વર્ષ 2018 માં સૌથી વધુ ટ્રોલ થઈ બૉલીવુડની આ અભિનેત્રીઓ – ક્લિક કરી વાંચો આ અહેવાલ

એક સમય એવો હતો કે જ્યારે બોલીવુડ સ્ટાર વિશેનાં સમાચાર આપણે મેગેઝિન અથવા અખબારમાં વાંચતા, અને ત્યાંથી જ આપણને જાણવા મળતું કે તેમના જીવનમાં શું ચાલી રહ્યું છે? પરંતુ આજના સમયમાં ત્યાં કંઈ પણ થાય એટલે નાનામાં નાની વાત પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી સુધી પહોંચી જાય છે. હવે, વર્ષ 2018નાં અંત ભાગમાં અમે તમને જણાવીશું કે આ વર્ષે સોશિયલ મીડિયા પર કઈ-કઈ અભિનેત્રીઓ સૌથી વધુ ટ્રોલ થઈ? આ બધી અભિનેત્રીઓમાં એક નામ ડ્રામા ક્વિનનું પણ છે અને તેણીનાં સમાચાર ખૂબ ઓછા સમયમાં વાયરલ થઈ ગયા હતા.

વર્ષ 2018નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. આ વર્ષે ઘણી બૉલીવુડ ફિલ્મો આવી અને ફિલ્મી કલાકારોના લગ્ન સમારંભ પણ ખૂબ થયા. આજે અમે તમને કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવીશું કે જેઓ પોતાના કપડાં, નિવેદનો, નિર્ણય, નાટક અથવા ફોટોને કારણે સૌથી વધુ ટ્રોલ થઈ હતી. તો ચાલો જાણીએ….

સ્વરા ભાસ્કર :


સ્વરા ક્યારેક માસ્ટરબેશનનાં સીનને લીધે તો ક્યારેક પોતાના કપડાંને લીધે સોશિયલ મીડિયા પર મજાક બની ગઈ હતી. સ્વરા સૌથી વધુ ટ્રોલ ત્યારે થઈ જ્યારે તેણીએ કહ્યું કે, આ દેશમાં મહાત્મા ગાંધી જેવા એક મહાન વ્યક્તિની હત્યા થઈ. એ વખતે પણ કેટલાક લોકો એવા હતા કે એમની હત્યાનો જશ્ન માણી રહ્યા હતા અને આજે તેઓ સત્તામાં છે. શું તમે એ બધાને જેલમાં ધકેલી શકો? નહીં ને? આનો જવાબ છે ના. આ પછી લોકોએ તેણીને એટલી ટ્રોલ કરી કે એણે પોતાનું એકાઉન્ટ ડીલીટ કરી નાખ્યું.

હિના ખાન :


ટીવી એક્ટ્રેસ હિના ખાન બિગ બોસ તો ન જીતી પણ ઘરમાંથી નીકળ્યા બાદ સિરિયલ ‘કસોટી જીંદગી કી’માં કોમોનિકાનાં રોલ માટે ખૂબ ફેમસ થઈ. પણ જ્યારે તેણી માલદિવ ગઈ ત્યારે એના ફોટો ખૂબ ટ્રોલ થયા. ઘણા લોકોએ હિનાનાં ધર્મ ઉપર સવાલ ઉઠાવ્યા તો કોઈકે તો ધર્મ પરિવર્તન માટે સલાહ પણ આપી દિધી. આ ઉપરાંત જ્યારે હિના પોતાના હિન્દૂ બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે મુંબઈમાં લાલ બાગના રાજાના દર્શન માટે ગઈ ત્યારે તેણીને સૌથી વધુ ટ્રોલ કરવામાં આવી હતી.

રાખી સાવંત :


બોલિવૂડની ડ્રામા ક્વિન તરીકે જાણીતી એક્ટ્રેસ રાખી સાવંત અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાની ઉલટી-સીધી હરકતોને લીધે તો ક્યારેક પોતાના નિવેદનોને લીધે. હાલમાં જ રાખી સાવંતે પોતાના લગ્નની જાહેરાત કરી છે અને રાખીએ પોતાના જેટલા ફોટો શેર કર્યાં છે એ બધા માટે તેણી ખૂબ ટ્રોલ થઈ છે. થોડા સમય પહેલા રાખીએ સ્વિમસૂટમાં ફોટો શેર કર્યો હતો, આ ફોટો જોઈને એક યુઝરે તેણીને ‘દરિયાઈ ઘોડો’ કહી દીધું હતું. હાલમાં જ એક લેડી રેસલરે રાખી સાવંતને બોક્સિંગ રીંગમાં પછાડીને મારી હતી. તેમજ તનુશ્રી દત્તા વિશે પણ નિવેદન આપીને તેણી લાઈમલાઈટમાં આવી હતી.

અનુષ્કા શર્મા :


બૉલીવુડની લોકપ્રિય અભિનેત્રીઓ કે જે હંમેશા લોકોના નિશાના પર રહે છે, જેમાં તેઓ કઈપણ કરે અથવા બોલે એટલે લોકો એને ટ્રોલ કરવા માંડે. આ વર્ષે અનુષ્કા શર્માની ફિલ્મ સુઈ ધાગાએ ઘણું સારૂ પ્રદર્શન કર્યું અને ફિલ્મ ઝીરોમાં પણ ખૂબ સારું કામ કર્યું છે પણ તેણી ફિલ્મ સુઈ ધાગાની મમતાનાં રૂપમાં ટ્રોલ થઈ. સોશિયલ મીડિયા પર એના ઘણા મિમ્સ બન્યા અને લોકો જુદી-જુદી વાતો કરવા લાગ્યા. આ સિવાય, બીસીસીઆઈના સત્તાવાર ફોટોમાં અનુષ્કા શર્મા ટીમ ઇન્ડિયા સાથે જોવા મળી હતી, આ જોઈને ક્રિકેટ ચાહકો ઉશ્કેરાઈ ગયા હતા. એમનું કહેવું હતું કે આ ક્રિકેટનાં ઓફિશિયલ સમારોહમાં અનુષ્કાનું શું કામ?

પ્રિયંકા ચોપડા :


ગત 2 ડિસેમ્બરનાં રોજ દેશી ગર્લ પ્રિયંકા ચોપડા ફિરંગી ગાયક કલાકાર નિક જોનાસ સાથે પરણી ગઈ. અહીંયા તમને જણાવી દઈએ કે પ્રિયંકાની ઉંમર નિક કરતા વધુ છે. પ્રિયંકા નિક કરતા 10 વર્ષ મોટી છે. આ વાતને લઈને સોશિયલ મીડિયા પર પ્રિયંકા વધુ ટ્રોલ થઈ હતી. તેમજ હનીમૂનનાં ફોટોમાં નિકનાં હાથમાં સિગારેટ હતી ત્યારે પણ તેણીને ટ્રોલ કરવામાં આવી હતી.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ફિલ્મી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!