કેમ લખેલું હોય છે દરેક નોટ પર ‘મેં ધારક કો અદા કરને કા વચન દેતા હૂં ?’ – કારણ ખુબ જ ખાસ છે

દરરોજ આપણે રૂપિયા પાંચથી લઈને બે હજાર રૂપિયા સુધીની નોટનો ઉપયોગ કરીને વસ્તુઓની ખરીદી કર્યે છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરેક નોટમાં લખેલું એક વાક્ય કોમન છે, અને તે છે ‘મેં ધારક કો અદા કરને કા વચન દેતા હૂં..’ તમે પણ ચલણી નોટ પરનું આ વાક્ય ચોક્કસ વાંચ્યું હશે પણ શું તમે જાણો છો કે આ વાક્ય પાછળની હકિકત શું છે અને આ વાક્ય દરેક નોટ પર કેમ લખેલું હોય છે? ચલણી નોટને લઈને તમારા મનમાં અન્ય પ્રશ્નો પણ હશે, જેમ કે 20 રૂપિયાની નોટનો રંગ ગુલાબી કેમ હોય છે? તો આજે અમે તમને આ બધા જ સવાલોના જવાબ આપવાના છીએ અને તમને જણાવીશું કે આની પાછળ કારણ શું છે?

વીસ રૂપિયાની નોટનો રંગ ગુલાબી રાખવા પાછળ એક ખૂબ જ દિલચસ્પ વાત જોડાયેલ છે. જ્યારે ઈન્દિરા ગાંધી આપણા દેશના વડાપ્રધાન હતા ત્યારે એમણે 20 રૂપિયાની નોટ બહાર પાડતા પહેલા એક મીટિંગ બોલાવી હતી. જેમાં એ નિર્ણય લેવાનો હતો કે નોટનો રંગ કેવો હોવો જોઈએ?

મીટીંગમાં ઘણા લોકો એ નોટની અલગ-અલગ ડિઝાઈન ઈન્દિરાજીને દેખાડી પણ ઈન્દિરાજીને એમાંથી એકપણ ડિઝાઈન પસંદ ન પડી. મીટીંગમાં ઘણો સમય વિત્યો છતાં તેઓ નિર્ણય ન લઈ શક્યા. એ મીટીંગમાં મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્ય સચિવ પી. ડી. કાસબેકર પણ હાજર હતા અને એમણે નાયલોનનો શર્ટ પહેર્યો હતો. અચાનક પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની નજર કાસબેકરનાં ખિસ્સા પર પડી, એમના ખિસ્સામાં એક રંગીન કવર હતું. જેનો રંગ ઈન્દિરાજીને ખૂબ જ ગમી ગયો અને લાંબા સમય સુધી તેઓ કાસબેકરનાં ખિસ્સા પર નજર ટકાવીને જોતા રહ્યા. કાસબેકરને જાણ થતાં એમને પણ આ થોડું વિચિત્ર લાગ્યું કે, આખરે ! ઈન્દિરાજી એકધારા મારા ખિસ્સા તરફ કેમ જોઈ રહ્યા છે?

ત્યારબાદ ઈન્દિરાજીએ કાસબેકર પાસેથી એ કવર માંગ્યું અને કહ્યું કે મને આ રંગ અને ડિઝાઈન પસંદ છે અને કહ્યું કે 20 રૂપિયાની નોટનો રંગ પણ આવો જ હોવો જોઈએ. આ રીતે ઈન્દિરાજી એ પોતાનો નિર્ણય સંભળાવીને મીટીંગને ત્યાં જ સમાપ્ત કરી. અસલમાં એ રંગીન કવર એક લગ્નનું નિમંત્રણ કાર્ડ હતું. પહેલી વખત 20 રૂપિયાની નોટ 1 જૂન 1972માં ગુલાબી રંગમાં છાપવામાં આવી હતી.

નોટબંધી વખતે પાંચસો અને હજાર રૂપિયાની નોટની જગ્યાએ નવા રંગ અને ડિઝાઈનમાં 500 અને 2000 ની નોટ બજારમાં આવી ગઈ પણ વીસ રૂપિયાની નોટનો રંગ અને ડિઝાઈન હજુ એવી જ છે એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે ભવિષ્યમાં કંઇક ફેરફાર થાય તો કહી ન શકાય.

આ સિવાય મોટાભાગના લોકો એ પણ નથી જાણતા કે નોટ ઉપર ‘મેં ધારક કો અદા કરને કા વચન દેતા હૂં’ એવું શા માટે લખ્યું હોય છે? આ સવાલ ઘણી પરીક્ષા અને ઈન્ટરવ્યુમાં પણ પૂછાય ચુક્યો છે એટલે તમને પણ આ વિશે માહિતી હોવી જરૂરી છે. હકીકતમાં, RBI જે કિંમતની ચલણી નોટ પ્રિન્ટ કરે છે એટલી જ કિંમતનું સોનુ (ગોલ્ડ) પોતાની પાસે અનામત રાખે છે.

ધારકને વિશ્વાસ આપવા માટે આ વાક્ય લખવામાં આવે છે. એટલે જો તમારી પાસે વીસ રૂપિયા હોય તો એનો મતલબ એ થાય છે કે રિઝર્વ બેન્ક પાસે તમારૂ વીસ રૂપિયાનું સોનુ રિઝર્વ છે. આવી જ રીતે અન્ય નોટો પર લખેલ હોવાનો મતલબ છે કે જે નોટ તમારી પાસે છે તમે એ નોટના ધારક છો અને એના મૂલ્ય બરાબર તમારૂ સોનુ રિઝર્વ બેન્ક પાસે છે, અને રિઝર્વ બેન્ક એ નોટના બદલામાં તમને સોનુ આપવા માટે વચનબદ્ધ છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!