ્ડ સેટેલાઇટ લોંચ વેહિકલ-માર્ક III (GSLV-MK III) ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી ભારે રોકેટ છે અને તેની લોડ ક્ષમતા ખૂબ વધારે છે. આ ડ્રિમ પ્રોજેક્ટમાં ભારતને રશિયા તરફથી મદદ મળશે. આ મિશન દ્વારા અંતરિક્ષમાં જનાર વ્યક્તિઓમાં એક મહિલા અને બે પુરુષ હશે.

આ પહેલા ઇસરોના ચેરમેન કે.સિવને કહ્યું હતું કે, ભારતીય અંતરિક્ષ-યાત્રી લો અર્થ ઓર્બીટમાં (પૃથ્વીથી 300 થી 400 કિમી દૂર) સાત દિવસ સુધી અવકાશમાં રહ્યા બાદ ‘ગગનયાન’ અરબી સમુદ્ર, ગુજરાતનાં સમુદ્ર કિનારે, બંગાળનાં અખાત કે જમીન ઉપર ઉતરશે એવી ધારણા છે.

ત્રણ ભારતીયોને લઇ જવાવાળા ક્રૂ મોડ્યુલ સાથે એક સર્વિસ મોડ્યુલ પણ હશે. આ બંને મોડ્યૂલ્સને ભેગા કરીને ઓર્બિટલ મોડ્યુલ બનશે, જે એડવાન્સ GSLV-MK III રોકેટ દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ મિશનમાં ત્રણ યાત્રીઓ માઇક્રોગ્રેવીટી અને અન્ય પ્રયોગ કરશે. પાછા ફરતા સમયે ઓર્બિટલ મોડ્યુલ પોતાને રિઑરિએંટ કરી લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત પોતાની સૌથી મોટી સિદ્ધિ ટૂંક સમયમાં પ્રાપ્ત કરશે. રાકેશ શર્મા પહેલા જ એવા અવકાશયાત્રી છે જે વર્ષ 1984 એપ્રિલમાં સોયૂઝ T-11 યાન મારફત અવકાશમાં ગયા હતા. આ પ્રોજેક્ટ માટે પ્રથમ ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્માની પણ મદદ લેવામાં આવી રહી છે. ભારતનું પ્રથમ માનવ સહિત અવકાશયાન સ્પેસમાં મોકલવાની સિદ્ધિ ભારત તેની આઝાદીની 75મી વર્ષગાંઠ પહેલા જ હાંસલ કરી લેશે.

ભારત માતા કી જય !

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી અને માહીતી-સભર આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!