સગ્ગી બહેનોની જેમ સાથે રહે છે આ છે બોલીવુડની 8 નણંદ-ભોજાઈની જોડી – તમે કેટલીને ઓળખો?

જ્યારે કોઈ છોકરી લગ્ન કરીને પિતાનું ઘર છોડીને એના પતિનાં ઘરે જાય છે ત્યારે ભાભીને નણંદનાં રૂપમાં એક દોસ્ત મળે છે. પણ, આપણે ટીવી-સીરીયલોમાં જોતા હોઈએ છીએ કે, નણંદ-ભોજાઈનો સંબંધ સારો નથી હોતો. પરંતુ આનાથી એકદમ વિપરીત મોટાભાગની બોલીવુડ નણંદ-ભોજાઈ વચ્ચેનો રિયલ લાઈફનો સંબંધ પ્રેમ, લાગણી અને સંભાળથી ભરેલો છે. આજે અમે તમને બોલીવુડની કેટલીક એવી નણંદ-ભોજાઈની જોડી વિશે જણાવવાના છીએ કે જેઓ સગ્ગી બહેનોની જેમ હળીમળીને રહે છે. એમનો સંબંધ એકદમ મજબૂત છે. તો ચાલો જાણીએ કંઈક નવું…..

આ છે બોલીવુડની નણંદ-ભોજાઈની જોડી.

(1) કરીના કપૂર ખાન અને સોહા અલી ખાન:


આ જોડી બોલિવુડની નણંદ-ભોજાઈની ટોપ જોડીના લિસ્ટમાં સૌથી ઉપર છે. આ બન્ને વચ્ચેનો સંબંધ સગી બહેનો જેવો છે. કરીના અને સોહા બન્ને અવારનવાર વેકેશન અને વિદેશ ટુર પર સાથે જોવા મળે છે. સોહાએ એક વખત પોતાની ભાભીનાં વખાણ કરતા કહ્યું હતું કે, ”હું કરીનાનું આ વાત માટે સન્માન કરુ છું કે તેણી કામ અને મારા ભાઈની પ્રાથમિકતાઓ પ્રત્યે એકદમ સ્પષ્ટ છે. તેણી મને પસંદ કરે છે કારણ કે એની સાથે મારો વ્યવહાર પણ સેફઅલી જેવો જ છે.”

(2) એશ્વર્યા રાય બચ્ચન અને શ્વેતા નંદા:


મીડિયામાં અવારનવાર એવા સમાચાર આવતા રહે છે કે બચ્ચન પરિવારમાં એશ્વર્યા અને શ્વેતા વચ્ચે સંબંધ ઠીક નથી. પણ, એવું કશું જ નથી. આ બન્ને એકબીજાની ખૂબ જ નજીક છે. બચ્ચન પરિવારની પુત્રવધુ એશ્વર્યા અને એની નણંદ શ્વેતા ઘણા કાર્યક્રમોમાં સાથે જોવા મળે છે. કોફી વિથ કરણ નામના કાર્યક્રમમાં શ્વેતાએ જણાવ્યું હતું કે, તેણી પોતાની ભાભીને ખૂબ જ પ્યાર કરે છે અને તે ખૂબ જ ખુશ છે કે અભિષેક અને એશ્વર્યા બંને સાથે છે.

(3) મલાઈકા અરોડા ખાન અને અર્પિતા ખાન:


મલાઈકા અને અરબાઝ ખાનનાં તલાક થઈ ગયા એમ છતાં આજે પણ મલાઈકા અને અર્પિતા વચ્ચેનો સંબંધ નણંદ-ભોજાઈ જેવો જ છે. દરેક પારિવારિક કાર્યક્રમમાં આ બન્ને સાથે જોવા મળે છે. વચ્ચે એવી અફવા પણ ઉડી હતી કે, અર્પિતા અને અર્જુન એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પણ પછી તેઓ મલાઈકાને લઈને ચર્ચામાં રહ્યા.

