જ્યારે મુકેશ-અનીલ અંબાણીએ સાથે ડાન્સ કર્યો – ક્લિક કરી માણો ક્યાંય ના જોયેલા ૬ ફોટો

અંબાણી પરિવાર પોતાની લાડકી દિકરી ઈશાનાં લગ્ન પ્રસંગે વિવિધ કાર્યક્રમો એન્જોય કરી રહ્યું છે. ઈશાનાં લગ્ન આનંદ પીરામલ સાથે તા.12 ડિસેમ્બરનાં રોજ થવાના છે. આ પહેલા લગ્નનાં જુદા-જુદા કાર્યક્રમો ઉદયપુરમાં ચાલી રહ્યા છે. રવિવારે સંગીત સંધ્યા દરમિયાન આખું અંબાણી કુટુંબ એકસાથે હતું. કોકિલાબેન અંબાણી, મુકેશ, અનિલ, નીતા, ટીના, આકાશ, અનંત એમ બધાએ એકસાથે સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. જેમાં મુકેશ અને અનિલ એમ બંને ભાઈઓનો ડાન્સ આકર્ષક હતો. કારણ કે પહેલીવાર બંને ભાઈઓએ સાથે ડાન્સ કર્યો હતો. મહત્વની વાત તો એ છે કે, ડાન્સ પરફોર્મન્સ વખતે અંબાણી પરિવારના હાથમાં ગુજ્જુ નામનું બેનર પણ હતું.


આ અવસરે બૉલીવુડનાં કિંગ ખાન શાહરૂખ ખાને પહેલી વખત ગૌરી ખાન સાથે જાહેરમાં ડાન્સ કર્યો હતો. આ જોડીનો ડાન્સ જોઈને બધા મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

એશ્વર્યા અને અભિષેક બચ્ચન પણ અંબાણી પરિવારની ખુશીઓમાં હાજર રહ્યા. એમણે પણ પોતાના ડાન્સનું જાદુ કર્યું હતું.


આ કાર્યક્રમમાં બૉલીવુડની તમામ હસ્તિઓ સામેલ હતી. અંબાણીએ બધા મહેમાનો માટે લગ્ઝરી કાર અને ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યા છે. શહેરની બધી ફાઈવ સ્ટાર હોટેલો હાઉસફુલ છે.


એટલું જ નહીં, લગભગ 1000 લગ્ઝરી ગાડીઓ બુક કરવામાં આવી છે, જે ઉદયપુર એરપોર્ટથી મહેમાનોને લાવવા-લઈ જવાનું કામ કરશે.


રવિવારે સંગીત સંધ્યામાં મુકેશ અને નીતા અંબાણીએ સાથે ડાન્સ કર્યો હતો. બંનેએ ફિલ્મ ‘જબ તક હૈ જાન’ નાં ગીત પર ડાન્સ કર્યો હતો.


આ દરમિયાન કરણ જોહરે મુકેશ અંબાણી સાથે ક્વિઝ કોન્ટેસ્ટ પણ કર્યો હતો. રેપીડ ફાયર રાઉન્ડ દરમિયાન કરણે મુકેશ અંબાણીને પૂછ્યું – કે કદાચ એક દિવસ તમે સવારે ઉઠો અને તમે નીતા અંબાણી બની જાવ તો જાગતાની સાથે તમે સૌપ્રથમ કયું કામ કરો? મુકેશ અંબાણીએ જવાબ આપ્યો : તેઓ એ બધા જ ખોરાક પરનો પ્રતિબંધ હટાવી દેશે કે જે નીતા અંબાણીએ મુકેશ માટે પ્રતિબંધ રાખ્યો છે.

બીજા સવાલમાં કરણે પૂછ્યું કે, આ વર્ષે ચૂંટણી કોણ જીતશે? અંબાણીએ ઘણો સ્માર્ટ જવાબ આપ્યો. એમણે કહ્યું – એકાદ પોલિટિકલ પાર્ટી. ત્યારબાદ કરણે પૂછ્યું કે તમારા થનાર જમાઈ આનંદ પીરામલનું સિક્રેટ શું છે? મુકેશભાઈએ કહ્યું કે હું અને આનંદ બંને ફૂડ લવર છીએ.

આ રોયલ મેરેજની અવનવી વાતો જાણવા માટે જોડાઈ રહો ‘જ્ઞાન સાથે ગમ્મત’ સાથે.

Leave a Reply

error: Content is protected !!