શું કોઈના મૃત્યુ બાદ તેમના દાડાનું ભોજન કરવું એ યોગ્ય છે કે નહિ ?? જાણો સાચો જવાબ

શું કોઈના મૃત્યુ પછીનું ભોજન કરવું અનિવાર્ય છે?

મિત્રો તમારા મનમાં એક પ્રશ્ન હશે કે મૃત્યુ ભોજન કરવું અનિવાર્ય છે કે નહિ, આજે તમને જણાવી દઈએ કે મૃત્યુ ભોજન કરવું જોઈએ કે નહિ અને તેનાથી શું થાય છે. હાલો જાણી લઈએ….

સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે મૃત્ય ભોજન શું છે ? હિન્દુ ધર્મમાં જેની મૃત્યુ થઇ હોઈ અને ૧૨ કે ૧૩માં દિવસે તેની પાછળ બીજા લોકોને જમાડવામાં આવે પરંતુ શું આવું કરાય? શું કોઈના મૃત્યુ પાછળ બીજા લોકોએ ભોજન કરવું જોઈએ?

ઘણાબધા ધર્મ ગુરુઓએ આના વિષે ચર્ચા-વિચારણા કરી છે. અને લોકો એવું મને છે કે મૃત્યુ ભોજન કરવું અનિવાર્ય નથી કારણ જનાવે છે કે, “કોઈ દુખી હોઈ અને ઘરમાં મૃત્યુ થયું હોઈ તો મૃત્યુ ભોજન ના કરવું જોઈએ” અને બીજા ઘણાબધા લોકો જણાવે છે કે મૃત્યુ ભોજન કરવું જોઈએ અને કહે છે કે તે તેના સંસ્કારોમાં છે.

આપણા ધર્મમાં સોળ સંસ્કારો છે. કે જેમાં गर्भाधान થી अन्त्येष्ठित એટલે જન્મથી માંડીને અંતિમસંસ્કાર નો સમાવેશ થાય છે. તો ૧૭મો સંસ્કાર કે, જેનો ધર્મગ્રંથોમાં કોઈ ઉલ્લેખ નથી તે આવ્યો ક્યાંથી.

એનો અર્થ એવો થાય છે કે આ સંસ્કાર ની લોકોએ પોતાના વિચારણા પ્રમાણે આ સંસ્કારની રચના કરી છે. આ સંસ્કારની રચના કરવા પાછળનું કારણ જાણે થોડી લાલચ અને થોડો લોભ છે. તેથી આ સંસ્કારને અમાન્ય ગણવામાં આવે છે.

મૃત્યુ ભોજન એ અમાન્ય છે તેવું માત્ર અમે જ નહિ પરંતુ આપણા ધર્મના પુસ્તકમાં પણ બતાવવામાં આવ્યું છે તેને સંબંધિત એક કિસ્સો મહાભારતમાં પણ થયેલો છે કે જેમાં દુર્યોધનને ભગવાન શ્રીકૃષ્ણ મનાવવા જાય છે કે તું આ યુદ્ધ ન કર. પરંતુ દુર્યોધન માનતા નથી અને ના પડી દે છે કે “હું આ યુદ્ધ તો કરીશ જ.” આટલું સંભાળતા શ્રીકૃષ્ણ દુખી થતા ત્યાંથી ચલતા થાય છે તે સમયે દુર્યોધન તેમને ભોજનનો આગ્રહ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણએ ત્યારે જણાવ્યું હતું કે ભોજન ત્યારે જ કરવું જોઈએ કે જયારે ખવડાવવા વાળો અને ખાવાવાળો બન્નેમાંથી એક પણના હદયમાં ધુખ ના હોઈ.

ભગવાન શ્રીકૃષ્ણએ પણ જણાવ્યું છે કે, ભોજન કરાવનાર દુખી ના હોવો જોઈએ અને ભોજન લેનાર પણ દુખી ના હોવો જોઈએ. પરંતુ માણસના મૃત્યુ થી મોટી દુખની વાત બીજી કઈ હોઈ એક તરફ તેમના પરિવારજનો રોતા હોઈ અને એક તરફ લોકો મૃત્યુ ભોજન જમતા હોઈ તેથી આ યોગ્ય નથી.

મહાભારતના અનુશાસન પર્વમાં જણાયું છે કે મૃત્યુ ભોજન ખાનાર વ્યક્તિની એક દિવસની ઉર્જા નષ્ટ થઇ જાય છે. તેથી મૃત્યુ ભોજન અમાન્ય ગણવામાં આવ્યું છે. અને બીજી વાત કે જેના ઘરમાં કોઈ નું મૃત્યુ થયું હોઈ તે રોતા રોતા ભોજન બનાવતા હોઈ છે તે યોગ્ય નથી આપણે તેમને શાંત્વાનો આપવાને બદલે તેમના પકવાન જમીએ છીએ.

શરમજનક વાત કહેવાય કે માણસ ને દરેક અવતાર માંથી શ્રેષ્ટ ગણવામાં આવે છે પરંતુ અમુક બાબતમાં પશુઓ માણસ કરતા વધુ સારી રીતે જાણે છે. કેમ કે જયારે પશુનો કોઈ સાથી મૃત્યુ પામ્યો હોઈ તો તે પણ ઘાસચારો નથી કરતા અને આપણે એક માણસ છીએ છતાં મૃત્ય ભોજન સ્વાદથી લઈએ છીએ.

અને વળી અમુક જ્ઞાતિમાં તો ૧૨માં કે ૧૩માં દિવસે નહિ પણ પહેલા જ દિવસ થી મૃત્યુ ભોજન લેવામાં આવે છે. આ વાત માણસ તરીકે એક શરમ જનક વાત કહેવાય અને તે અયોગ્ય પણ કહેવાય.

મિત્રો મૃત્યુ ભોજનએ આપણા સામાજિક સંસ્કાર નથી અને ધર્મોમાં પણ નથી જણાવ્યું કે મૃત્યુ ભોજન કરવું જોઈએ.

 

મિત્રો “જ્ઞાન સાથે ગમ્મત” નો આર્ટીકલ સારો અને મદદરૂપ જણાય તો એકવાર શેર જરૂર કરજો…

Leave a Reply

error: Content is protected !!