સરકારી નૌકરી અને પ્રાયવેટ નૌકરી વચ્ચે આ ફરક છે – વાંચીને વિશ્વાસ આવે તો શેર કરજો

એ તો જાણે હવે ચલણ બની ગયું છે કે, છોકરો સરકારી નોકરી કરતો હોય એટલે એ વાંઢો તો ના જ રહે! બીજાં પણ અનેકો ફાયદા છે સરકારી નોકરીના. આ સમયમાં તો જાણે સરકારી નોકરી પાછળ જુવાળ લાગ્યો છે. થોડી એવી પોસ્ટ બહાર પડે અને અધધધ… ફોર્મ ભરાય! વસ્તી વધી ચુકી છે. આજે ભારતનો અંદાજે ૪૦% ભણેલ-ગણેલ યુવાવર્ગ બેરોજગાર છે. હરેક યુવાનના ને એના પરિવારના અંતરના ઉંડાણમાં એવી ઇચ્છા રહેલી જ હોય કે પોતાને દિકરો ગવર્મેન્ટ જોબમાં ઘુસી જાય.

સરકારી નોકરી એટલે એવું મનાય રહ્યું છે કે, એક વાર બાકોરું પાડીને ઘુસી જાવ એટલે ફ્યુચર ઇઝ સેઇફ! અમુક અંશે વાત પણ સાચી છે. વળી, સરકારી નોકરી એટલે પુરતો પગાર અને કામની લઢણ ઓછી. અલબત્ત, જે યુવાનો ખરી ક્રિયાશીલતા-સર્જનાત્મકતા દર્શાવી શકે છે એના માટે દુનિયાનો કોઈ પણ ખૂણો ‘વિધાઉટ મની’ નથી. એ ગમે ત્યાંથી પેટભરાઈ તો કરી જ લેશે.

આજે અહીઁ વાત કરવી ‘સરકારી નોકરીઓ પાછળ અત્યાધિક દોડાદોડીના કારણો’ વિશે. વાત રોચક બનવાની છે અને એથી જ ખરી ગમ્મત પણ મળવાની છે. વાંચો ત્યારે નીચેના કેટલાંક સાચાં અને સાર્વત્રિક કારણો :

(1) આઠ કલાકની નોકરી –

પ્રાઇવેટ કંપનીઓમાં જોબ કરતાં લોકો માટે બોસને આધિન રહેવું જરૂરી બની જાય છે. દેખરેખ હેઠળ થતાં કામમાં બહુધા ‘દાંડી’ મારી શકાતી નથી! ક્યારેક ઓવરટાઇમ પણ કરવો પડે છે. જ્યારે સરકારી નોકરી એટલે આઠ કલાક હુકમો છોડીને છૂટાં!

(2) સરકારી નોકરી એટલે વિક્રમાદિત્યનું સિંહાસન! –

ઉચ્ચ વર્ગના સરકારી અધિકારીઓની નોકરી કોઈ બાદશાહી ઠાઠમાઠથી કમ નથી હોતી. હરીફરી શકતી આરામદાયક ખુરશીને મયુરાસન સમજીને નાદિરશાહી હુકમો છોડવાની એને ટેવ હોય છે! વાત થોડી રમૂજી છે, બધે આવું હોતું નથી. પણ હાં, અમુક અંશે આ નોકરી આરામદાયક તો ખરી જ. હુકમો છોડ્યે કામ થાય છે પણ એ હુકમો છોડવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે લોઢાના ચણા ચાવવા પડે છે!

(3) શનિવારનો વિસામો –

પ્રાઇવેટ કંપનીઓમાં વધારે પ્રમાણમાં રજાઓ હોતી નથી, હોય તો કેવળ રવિવારની હોય છે—ક્યારેક એ પણ બંધ થઈ જાય! જ્યારે સરકારી નોકરીમાં અઠવાડિયાના પાંચ દિ’ કામ અને શનિ-રવિ બે દિ’નો આરામ.

મફતમાં ઈલાજ –

હવે તો ઘણી કંપનીઓમાં સુવિધા ઉપલબ્ધ છે પણ અગાઉ બધી પ્રાઇવેટ કંપનીઓમાં કર્મચારીના ફ્રી ઇલાજની સુવિધા નહોતી. કર્મચારી કદાચ કામના અત્યાધિક લોઢને લીધે બિમાર પડે તો પોતાને ખર્ચે હોસ્પિટલ જતો. સરકારી દફ્તરોમાં કર્મચારીઓનું ફ્રી મેડિકલ ચેકઅપ સહિત ફ્રી સારવાર-દવાઓ ઉપલબ્ધ છે.

નિવૃત્તિ પછી પણ નાણું : અહીં તો હૈ અસલી વજહ! –

ખાનગી કંપનીઓમાં કર્મચારી નિવૃત્તિ બાદ પોતાની બચતના જોરે આગળ વધે છે, કંપની પાસેથી કંઈ મળવાની આશા હોતી નથી. જ્યારે સરકારી કર્મચારીને ગવર્મેન્ટ નિવૃત્તિ બાદ પણ પેન્શન પેઠે અમુક ભાગના નાણાં આપતી રહે છે, જેથી કરીને એને ઘડપણમાં વૈતરું કરવાનો વારો ના આવે. જો કે, ઉચ્ચ કર્મચારીઓ સમજણા હોઈ તેઓ પેન્શનને ભરોસે ના રહેતા નોકરી વખતે જ ભેળું કરી લેતા હોય છે!

આર્ટીકલ સારો લાગ્યો હોય, માહિતીપ્રદ સાબિત થયો હોય તો આપના મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો. ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!