ઈશા અંબાણીની થનાર સાસુએ પુત્રવધુને આપી રોયલ ફેમિલીને છાજતી ગીફ્ટ – કિમત વાંચીને ચોંકશો નહિ

ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન 12 ડિસેમ્બર એટલે કે આજે મુંબઈનાં અંબાણી હાઉસ એટલે કે એન્ટીલિયામાં થવા જઈ રહ્યા છે. બંનેનું પ્રિ-વેડિંગ, મહેંદી અને સંગીત ફંક્શન ઉદયપુરની ફાઈવ સ્ટાર હોટેલ ઉદયવિલાસમાં થઇ રહ્યા છે. કાલે બંનેના સંગીત ની સેરેમની હતી જેમાં રમત-ગમત, રાજનીતિ અને બૉલીવુડનાં મોટા-મોટા સ્ટાર્સ હાજર રહ્યા હતા. હાલમાં જ ઈશાની સંગીત સેરેમની થઈ જેમાં બૉલીવુડનાં બધા કલાકારો પહોંચ્યા હતા અને એકથી એક ચઢિયાતા પર્ફોમન્સ આપ્યા. જણાવી દઈએ કે, ઈશા અંબાણીનાં લગ્નમાં ફક્ત દેશના જ નહીં વિદેશનાં મહેમાનો પણ પોતાના ચાર્ટર્ડ પ્લેન લઈને ઉદયપુર આવ્યા છે. પરંતુ આટલા બધા પ્લેનનું પાર્કિંગ એરપોર્ટ પર શક્ય ન હોવાથી વહીવટીતંત્રએ 8-10 પ્લેનને અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ માટે મોકલ્યા હતા. જેનાં માટે અમદાવાદ એરપોર્ટ પર 2-3 દિવસ સુધી પાર્કિંગ સુવિધા ફાળવવામાં આવી છે.

અમેરિકન પોપ સિંગર બેયોન્સે પણ ઈશાનાં આ ભવ્ય લગ્નમાં પહોંચી છે. આ ઉપરાંત અમેરિકાની ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટન પણ મુકેશ અંબાણીનાં ખાસ મહેમાન છે. મહત્વનું છે કે આ લગ્ન દેશનાં સૌથી ધનિક પરિવારની દીકરીનાં છે, તેથી નાનામાં નાની વસ્તું પણ અતિ-ભવ્ય અને શાનદાર જ હોવાની એ નક્કી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઈશાની સાસુમાં સ્વાતિ પીરામલએ તેણીને એક ગિફ્ટ આપ્યું છે. જે દરેક નવી-નવી દુલ્હન બની રહેલ છોકરીઓની તમન્ના અને ખ્વાહિશ પણ હોય છે. પણ દરેક છોકરી ઈશા અંબાણી જેટલી નસીબદાર નથી હોતી. આખરે ! ઈશા અંબાણીની સાસુએ શું ગિફ્ટ આપી? ચાલો જાણીએ ફક્ત જ્ઞાન સાથે ગમ્મત પર.

સાસુએ આપ્યું સૌથી મોટું ગિફ્ટ :


જણાવી દઈએ કે, પોતાની ભાવિ પુત્રવધૂને સ્વાતિ પીરામલએ કોઈ નાની-મોટી ગિફ્ટ નથી આપી પણ એક એવી સ્પેશિયલ ગિફ્ટ આપી છે જેને ઈશા જીવનભર યાદ કરશે. હકીકત એવી છે કે, ઈશા અંબાણીની સાસુએ શુદ્ધ સોનાનું એક ખૂબ જ કિંમતી બ્લાઉઝ ગિફ્ટ કર્યું છે. જેની કિંમત જાણી તમે પણ મોંમાં આંગળા નાખી દેશો. મીડિયા રિપોર્ટ અનુસાર, ઈશાની સાસુએ જે બ્લાઉઝ ગિફ્ટ કર્યું છે એની કિંમત લગભગ 2.5 કરોડ રૂપિયા છે. આ બ્લાઉઝ શુદ્ધ ગોલ્ડનું છે જેથી ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે. આ બ્લાઉઝની ડિઝાઇન અને રચના ખૂબ જ મનમોહક છે. બ્લાઉઝમાં થોડા લોકો દુલ્હનની ડોલીને ઉઠાવીને લઈ જાય છે. આ બ્લાઉઝ જોઈને આપણા બધા જ ગુજરાતી બહેનો ખુશ થઈ જશે. બ્લાઉઝની ડિઝાઇન અને સૂક્ષ્મ નક્શી કામ તમારું દિલ જીતી લેશે.

મોટા-મોટા કલાકારોનો જમાવડો :


ઈશા અંબાણીનાં લગ્નનું પ્રિ-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા આવેલ શાહરૂખ ખાન, ગૌરી ખાન, ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, કરણ જોહર, દિશા પટની, પ્રિયંકા ચોપરા અને એનો પતિ નિક વગેરે જેવા અનેક કલાકારોએ પોતાનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું હતું. આ ઉપરાંત સંગીત સેરેમનીમાં સચિન તેંડુલકર, જ્હોન અબ્રાહમ, એમ.એસ ધોની, કેટરીના કૈફ, અનિલ કપૂર, બોની કપૂર અને એની દિકરી જાહ્નવી કપૂર જેવા સ્ટાર્સ પણ મોજુદ હતા. ઉપરાંત ઈશા અંબાણીએ પણ પોતાના ભાવિ પતિ સાથે રોમેન્ટિક પરફોર્મન્સ કરીને પોતાના હૃદયની લાગણી વ્યક્ત કરી હતી.

ઈશા બનશે પીરામલ પરિવારની પુત્રવધૂ :


જણાવી દઈએ કે, ઈશા અંબાણીનાં લગ્ન ભારતનાં પ્રખ્યાત ઉદ્યોગપતિ અજય પીરામલનાં દિકરા આનંદ પીરામલ સાથે 12 ડિસેમ્બરનાં રોજ મુંબઈ સ્થિત ‘એન્ટીલિયા’ હાઉસમાં યોજાવાના છે. અજય પીરામલ, પીરામલ ગ્રુપના માલિક છે. પીરામલ અને અંબાણી પરિવારની ઓળખાણ ઘણી જૂની છે. બન્ને પરિવારો વચ્ચે લગભગ 40 વર્ષોથી સંબંધ છે. ટેક્સટાઇલ્સ ક્ષેત્રે પીરામલ ગૃપનું નામ આખા દેશમાં જાણીતું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈશા અને આનંદની સગાઈ ઈટલીનાં લેક કોમોમાં થઇ હતી. આ પ્રસંગ પણ ખૂબ જ ભવ્ય રહ્યો હતો.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!