ભારતનું એક અનોખું ગામ કે જ્યાં હિન્દૂ-મુસ્લિમ બધા સંસ્કૃત બોલે છે

સંસ્કૃત સંસ્કાર આપનારી મીઠી ભાષા છે, માટે એના નિયમિત ઉચ્ચારણથી વ્યક્તિના જીવન જીવવાની પદ્ધતિ વધુ સરળ થઇ જાય છે. કહેવાય છે કે બધી જ ભાષાઓનું મૂળ સંસ્કૃત છે. કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે કમ્પ્યુટર સોફ્ટવેરમાં સૌથી અનુકૂળ ભાષા સંસ્કૃત છે. આજે દેશનાં અનેક ગામોમાં લોકોની બોલા-ચાલીની ભાષા સંસ્કૃત બની રહી છે. આ ગામોમાં દૈનિક જીવનનો સંપૂર્ણ વાર્તાલાપ ફક્ત સંસ્કૃતમાં જ કરવામાં આવે છે. આ બધા ગામોમાં સૌથી મહત્વપૂર્ણ છે કર્નાટકનું મત્તુરું ગામ.

કર્ણાટકનું મત્તુરું ગામ ભારતનું અનોખું ગામ છે. ભલે તે હિન્દૂ હોય કે મુસલમાન, આ ગામમાં રહેનાર દરેક લોકો સંસ્કૃતમાં જ વાતો કરે છે. આમ તો આજુબાજુના ગામમાં લોકો કન્નડ ભાષા બોલે છે, પણ અહીંયા એવું નથી.

બેંગલુરુથી 300 કિલોમીટરનાં અંતરે આવેલું આ ગામ તુંગ નદીના કિનારે વસેલું છે. આ ગામમાં સંસ્કૃત ભાષા પ્રાચીન-કાળથી બોલવામાં આવે છે. જોકે, ત્યારબાદ અહીંનાં લોકો કન્નડ ભાષા પણ બોલવા માંડ્યા હતા, વર્ષ 1981-82 સુધી અહીંયા કન્નડ ભાષા જ બોલાતી હતી.

પરંતુ 33 વર્ષ પહેલાં પેજાવર મઠનાં સ્વામીએ આ ગામને સંસ્કૃત ભાષી ગામ બનાવવાનું આહ્વાન કર્યું હતું. અને ફક્ત 10 દિવસ સુધી દરરોજ 2 કલાકનાં અભ્યાસથી આખું ગામ સંસ્કૃતમાં વાતો કરવા લાગ્યું હતું. ત્યારબાદ બધાને સંસ્કૃત ભાષાની આદત પડી ગઈ અને આખું ગામ સંસ્કૃત બોલવા લાગ્યું.

મત્તુરું ગામમાં 500 થી વધુ કુટુંબ રહે છે, જેની સંખ્યા લગભગ 3500ની આજુબાજુ છે. વર્તમાન સમયમાં અહીંયાનાં બધા જ નિવાસી સંસ્કૃત સમજે છે અને મોટાભાગનાં લોકો સંસ્કૃતમાં જ વાતચીત કરે છે.

આ ગામમાં સંસ્કૃત ભાષાનો ક્રેઝ કેવો હશે એ વાતનું અનુમાન તમે એક વાતથી લગાવી શકો છો કે હાલમાં સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રથમ ભાષાનાં રૂપમાં સંસ્કૃતને પસંદ કરે છે. નાનપણથી જ સંસ્કૃતનું લેખન-વાંચન કરી રહ્યા છે..

સંસ્કૃત ભાષી આ ગામના યુવાનો મોટી-મોટી કંપનીઓમાં કામ કરી રહ્યા છે. જેમાંથી કેટલાક સોફ્ટવેર એન્જિનિયર છે તો કેટલાક મોટી-મોટી શિક્ષણ સંસ્થાઓ અને કોલેજોમાં સંસ્કૃત ભણાવે છે. એટલું જ નહીં, વિદેશોમાંથી પણ ઘણા લોકો અહીંયા સંસ્કૃત શીખવા માટે આવે છે.

ચાલો આપણે પણ સંસ્કૃત બોલીએ….

” કથા અસ્તિ?” (કેમ છો?)

“ભવતઃ નામ કીમ?” (આપનું નામ શું છે?)

“કાફી વા ચાય કીમ ઈચ્છતી ભવાન?” (કોફી કે ચા શું પીવાની ઈચ્છા છે?)

“હારી ઓમ” (હેલ્લો)

દોસ્તો, આશા રાખીએ કે તમને અમારો આ આર્ટિકલ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!