પોલીસ ભરતીનું પેપર લીક કરવામાં કોનો હાથ છે? જાણો આખી વિગત અહિયાં ક્લિક કરીને ??

ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે રવિવારે લેવામાં આવનાર લોકરક્ષકની 9,713 જગ્યાઓ માટેની લેખીત પરીક્ષાનું પેપર ફૂટી જતાં આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.

રાજ્યભરમાંથી આશરે 8.76 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા માટે ઉત્સુક હતા ત્યારે અમુક જાણભેદુ, લાલચી અને અસામાજીક તત્વોને કારણે પેપર ફૂટી જતાં આ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. તેના કારણે રાજ્યના 29 જિલ્લાઓમાં 8.76 લાખ વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે.

રાજ્ય પોલીસ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયએ આ જાહેરાત કરતાં કહ્યું કે, આગામી એક જ મહિનામાં ફરી પરીક્ષા લેવાશે. પ્રાપ્ત વિગતો મુજબ બનાસકાંઠામાં પેપર ફૂટતાં આ પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. આ અંગે વિકાસ સહાય કોઈ સ્પષ્ટ ખુલાસો કરી શક્યા નહોતા. તેમણે સરકાર વતી પરીક્ષાર્થીઓની માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી !’

રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે રાજ્યના 29 શહેરોમાં લોકરક્ષકની 9,713 જગ્યાઓ માટે લેખીત પરીક્ષા યોજાવાની હતી. થ્રિ-લેયર બંદોબસ્ત વચ્ચે રાજ્યના 8,76,356 ઉમેદવારો લેખીત પરીક્ષા આપવાના હતા. લેખીત પરીક્ષા માટે 2,440 શાળા/કોલેજોના 29,200 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં હતા. કુલ 100 ગુણની પરીક્ષાનો સમય સાંજે 3 થી 4 કલાકનો હતો.

પરંતુ વિદ્યાર્થીઓને બપોરે 12 થી 2:30 કલાક દરમિયાન પ્રવેશ સ્થળે પહોંચવાની સુચના અપાઈ હતી. કારણ કે, પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓનું બાયો-મેટ્રિક સિસ્ટમથી ચેકીંગ કરવાનું હતું. રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષની ભરતી શરૂઆતમાં 6189 બેઠકો મંજૂર કરવામાં આવી હતી. પરંતુ પાછળથી 3524 બેઠકોનો વધારો કરાતા કુલ 9,713 જગ્યા માટે પરીક્ષા લેવાની હતી. લેખિત પરીક્ષા બાદ શારીરિક કસોટી યોજાવાની હતી.

હવે પછી શું થશે ?

આજે 8,76,356 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરીક્ષા અગાઉ પેપર લીક થવાની જાણ થઈ જેથી આ પરીક્ષા રદ્દ થઈ. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, પેપર લીક થવા મામલે જવાબદાર વિરુદ્ધ કડક પગલાં લેવાશે. તેમજ હવે પછી જ્યારે પરીક્ષા યોજાશે ત્યારે દરેક પરિક્ષાર્થીઓને બસનું ભાડું ચુકવવામાં આવશે અને પરીક્ષાની તમામ કામગીરી ગૃહ વિભાગની દેખરેખ નીચે થશે.

પરિક્ષાર્થીઓની મનોદશા

પોલીસ ભરતીની લેખિત પરીક્ષા રદ્દ થતા બધા પરીક્ષાર્થીઓ નિરાશ થઈ ગયા છે. 10-10 મહિનાઓથી સખત મહેનત કરીને આવેલા પરિક્ષાર્થીઓને પરીક્ષા ફી, મુસાફરી ભાડું તેમજ રહેવા-જમવાનો ખર્ચ પણ માથે પડ્યો છે. અમુક અસામાજીક તત્વોને કારણે લાખો પરિક્ષાર્થીઓને નુક્શાન વેઠવું પડ્યું છે.

પેપર લીક થવા પાછળ કોણ?

વિવિધ ન્યુઝ ચેનલો મુજબ, લોક રક્ષક ભરતીના પેપર લીક થવાની સમગ્ર ઘટનામાં હાલમાં એક મહિલાની અટકાયત કરીને પૂછપરછ થઈ રહી છે, કહેવાય છે કે આ મહિલા કોઈક અધિકારીની સહાયક હતી.

આ પહેલા પણ તલાટી મંત્રી, CBSE તેમજ ટેટનાં પેપરો પણ લીક થયા હતા. વર્ષ 2015માં તલાટીનાં પેપર ફૂટતા ચંપાવત નામના માણસનું નામ ખુલ્યું હતું.

દરેક મિત્રોને ખાસ અપીલ છે કે, આ સમગ્ર મામલે ખોટા સમાચાર, ટોળાં તેમજ ખોટી અફવાઓથી દુર રહેવું તેમજ નિરાશ થવાની જરૂર નથી. મહેનત કોઈ દિવસ એળે નથી જતી. તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે.

Leave a Reply

error: Content is protected !!