કેન્દ્રીય કર્મચારીઓ માટે સૌથી મોટી ગિફ્ટ, પુરૂષોને પણ મળશે 730 દિવસની ચાઈલ્ડ કેર લીવ

નવા વર્ષની શરૂઆત પહેલાં મોદી સરકારે કર્મચારીઓને સૌથી મોટી ગિફ્ટ આપવાનો નિર્ણય લીધો છે.

અત્યાર સુધી ફક્ત મહિલા કર્મચારીઓને જ બાળકોની સંભાળ માટે CCL (ચાઇલ્ડ કેર લીવ) ઉપરાંત ગર્ભાવસ્થામાં 180 દિવસની પગાર સાથેની મેટરનિટી લીવની જોગવાઈ હતી. જો કે, હવે આ નિયમ મુજબ પુરુષો પણ તેમના બાળકોની સંભાળ માટે આવી રજા લઇ શકશે.

તમને જણાવી દઈએ કે, સાતમા પગારપંચ તરફથી સિંગલ ફાધરને પણ ચાઇલ્ડ કેર લીવ આપવાની ભલામણ કરવામાં આવી હતી. જેના પર કેન્દ્રએ મહોર મારી દીધી છે અને આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. પણ આ નિર્ણયનો લાભ એવા પુરૂષ કર્મચારીઓને મળશે કે જે એકલા જ બાળકની જવાબદારી સંભાળે છે.

સરકારે એના નવા આદેશમાં જણાવ્યું છે કે, સિંગલ પેરન્ટને સમગ્ર નોકરી જીવનમાં 730 CCL અપાશે. આ રજાઓ બે બાળક સુધી જ આપવામાં આવશે. સિંગલ પેરેન્ટ્સ એટલે તેવા પુરુષકર્મીઓ કે જે એકલ પિતા છે એટલે કે જેની પત્ની નથી અથવા તેમણે છૂટાછેડા લીધા છે અથવા તો વિધુર છે, તેઓ આ માટે લાયક ગણાશે.

આ નવા નિયમની સૌથી મહત્વની બાબત એ છે કે, 730 દિવસની પેડ રજા દરમિયાન પુરૂષ કર્મચારીને પહેલા 365 દિવસની રજા માટે પૂરેપૂરા પગારની ચુકવણી કરાશે, પરંતુ બાકીના 365 દિવસની રજા માટે 80 ટકા પગાર જ ચૂકવવામાં આવશે. પ્રોબેશનના સમયગાળામાં વિશેષ બાળઉછેર રજા આપવામાં આવશે નહીં. જો કે, અપવાદરૂપ પરિસ્થિતિમાં ઓછામાં ઓછા સમયગાળાની બાળઉછેર રજા આપી શકાશે.

Caucasian couple feeding baby bottle

આ ઉપરાંત કેન્દ્ર કર્મચારીઓના હિતોને ધ્યાનમાં લેતાં પેઇડ લીવમાં પણ ફેરફાર કરવામાં આવ્યાં છે. જે અનુસાર જાન્યુઆરી અને જુલાઇ મહિના પહેલાં જ પાંચ દિવસની એડવાન્સ લીવ દરેક કેલેન્ડર વર્ષમાં તેમના ખાતામાં જોડી દેવામાં આવશે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!