પોલીસની પરીક્ષા અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: ક્લિક કરી વાંચો નવી તારીખ અને બીજા પાસા

ગત રવિવારે પોલીસ ભરતીના પેપર લીક-કૌભાંડ મામલે આજે મુખ્ય સૂત્રધાર એવા યશપાલસિંહ સોલંકી ઉર્ફે યશપાલ ઠાકોરની પોલીસે મહિસાગર જીલ્લાના વીરપુર નજીકથી ધરપકડ કરી લીધી છે. યશપાલ પેપર લેવા માટે દિલ્હી ગયો હતો અને ત્યાંથી પ્લેનમાં વડોદરા આવ્યો હતો. એટલું જ નહીં, યશપાલ પોતે પણ આ પરીક્ષા આપવા ગયો હતો. હાલમાં એની પૂછપરછ થઈ રહી છે. જેથી આ સમગ્ર પેપર લીક કૌભાંડમાં હજુ પણ મોટા માથાના નામ ખુલે એવી સંભાવના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનામાં અમુક લાલચુ લોકોને કારણે 9 લાખ જેટલા યુવાનોને ઘણું નુક્શાન વેઠવું પડ્યું હતું. તેથી આજે રાજ્ય સરકારે આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી જ્યાં પોલીસ ભરતી બોર્ડનાં અધ્યક્ષ શ્રી વિકાસ સહાયે નીચે મુજબની મહત્વપૂર્ણ વિગતો આપી:-

રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતી માટે તારીખ 2 ડિસેમ્બર-2018ના રોજ યોજેલ લેખિત પરીક્ષા પેપર લીક થવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. આ પરીક્ષા રદ્દ થતાં રાજ્યભરના 8.76 લાખ જેટલા યુવા ઉમેદવારોને તકલીફ પડી અને પરીક્ષા સ્થળે આવવા-જવાનો બિનજરૂરી ખર્ચ પણ ભોગવવો પડયો હતો.

રાજ્ય સરકારે આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આગામી લેખિત પરીક્ષાનું પારદર્શી રીતે – ફૂલપ્રુફ વ્યવસ્થા અને કડક બંદોબસ્ત સાથે કોઇપણ ક્ષતિ વગર આયોજન કરવાના હેતુસર સર્વગ્રાહી વિગતોનો પરામર્શ કર્યો હતો. રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું છે કે, લોકરક્ષક ભરતી બોર્ડની લેખિત પરીક્ષા હવે આગામી તારીખ : 06 જાન્યુઆરી 2019ને રવિવારે રાજ્યભરમાં યોજવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ પરીક્ષામાં ઉમેદવારી કરી રહેલા યુવા ઉમેદવારોને ફરીથી યોજાનારી પરીક્ષા આપવા જવા-આવવા એસ.ટી બસમાં વિનામૂલ્યે સુવિધા આપવાની જે જાહેરાત કરી હતી તેનો પણ આગામી તા.06/01/2019ના રોજ યોજાનાર પરીક્ષામાં અમલ કરવામાં આવશે તેમ શ્રી વિકાસ સહાયે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ પેપર લીક થવાના આ સમગ્ર મામલે ગત તા. 2/12/2018ના યોજાનાર પરીક્ષા મુલત્વી રાખીને હવે, નિર્દોષ – હોશિયાર – ઇમાનદાર યુવા ઉમેદવારોને પુરતી તક મળે અને સૌ ઉમેદવારો ખંત અને ઉત્સાહથી આગામી પરીક્ષાની તૈયારીમાં લાગી જાય તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.

શ્રી વિકાસ સહાયે એમ પણ જણાવ્યું છે કે, લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી પરીક્ષાર્થીઓને નવા કોલ લેટર્સ ટૂંક સમયમાં ઇસ્યુ કરવામાં આવશે.

બધા પરિક્ષાર્થીઓને બેસ્ટ ઓફ લક.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!