ઈશા અંબાણીનાં લગ્ન પ્રસંગે ઉદયપુરનાં આકાશમાં પક્ષીઓની જેમ પ્લેન ઉડતા દેખાયા – ક્લિક કરી જોઈ લો નજારો

ગઈકાલે શનિવારે ઉદયપુરમાં ઈશા અંબાણીની પ્રિવેડિંગ પાર્ટી યોજાય હતી જેમાં 150 ચાર્ટર્ડ પ્લેન આવ્યા હતા. આ તમામ ચાર્ટર્ડ પ્લેન માટે સરકારની મંજૂરીથી કામચલાઉ કસ્ટમ અને ઇમિગ્રેશનનાં કાઉન્ટર ખોલવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે ઉદયપુરમાં આવેલ આ એરપોર્ટ મહારાણા પ્રતાપ એરપોર્ટનાં નામે ઓળખાય છે. મોટાભાગના પ્લેન વિદેશથી ડાયરેક્ટ ડબોક ખાતે ઉતરી રહ્યા છે.

ઉદયપુર એરપોર્ટ પર પ્લેનને પાર્ક કરવાની જગ્યા ઓછી પડી :


આ પાર્ટીમાં દેશ-વિદેશના જાણીતા ચહેરા ચાર્ટર્ડ પ્લેન લઈને ઉદયપુર પહોંચ્યા હતા. પરંતુ આટલા બધા પ્લેનનું પાર્કિંગ એરપોર્ટ પર શક્ય ન હોવાથી વહીવટીતંત્રએ 8-10 પ્લેનને અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ માટે મોકલ્યા હતા. જેનાં માટે અમદાવાદ એરપોર્ટ પર 2 દિવસ સુધી પાર્કિંગ સુવિધા ફાળવવામાં આવી છે.

નીતા અંબાણીનું સંબોધન :


હોટેલ ઉદયવિલાસમાં કાર્યક્રમની શરૂઆતમાં નીતા અંબાણી ખુદ શ્રીનાથજીની પ્રતિમા પાસે આવ્યા, અને કહ્યું – ‘ ચાલો આપણે બધા ભગવાનની મહાઆરતીનો લાભ લઈએ, હું આપ સૌનું ખરા હૃદયથી સ્વાગત કરું છું.’ ત્યારબાદ બધા મહેમાનોએ હાથમાં થાળી લીધી અને શ્રીનાથજીની આરતી કરી.

સ્વદેશ બજાર :


કોઈ વિચારી પણ ન શકે કે, લગ્નમાં પણ ભારતની પરંપરાગત બજારનાં દર્શન થશે. જી હાં, મિત્રો આ લગ્ન કાર્યક્રમો ઉપરાંત ખાસ સ્વદેશ બજારનું પણ પ્રદર્શન થશે. જેમાં 108 પ્રકારના ભારતીય શિલ્પ અને કલાને રજૂ કરાશે. આ કલા દેશભરના જુદા જુદા ક્ષેત્રોની હશે. જેમાં દેશ-વિદેશના અનેક હુન્નરબાજ અને કલાકારો સામેલ થશે.

શનિવારે રાત્રે આ સ્ટાર્સ પહોંચી ગયા છે :


આ રંગારંગ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટાભાગના પ્રસિદ્ધ ઉદ્યોગપતિઓની સાથોસાથ રાજકીય નેતા,

ક્રિકેટર્સ અને ફિલ્મી કલાકારોની કતારો લાગી હતી. જેમાં ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ, કુમાર મંગલમ બિરલા, અમેરિકાનાં હિલેરી ક્લિન્ટન, દેવેન્દ્ર ફડણવીસ, અખિલેશ યાદવ, જયા બચ્ચન, સચિન તેંડુલકર, ઝહીર ખાન, આમિર, સલમાન, શાહરૂખ, અક્ષય, કેટરીના, પ્રિયંકા, એશ્વર્યા, કરણ જોહર, વરુણ ધવન, બોની કપૂર, એ.આર. રહેમાન, અરીજીત સિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ની સમગ્ર ટીમ પોતાના વાચક મિત્રોને આ રોયલ મેરેજની પળેપળની અપડેટ પહોંચાડતી રહેશે.

Leave a Reply

error: Content is protected !!