(4) સોનાક્ષી સિન્હા અને તરુના અગ્રવાલ:


સોનાક્ષીનાં મોટા ભાઈ કુશનાં લગ્ન 2015માં તરુના સાથે થયા. સોનાક્ષી પોતાના ભાઈનાં લગ્નમાં ખૂબ જ ઉત્સાહી હતી તેણીએ સોશિયલ મીડિયા પર ફોટો પણ શેર કર્યા હતા. આ નણંદ-ભોજાઈ બન્ને સાથે શોપિંગ કરવા જાય છે અને ક્યારેક તો સોનાક્ષીનાં ભાભી ફિલ્મની શૂટિંગ જોવા પણ જાય છે. તરુના અને સોનાક્ષી ખૂબ જ ક્લોઝ છે અને બન્ને સગ્ગી બહેનોની જેમ રહે છે.

(5) રાની મુખર્જી અને જ્યોતિ મુખર્જી :


રાની મુખર્જી એના પરિવારની ખૂબ જ નજીક છે. ખાસ કરીને પોતાની ભાભી સાથે તેણી સગ્ગી બહેનની જેમ રહે છે. રાનીએ ઘણા વર્ષો સુધી લગ્ન નહોતા કર્યા કારણ કે તેણી પોતાના પરિવારની દેખભાળ કરવા માંગતી હતી. એક કારણ એ પણ હતું કે, રાનીનાં ભાઈએ ઘરની જવાબદારી નહોતી સ્વીકારી એટલે ઘરની બધી જ જવાબદારી રાનીનાં માથે હતી. પણ, રાની મુખર્જીએ પોતાની ભાભી અને ભત્રીજાની દરેક પ્રકારે મદદ કરી. નણંદ-ભોજાઈ બન્ને એકબીજાની પાક્કી સહેલી છે.

(6) નીતુ સિંહ અને રિમા જૈન :


બોલીવુડમાં નણંદ-ભોજાઈની ટોપ જોડી વિશે તો તમે વાંચ્યુ. પણ, અમારા લિસ્ટમાં આ જોડી સૌથી જૂની છે. નીતુ અને રિમા જૈન વચ્ચેનો સંબંધ બહેનો જેવો છે. આ બન્ને ઘણા કાર્યક્રમોમાં એકસાથે જોવા મળે છે.

(7) ટ્વીન્કલ ખન્ના અને અલકા ભાટિયા :

 
અક્ષય કુમારનાં જીવનમાં આ બન્નેનું વિશેષ મહત્વ છે. ટ્વીન્કલ અને અલકા ઘરનું બધું જ કામ સંભાળે છે. એક સમય એવો આવ્યો કે અક્ષયની બહેન અલકાને એનાથી 15 વર્ષ મોટા અને તલાક લીધેલ વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો. અક્ષય કુમાર આ વાતથી ઘણો ચિંતિત હતો તેમજ તે નહોતો ઈચ્છતો કે એની બહેન આ વ્યક્તિ સાથે લગ્ન કરે પણ ત્યારે ટ્વીન્કલ ખન્નાએ પોતાની નણંદની ખુશી માટે અક્ષયને મનાવી લીધો હતો.

(8) ગૌરી ખાન અને શહેનાઝ :


શાહરૂખ ખાનની બહેન શહેનાઝ એનાથી 6 વર્ષ મોટી છે અને ખાન પરિવારની લાડલી છે. પોતાની માતાનાં નિધન બાદ શહેનાઝ ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેણી હંમેશા ગુપચુપ રહેવા લાગી. પણ ગૌરી શહેનાઝનું ઘણું ધ્યાન રાખે છે. ગૌરીનાં જીવનમાં એની નણંદ શહેનાઝનું મહત્વપૂર્ણ સ્થાન છે. ગૌરી શહેનાઝની દરેક ઈચ્છા પૂરી કરે છે. આ નણંદ-ભોજાઈ બન્ને હળીમળીને રહે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરજો જેથી બીજાને ઉપયોગી થઈ શકે…

Leave a Reply

error: Content is protected !!