ઓછું ભણેલા લોકો પણ આ 6 કામ દ્વારા ખૂબ કમાણી કરી શકે છે – પાંચમાં નંબરનું કામ તો બધાને ગમશે

દરેકના જીવનમાં શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક સારી નોકરી મેળવવા માટે, વ્યક્તિનું શિક્ષિત હોવું ખૂબ જ જરૂરી છે. એવું કહેવામાં આવે છે કે જેટલું ભણેલા-ગણેલા હોવ એટલા તમે આગળ વધી શકો છો. પરંતુ આપણા દેશમાં હજુ પણ ઘણા લોકો એવા છે કે જેઓ ખૂબ જ ઓછું ભણેલા છે અથવા એકદમ નિરક્ષર છે. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે તેઓ પૂરતું શિક્ષણ મેળવી શકતા નથી.

ક્યારેક ભણવાનો મોકો મળી પણ જાય તો કેટલાક કારણોસર અધવચ્ચે અભ્યાસ છોડવો પડે છે. આ કારણે, તેમને મજબુર થઈને ખૂબ ઓછા વેતનમાં કામ કરવું પડે છે. જો તમને પણ આગળ ભણવાનો મોકો ન મળ્યો હોય તો નિરાશ થવાની જરૂર નથી. આજે અમે તમને કેટલાક એવા વ્યવસાયિક અભ્યાસક્રમો વિશે જણાવીશું કે જેની મદદથી તમે ઘણી સારી એવી કમાણી કરી શકશો. ચાલો જાણીએ આ કોર્સ વિશે.

(1) ફેશન ડિઝાઈનિંગ :


જે લોકોએ બારમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે તેઓ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરી શકે છે. આમાં શોર્ટ ટર્મ કોર્સ પણ હોય છે, જે 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધીના હોય છે. તમે આ વિકલ્પ પસંદ કરીને પણ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકો છો. 10મું ધોરણ પાસ લોકો અપેરલ પેટર્ન મેકિંગનો કોર્સ પણ કરી શકે છે. જેમાં વસ્ત્રોની અલગ-અલગ પેટર્ન બનાવવાની હોય છે.

(2) હેર સ્ટાઈલિંગ :


ફક્ત સેલિબ્રિટીઝ લોકો જ નહીં પણ સામાન્ય વ્યક્તિને પણ નવા-નવા હેર સ્ટાઇલ ટ્રાય કરવાનો શોખ હોય છે. આ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં કરિયર બનાવવું ખૂબ જ સરળ છે. તમે ઓછું ભણેલા હોવ તોયે આ ક્ષેત્ર સાથે જોડાઈને તમે ધારો એટલી કમાણી કરી શકો છો. આ કોર્સ 10 અને 12માં ધોરણ પછી કરી શકાય છે.

(3) બ્યુટી પાર્લર :


આ એક એવું ક્ષેત્ર છે કે જેમાં છોકરીઓની સાથોસાથ છોકરાઓને પણ આગળ વધવાનો મોકો મળી રહ્યો છે. જે લોકોએ 10માં અને 12માં ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે એમના માટે બ્યુટી પાર્લરને લગતા ઘણા બધા વોકેશનલ કોર્સ ઉપલબ્ધ છે. આ કોર્ષ કરીને તમે ઘણી સારી એવી આવક મેળવી શકો. બસ, આના માટે તમારામાં કામ કરવાની ધગશ હોવી જરૂરી.

(4) રીપેરીંગ વર્ક :


8મું અથવા 10મી સુધી ભણેલા લોકો માટે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ રીપેરીંગનો કોર્સ એક બહેતર વિકલ્પ સાબિત થઈ શકે છે. આ કોર્સ કર્યા પછી તમે પોતાનું સર્વિસ સેન્ટર ખોલી શકો છો. તમે રેડિયો અને ટેલિવિઝન કમ્પોનેન્ટ, રીપેર ઓફ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, રીપેરીંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ મોબાઈલ ફોન એન્ડ કમ્પ્યૂટર જેવા વોકેશનલ કોર્સ કરી શકો છો. આ કોર્સનો સમયગાળો 2 અઠવાડિયા, 6 મહિના અને એક વર્ષ સુધીનો હોય છે. જેની મદદથી તમે કમ્પ્યુટર, મોબાઈલ વગેરે રીપેરીંગ કરી શકો છો. જે આજના જમાનાની માંગ પણ છે.

(5) પ્રવાસન ક્ષેત્રે:


પ્રવાસનને લીધે, હોસ્પિટાલિટી (અતિથિસત્કાર) સેક્ટરમાં રોજગારીની તકોમાં વધારો થયો છે. ઓછું ભણેલા હોવા છતાં, 3 અથવા 6 મહિનાનો ટ્રાવેલ એન્ડ ટિકટિંગ કોર્સ કરીને તમે તમારા કરિયરની ગાડીને યોગ્ય ટ્રેક પર ચડાવી શકો છો. આ કોર્સ કર્યા પછી તમે હોટલ, એરલાઇન્સ, ટ્રાવેલ એજન્સી વગેરેમાં ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે કામ કરી શકો છો.

(6) ગ્રાફિક્સ ડિઝાઇન:


કમ્પ્યુટરમાં કોરલ ડ્રો, પેઈજ મેકર અને ફોટોશોપ જેવા ગ્રાફિક્સ ડિઝાઇનનાં કોર્સ કરીને તમે પાર્ટ ટાઈમ અથવા ફૂલ ટાઈમ કામ કરીને અઢળક કમાણી કરી શકો છો. જેના માટે તમે પ્રાઇવેટ કોચિંગ ક્લાસમાં પણ 3 કે 6 મહિનાનો કોર્સ કરી શકો છો. આ કામ એવું છે કે જેમાં તમે ઘરે બેઠા-બેઠા પણ કમાણી કરી શકો. જો તમારી પાસે આ સ્કિલ હશે તો લોકો તમને શોધવા આવશે..

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ જીવન ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!