બાલ બ્રહ્મચારી ગણાતા હનુમાનજીથી સાથે એમના પત્ની ની પણ પૂજા કરવામાં આવે છે – ક્લિક કરી વાંચો વિગત

હનુમાનજીની પૂજા બાલ બ્રહ્મચારીના રૂપમાં થાય છે.પુરાણો સહિત બધી જગ્યાએ હનુમાનજીને આજીવન બ્રહ્મચારી જ બતાવ્યાં છે એ વાત બધા જાણે જ છે.પણ તેલંગાણામાં એક એવું મંદિર પણ છે જ્યાં હનુમાનજીથી સાથે એમના પત્ની માનીને સુવર્ચલાની પણ પૂજા કરવામાં આવે છે!આ મંદિર ખરેખર આપણે એવું વિચારવા માટે મજબૂર બનાવી દે કે,હનુમાનજીના વિવાહ જ શક્ય નથી તો પછી આવું શા માટે?!જો કે,આ મંદિરમાં તો શ્રધ્ધાળુઓ પરમ શ્રધ્ધાથી બંનેની પૂજા કરે છે.

હનુમાનજીનું આ અનોખું મંદિર તેલંગાણા રાજ્યના ખમ્મમ જીલ્લામાં આવેલું છે.એ જાણી લેવું પણ ઠીક રહેશે કે,હનુમાનજીનું આ પ્રકારનું મંદિર ભારતભરમાં બીજે ક્યાંય નથી જ્યાં આવી રીતે હનુમાનજીને પૂજવામાં આવે છે.

આવો છે ઉલ્લેખ –

તેલંગાણાના આ મંદિર પ્રત્યે લોકોની એકદમ ઊંડી આસ્થા છે.લોકો અહીં ભક્તિભાવપૂર્વક શિશ નમાવે છે.એવી પણ એક માન્યતા છે કે,જે લોકો પણ અહીં આવીને હનુમાનજી અને સુવર્ચનાની પૂજા કરે છે તેમના વૈવાહીક જીવનમાં કોઇ પ્રકારની મુશ્કેલી આવતી નથી.માટે અહીં લોકોનો પ્રવાહ પણ ઘણો રહે છે.

પરાશર સંહિતા નામક પૌરાણિક ગ્રંથમાં કદાચ આ વાતનો ઉલ્લેખ છે.જેમાં હનુમાનજીના વિવાહની જાણકારી મળતી હોવાનું કહેવામાં આવે છે.કહેવાય છે કે સુવર્ચના સૂર્યદેવના પુત્રી હતાં.

રસપ્રદ છે રહસ્ય પાછળની કથા –

એ વાત તો સામાન્ય રીતે કોઇ પણ જાણે છે કે,હનુમાનજી આજીવન બાલ બ્રહ્મચારી જ હતાં.અને વાત સો ટચની સત્ય છે.છતાં પરાશર સંહિતામાં આ વાતનો જુદા પ્રકારે ઉલ્લેખ છે.તેમાં જણાવવામાં આવ્યું છે કે,સૂર્યદેવની પુત્રી સુવર્ચના સાથે હનુમાનજીના વિવાહ થયેલા.એની પાછળ પરાશર સંહિતા મુખ્ય કારણ આપતી કથા જણાવે છે કે :

હનુમાનજીએ સૂર્યદેવને પોતાના ગુરૂ તરીકે પ્રસ્થાપિત કર્યાં હતાં.સૂર્યદેવ પાસે રહેલી ૯ પ્રબળ પ્રભાવશાળી વિદ્યાઓ હનુમાનજીને શીખવાની હતી.પાંચ વિદ્યાઓ તો હનુમાનજીએ જોતજોતામાં શીખી લીધી.પણ પછી પ્રશ્ન ઉભો થયો.ના,હનુમાનજીની કાબેલિયતનો અહીં સવાલ નથી.સવાલ બીજો હતો.

હવે પછીની ચાર વિદ્યાઓ એ જ શિષ્ય લઇ શકે જે પરિણીત હોય!મુશ્કેલી ઉભી થઇ.સૂર્યદેવની પુત્રી સુવર્ચના સાથે હનુમાનજીના વિવાહનું સૂર્યદેવે સુચન કર્યું.પણ હનુમાન કઇ રીતે આ વિવાહ કરી શકે?તેઓ આજીવન બ્રહ્મચારી હતાં.

સૂર્યદેવે કહ્યું કે,એનાથી તારા બ્રહ્મચર્ય પર કોઇ અસર થવાની નથી.તું બ્રહ્મચારી જ રહીશ.વિવાહ માત્ર ક્ષણિક છે.સુવર્ચનાનો પ્રતાપી તેજપ્રપાત તું સહન નહી કરી શકે.વિવાહ બાદ ફરી એ તપસ્યામાં લીન થઇ જશે.

આવી રીતે પરાશર સંહિતા કહે છે કે,હનુમાનજીના વિવાહ થયાં.સુવર્ચના ફરી તપસ્યારત થઈ.હનુમાનજીએ શેષ વિદ્યા ગ્રહણ કરી.

એ જ વાતને લઇને તેલંગાણાના ખમ્મરમાં હનુમાનજીને વિવાહીત તરીકે પૂજા કરતું મંદિર સ્થિત છે.જ્યાં દિવસે હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!