તાજમહલના બેઝમેન્ટ ના તહેખાનાને કેમ બંધ રખાય છે? – ક્લિક કરી વાંચો રહસ્ય

તાજ મહેલ જેટલો મુમતાઝ અને શાહજહાંની પ્રેમ કહાની માટે વિખ્યાત છે અને જેટલો પોતાની બેનમૂન શિલ્પ સૌઁદર્યતા માટે પ્રસિધ્ધ છે તેટલો જ કદાચ તેમની પાછળ રહેલાં અમુક રહસ્યો માટે ચર્ચાસ્પદ પણ છે! એક વિવાદ પણ તાજ મહેલની પાછળ લાગ્યો છે જે એક તારણ આધારિત છે. એવો દાવો કરવામાં આવેલો છે કે, તાજ મહેલ વાસ્તવમાં છે શું? તાજ મહાલ કે તેજો મહાલય?

અલબત્ત, એ જે હોય તે. આપણે એમની પાછળ કોઇ ચર્ચા કરવી નથી. આપણે કરવાની છે ચર્ચા તાજ મહેલના એક ગૂઢ રહસ્ય વિશે. જેના વિશે જાણવા માટે હંમેશા જાણકારોમાં જીજ્ઞાસા રહેતી હોય છે. વાત છે તાજમહાલના ભંડકીયામાં આવેલા ૨૨ કમરાઓની. રહસ્ય પણ છે એમના જ વિશે. વાત જાણે એમ છે કે, તાજ મહાલના આ ભોંયરાઓ સદીઓથી બંધ છે!

લોકોને એ જાણવાની જીજ્ઞાસા થતી રહી છે કે આ ભોઁયરાઓમાં આખરે એવું તો શું છે એમને વર્ષોના ઢગલાંનો કાળમાળ ચડ્યો તોયે ખોલવામાં આવતાં નથી? અહીઁ ચાલો જાણી લઇએ આ રહસ્ય અને કારણ વિશે :

આ છે વ્યાજબી લાગતું કારણ –

અમુક સિધ્ધાંતકારોનું તારણ છે કે, ભોંયરાઓના બેઝમેન્ટ માર્બલના બનેલા છે. આથી જો હવા આવે તો કાર્બન ડાયોક્સાઇડના પ્રભાવને લીધે દિવાલો ચૂનાનું સ્વરૂપ ધારણ કરી લે. કેલ્શિયમ કાર્બોનેટથી દિવાલો સ્વાભાવિક રીતે ખોખલી પડી જાય. આથી દિવાલોને નુકસાન ન પહોઁચે એટલાં માટે દરવાજા બંધ રખાયા છે. અહીં લોકોના આવવા પર પણ મનાઈ છે.

હજી રખાયું છે મુમતાઝનું શબ –

અમુક ઇતિહાસકારો અને સંશોધકોનું માનવું છે કે, ભંડકિયામાં મુમતાઝનું શબ હજી એ જ હાલતમાં રખાયું છે જેવું તેના મરણ વખતે હતું. ઇસ્લામ પ્રમાણે મૃતકના શરીરને ખંડિત કરવું કે દાહ દેવો એ પાપ છે. આથી યુનાની પધ્ધતિ અનુસાર મુમતાઝના શરીરને સંરક્ષિત કરવામાં આવ્યું છે. ટીનના સંદૂકમાં રહેલાં તેના બોડીને ઔષધિથી રક્ષવામાં આવેલ હોવાથી હજુ પણ તે એ જ હાલતમાં છે.

ભોંયરામાંથી હિન્દુ મૂર્તિઓ નીકળી તો?! –

એક વાત એવી પણ છે કે, ૧૯૩૪માં એક વ્યક્તિએ દિવાલના એક છિદ્ર વાટે ભંડકિયાની અંદરી તરફ આછેરી નજર મારેલી. એ વખતે કદાચ એ વ્યક્તિ હતપ્રભ રહી ગયેલો. અંદર તરફ એણે વિશાળ સ્તંભોથી બનેલો ઓરડો જોયો. જે ઓરડાના સ્તંભો પર હિન્દુ વાસ્તુકલાના નમુના રૂપ હિન્દુ દેવ-દેવીઓની મૂર્તિઓ કોતરાયેલી હતી. એમાં શિવજીની મૂર્તિ પણ હતી. વળી, એવી રોશનદાનીઓ પણ હતી જે હિન્દુ મંદિરોમાં હોય છે. પણ જાણે કોઇએ એને છૂપાવવાનો પ્રયત્ન કેમ કર્યો હોય એમ એને સંગેમરમરથી ઢાંકી દેવામાં આવી હતી…!

આને સબંધી વિવાદ ગાઢ બને છે કે તાજ મહાલ એક હિન્દુ મંદિર હતું. જેનું નામ ‘તેજો મહાલય’ હોવાનો દાવો કરવામાં આવે છે. પણ ખરેખર સચ્ચાઇ શું છે એ આજે પણ ખબર નથી. લાખ ઢાંકપીછોડા કરીને કદાચ સત્ય છૂપાવ્યું પણ હોય!

ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ વિભાગે આ ૨૨ ભંડકીયાને એ માટે પણ બંધ રાખ્યાં છે કે, કદાચ એવું બને કે એમાં હિન્દુ મંદિરના અવશેષો છુપાયેલા હોય અને પછીથી દંગલો ફાટે, કોમી રમખાણો જાગે તો પરીસ્થિતી કાબુ બહાર જતી રહે. આવું તો કોણ ઇચ્છે? ભારતે શું ઓછા રમખાણો જોયાં છે કે હજી વધારો કરવો પડે એમ છે? એમાં જે હોય તે બંધ જ ભલે રહે!

તમે પણ આ આર્ટીકલ વાંચીને માત્ર જાણકારી પુરતો વિચાર કરજો અને જ્ઞાનમાં વધારો કરજો. પણ ખોટું કોઇ ઝનુન મગજમાં ચડાવી દેતાં નહી. યાદ રાખજો – આવા ઝનુન આંધળા હોય છે અને છેવટના ગાળે આપણે જ નુકસાન પહોઁચાડે છે. ચાલો ત્યારે! જાણકારી સારી લાગી હોય તો આપના મિત્રો સાથે શેર જરૂર કરજો. ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!