મળો પાકિસ્તાનના અંબાણી ને – ફોર્બ્સની યાદીમાં નામ નોંધાવનાર શાહિદ ખાનની આટલી સંપતિ છે

આજની દુનિયા પૈસાની દુનિયા છે. આજના સમાજમાં એ વ્યક્તિ જ મહાન અને ઈજ્જતદાર છે, જેની પાસે સૌથી વધુ પૈસા હોય છે. દુનિયામાં એવા ઘણા લોકો છે, જે પોતાની સંપત્તિને કારણે જાણીતા થયા છે. આમાં સૌથી પહેલું નામ આવે છે બિલ ગેટ્સનું. ત્યારબાદ બીજા ઘણા અરબપતિ છે કે જે પોતાના પૈસાને કારણે વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે. ભારતની વાત કર્યે તો મુકેશ અંબાણી સૌથી અમીર વ્યક્તિ છે. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી આ બન્ને પાસે એટલી બધી દોલત છે કે જો આ બન્ને ભાઈઓ મળી જાય તો દુનિયાના સૌથી અમીર આદમી બની જાય.

શાહિદ ખાન બની ચુક્યા છે પાકિસ્તાનનાં અંબાણી :


મુકેશ અંબાણી એશિયાનાં સૌથી વધુ અમીર માણસ છે. આજકાલ પાકિસ્તાનનાં એક અરબપતિની ચર્ચા પણ ચારેબાજુ થઈ રહી છે. નામ છે શાહિદ ખાન. જી હાં, શાહિદ ખાને પણ પોતાનું નામ ફોર્બ્સની યાદીમાં નોંધાવી દિધું છે. 8.9 બિલિયન ડોલરની સંપત્તિ સાથે શાહિદ ખાન પાકિસ્તાનનાં અંબાણી બની ચુક્યા છે. આજે અમે તમને શાહિદ ખાન અને મુકેશ અંબાણી વચ્ચેનો તફાવત જણાવવા જઈ રહ્યા છીએ. આ સાથે જ શાહિદ ખાનની જીંદગીનાં કેટલાક રોચક તથ્યો પણ જણાવીશું. જે કદાચ તમે નહીં જાણતા હો.

મુકેશ અંબાણી V/S શાહિદ ખાન :

● જો મુકેશ અંબાણી અને શાહિદ ખાન વચ્ચે પૈસાની સરખામણી કર્યે તો આ પાકિસ્તાની આપણા ભારતીય અંબાણી કરતા ત્રણ ગણો પાછળ છે. એટલે કે આપણા મુકેશભાઈ અંબાણી શાહિદ ખાન કરતા 3 ગણા વધુ અમીર છે.

● પાકિસ્તાની શાહિદ પાસે 8.9 બિલિયન ડોલરની સંપત્તિ છે, જ્યારે ભારતીય અંબાણી પાસે કુલ 23 બિલિયન ડોલરની સંપત્તિ છે. શાહિદ ખાન ભારતીય અરબપતિ કુમાર મંગલમ બીડલા જેટલા અમીર છે. એમની સંપત્તિ પણ 8.9 બિલિયન ડોલર જેટલી જ છે.

● જો લગ્ઝરી લાઈફ સ્ટાઇલની વાત કર્યે તો આ પાકિસ્તાની અંબાણી પણ કોઈથી ઓછો નથી. એના શોખ પણ ઘણા ઉંચા છે. તે ભારતના અન્ય ધનિકોથી આગળ છે. શાહિદ પાસે પણ પોતાનું પ્રાઈવેટ પ્લેન અને ઘણા મોંઘા-મોંઘા યાટ છે.

● અરબપતિઓને મોંઘી કારનો ઘણો શોખ હોય છે. મુકેશ અંબાણીને પણ છે. એમની પાસે મોંઘી કારોની આખી દુકાન છે. આ બાબતમાં શાહિદ પણ આગળ છે, એમની પાસે દુનિયાની સૌથી મોંઘી કાર છે.

● શાહિદ ખાન ફ્લેક્સ એન્ડ ગેટ, અમેરીકી ફૂટબોલ ક્લબ જેક્સનવિલે અને ઈંગ્લીશ પ્રીમિયર લિગની ફોલહમ ટીમનાં માલિક છે.

● છેલ્લા 3 વર્ષોથી શાહિદ ખાને ફોર્બ્સની યાદીમાં પોતાનું નામ જાળવી રાખ્યું છે. તેઓ પાકિસ્તાનનાં સૌથી અમીર આદમી અને દુનિયાના 149માં સૌથી અમીર વ્યક્તિ છે.

● મુકેશ અંબાણીને બોઈંગ જેટ અને ફાલ્કન જેટથી વધુ લગાવ છે. આ બાબતમાં શાહિદ પણ કંઈ પાછળ નથી, એમણે પણ પોતાનો શોખ પૂરો કરવા માટે 3 લાયરજેટ રાખ્યા છે. આ સિવાય બન્ને પાસે પોતપોતાના કોર્પોરેટ જેટ વિમાન પણ છે, જેમાં બેસીને તેઓ બહાર મીટીંગ માટે જાય છે.

● જો ઘરની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીનાં એન્ટીલિયાનો મુકાબલો તો દુનિયાના મોટા-મોટા અરબપતિ પણ નથી કરી શકતા, તો એની સામે શાહિદ ખાન કઈ વાડીની ભાજી !! આ ઘરની કિંમત 10 હજાર કરોડ રૂપિયા છે. જોકે શાહિદ ખાનનાં પોતાના પેન્ટહાઉસ વિદેશોમાં પણ છે. જે ઘણા ખૂબસૂરત છે પરંતુ એન્ટીલિયા પાસે તો પાણી ભરે હોઁ…!

● જો લગ્ઝરી યાટની વાત કરવામાં આવે તો આ બાબતમાં શાહિદ ખાન અંબાણી કરતા આગળ છે. શાહિદ ખાન પાસે રહેલ ‘કિસ્મત યાટ’ દુનિયાની સૌથી લગ્ઝરી યાટમાં સામેલ છે. આ યાટની સફળતા અને લોકપ્રિયતાને કારણે આ જ પ્રકારની બીજી ત્રણ યાટ બની ચુકી છે. મુકેશ અંબાણી પણ પોતાના માટે ટૂંક સમયમાં યાટ બનાવશે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!