ગૂગલે જાહેર કર્યું ટોપ સર્ચ ફિલ્મોનું લિસ્ટ, છેલ્લેથી બીજા નંબર ની ફિલ્મનું નામ યારેય વિચાર્યું પણ નહિ હોય

વર્ષ 2018માં ઘણી બોલિવૂડ ફિલ્મો આવી અને સાથે જ આ વર્ષે ઘણા નવા સ્ટારે પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી, અને પોતાની ફિલ્મો દ્વારા લોકોના દિલમાં જગ્યા બનાવી. વર્ષ પૂરું થવાની તૈયારીમાં છે અને એવામાં હવે ગૂગલે એક લિસ્ટ જાહેર કર્યું છે જેમાં 2018માં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ફિલ્મોનાં 10 નામ છે. તો ચાલો જાણીએ સૌથી વધુ સર્ચ થયેલ ફિલ્મો વિશે…

2.0


સૌથી પહેલા નંબર પર જગ્યા બનાવનાર ફિલ્મ 2.0 છે. રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મ બનાવવા પાછળ 543 કરોડ ખર્ચ થયા છે. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી. ફક્ત બે અઠવાડિયામાં આ ફિલ્મે 700 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી હતી. સાઉથની સાથોસાથ બૉલીવુડમાં પણ આ ફિલ્મ સુપરહિટ રહી છે.

બાગી 2


ફિલ્મ બાગી 2 માં ટાઇગર શ્રોફ અને દિશા પટની મુખ્ય ભૂમિકામાં હતા. આ પહેલા ફિલ્મ બાગીમાં ટાઇગર સાથે શ્રદ્ધા કપૂર જોવા મળી હતી. જણાવી દઈએ કે ટાઇગર પોતાનો ડાન્સ અને ખતરનાક સ્ટંટને લીધે જાણીતા છે અને દિશા પટનીની ખૂબસૂરત એક્ટિંગને લીધે આ ફિલ્મ બૉક્સ ઓફીસ પર સફળ રહી હતી. આ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી હતી અને કમાણી પણ સારી થઈ હતી.

રેસ 2


સલમાન ખાનની ફિલ્મ રેસ-3 ને એટલી સફળતા નથી મળી જેટલી સલમાનની ફિલ્મોને મળે છે, એમ છતાં ફિલ્મે બોક્સ ઓફીસ પર સારુ કલેક્શન કર્યું હતું. અને ગૂગલનાં સર્ચ લિસ્ટમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો. મતલબ, ફક્ત સલમાનને કારણે જ ફિલ્મ ચાલી એમ કહી શકાય.

એવેન્જર્સ ઇન્ફિનિટી વોર


ફિલ્મ ઇન્ફિનિટી વોર એવેન્જર્સ ફિલ્મ સીરીઝ છે, આ ફિલ્મને કારણે ઘણી બૉલીવુડ ફિલ્મોની કમાણી ઉપર પણ અસર પડી હતી. જે રીતે આજકાલ હોલીવુડ ફિલ્મની લોકપ્રિયતા વધી રહી છે એ જોતાં આ ફિલ્મે ગૂગલમાં ચોથું સ્થાન મેળવ્યું છે.

ટાઇગર ઝીંદા હૈ


સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર આ ફિલ્મ રિલીઝ તો વર્ષ 2017માં થઈ પરંતુ વર્ષ 2018માં પણ ઘણી ચાલી તેથી ગૂગલ સર્ચ લિસ્ટમાં એને પણ સ્થાન મળ્યું. ભાઈ, સલમાનનો જાદુ બધે ચાલે છે.

સંજૂ


સંજય દત્તનાં જીવન પર બનેલ આ ફિલ્મ ઘણી હિટ રહી હતી. સંજય દત્તની લાઈફ સાથે જોડાયેલ ઘણી બધી વાતો જોવા-જાણવા માટે દર્શકો થિએટર સુધી પહોંચ્યા હતા. ફિલ્મમાં ડ્રગ એડીક્ટથી લઈને ઘરમાં હથિયાર રાખવા જેવી બાબતો પણ દર્શાવવામાં આવી છે. આ બધું જોવા માટે દર્શકો ઘણા ઉત્સુક હતા. ફિલ્મમાં રણબીર કપૂરનાં અભિનયનાં ખૂબ વખાણ થયા હતા.

પદ્માવત


દિપીકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મ મહારાણી પદ્માવતીનાં જીવન પર બનાવવામાં આવી હતી. જેમણે પોતાની આબરૂ માટે જૌહર કરી લીધુ હતું. એમણે પોતાના પડછાયા સુધી પણ દુશ્મનને પહોંચવા દીધો નહતો. સંજય લીલા ભંસાલીની આ ફિલ્મ ઘણા વિવાદોમાં રહી હતી. જેમ-તેમ કરીને ફિલ્મ રિલીઝ થઈ હતી અને લોકોને ઘણી પસંદ આવી હતી.

બ્લેક પેન્થર


હોલીવુડની આ ફિલ્મ ફક્ત ભારત જ નહીં, પણ આખી દુનિયામાં જોરદાર ચાલી હતી. આ ફિલ્મે ઘણી સારી આવક કરી હતી.

ધડક


જાહ્નવી કપૂરની ડેબ્યુ ફિલ્મ ધડક લોકોને ખૂબ પસંદ આવી હતી. મરાઠી ફિલ્મ સૈરાટની રિમેક આ ફિલ્મની કહાની દર્શકોના દિલમાં ઉતરી ગઈ હતી. ફિલ્મમાં ઈશાન ખટ્ટર અને જાહ્નવી કપૂરની એક્ટિંગ ખૂબ જ સરસ હતી. આ ફિલ્મે બોક્સ ઓફીસ પર ઘણું સારું પ્રદર્શન કર્યું હતું.

ડેડ પૂલ 2


ડેડપૂલ 2 હોલીવુડ ફિલ્મ છે પરંતુ એક્શનને કારણે આ ફિલ્મ ભારતમાં પણ ખૂબ ચાલી હતી. ફિલ્મ શોખીન લોકોએ ફિલ્મને સર્ચ કરીને ગૂગલ સર્ચ લિસ્ટમાં 10મું સ્થાન અપાવી દીધું છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ફિલ્મી અને રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!