જયારે ‘ગ્રેટ ખલી’ એક જાટકે ખાઈ ગયા ૪ કિલો શાક સાથે ૪૦ રોટલીઓ – ક્લિક કરી વાંચો સામે બેઠેલા બેને શું કહ્યું!

‘ધ ગ્રેટ ખલી’ને તો બધા જ ઓળખે છે. પરંતુ ખલીનું અસલી નામ દિલીપ સિંહ રાણા છે. આ ભારતીય કુસ્તીબાજે ઘણા વિદેશી રૈસલરોને ધૂળ ચટાડી દીધી છે. ખલી રેસલિંગની દુનિયામાં મહાબલી ખલીના નામથી જાણીતા છે. તેમણે અંડરટૈકરને અનેકવાર હરાવીને ઉલટફેર કર્યો છે. એમણે અંડરટેકરના છક્કા છોડાવી દીધા હતા.

હાલમાં ખલીની ઉંમર 46 વર્ષ છે અને એમનો વજન 157 કિલોગ્રામ છે. એમની છાતી 63 ઇંચની છે. ખલીનો જન્મ એક રાજપૂત પરિવારમાં થયો હતો અને તેનું મૂળ વતન હિમાચલ પ્રદેશમાં આવેલું એક નાનકડું શહેર ધીરૈના છે. ખલીએ ઘણી હોલિવુડ તેમજ બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. WWEમાં જોડાયા અગાઉ ખલી પંજાબ સ્ટેટ પોલીસમાં ઓફિસર હતા. ખલીએ વર્ષ 2007માં પહેલો WWE હેવીવેઇટ ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો હતો.

ખલી નવ-યુવાનોને કુસ્તીની ટ્રેનિંગ પણ આપે છે. ખલીનું કહેવું છે કે, ભારતમાં એટલા પૈસાવાળા રેસલર નથી કે, એ અમેરિકા જઇને તૈયારી કરી શકે. તેથી યુવા રેસલરનાં સપના પૂરાં કરવા માટે એમણે જાલંધરમાં એકડમી ખોલી છે. એમની આ એકેડમીમાં હરિયાણા અને પંજાબના સેંકડો યુવા ટ્રેનિંગ લઇ રહ્યા છે.

મિત્રના ઘરે 4 કિલો શાક અને 50 રોટલી ખાય ગયા:


ખલી દરરોજ 10 લીટર દૂધ, 20 બાફેલા ઈંડા, 5 ગ્લાસ મિક્સ જ્યુસ તેમજ 5 ગ્લાસ દાડમનું જ્યુસ પીવે છે. એવામાં એક વખત આપણા ખલીભાઈ પોતાના મિત્રના ઘરે જમવા માટે પહોંચી ગયા. ત્યાં તેઓ 4 કિલો શાક અને 50 રોટલી એકલા જ ચાઉં કરી ગયા. જે રસોઈ આખા પરિવાર માટે બની હતી એ બધું જ એકલા ખાય ગયા. જોકે પાછળથી તેઓ આ બાબતે શર્મિન્દા પણ થયા હતા. ત્યારબાદ તેઓ કોઈના ઘરે જમવા નહોતા જતા.

ખલીનો સંઘર્ષ :


‘ધ મેન હુ બીકમ ખલી’ નામના પુસ્તકમાં ખલીએ લખ્યું છે કે, નાનપણમાં એમની પાસે સ્કૂલ ફી ભરવાના માત્ર અઢી રૂપિયા ન હોવાને કારણે સ્કૂલ છોડવી પડી હતી. ત્યારબાદ મા-બાપની આર્થિક મદદ કરવા માટે આઠ વર્ષની ઉંમરે જ મજૂરી કરવાનું શરૂ કરી દીધું હતું. એમનું સૌથી પહેલું કામ સરકારી નર્સરી માટેના પ્‍લાન્‍ટેશનનું હતું. તેઓ દરરોજ ચાર કિલોમીટર ચાલીને ટેકરીની નીચે ઊતરતા અને રોપા ઉપાડીને ચાર કિલોમીટર ચાલીને ટેકરી ઉપર પહોંચાડતા. આ કામ કરવા માટે તેમને રોજના પાંચ રૂપિયા મળતા હતા. મોટા થયા પછી તેમની પહેલી નોકરી એક બોડીગાર્ડની હતી. શિમલાના એક બિઝનેસમેનના બોડીગાર્ડ તરીકે તેમને 1500 રૂપિયા મળતા હતા.

ખલીની જાણી-અજાણી વાતો :

◆ ખલીએ ઘણી ટીવી એડવર્ટાઈઝમેન્ટમાં કામ કર્યું છે.

◆ હાલમાં તેઓ અમેરિકાનાં ટેક્સાસ શહેરમાં રહે છે.

◆ ખલીના પત્ની પંજાબી છે અને એમનું નામ હરવિંદર કૌર છે.

◆ ખલીને Gigantism નામની બીમારી છે. જેથી એમનું શરીર વિશાળકાય બની ગયું છે.

◆સાત ફૂટ એક ઇંચ જેવું ભીમકાય શરીર ધરાવતો ખલી મહાકાળી માતાનો મોટો ભક્ત છે.

◆ ખલી બીગબોસ-4 માં પણ ભાગ લઈ ચુક્યા છે.

◆ તે દારૂ અને તંબાકુ જેવા વ્યસનોથી હંમેશા દૂર રહે છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ માહિતી-સભર આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!