લગ્ન બાદ પ્રિયંકા ચોપડાએ બદલ્યું પોતાનું નામ, હવે સોશિયલ મીડિયા પર આ નામથી જોવા મળશે

બોલિવૂડની મોસ્ટ બ્યુટીફૂલ અભિનેત્રી પ્રિયંકા ચોપડા આજકાલ પોતાનાં લગ્નને લઈને ચર્ચામાં છે. જી હાં, પ્રિયંકા ચોપડાએ હાલમાં જ નિક જોનાસ સાથે લગ્ન કર્યા, જેનાં રંગારંગ પ્રોગ્રામ હજુ ચાલુ જ છે. પ્રિયંકા અને નિકની વેડિંગ પાર્ટીનો નજારો પણ તમે જોયો જ છે, જોકે હજુ આવી ઘણી પાર્ટીઓ બાકી છે. આ બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાએ વેડિંગ પાર્ટીમાં મીડિયા સાથે વાતચીત કરતા કંઈક નોખી-અનોખી વાત જણાવી છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. તો ચાલો જાણીએ કે પ્રિયંકા અને નિકની વેડિંગ પાર્ટીમાંથી હવે કઈ તાજી અપડેટ આવી છે?

આસમાની પરી જેવા અંદાઝમાં લગ્ન કરનાર પ્રિયંકાનાં ચહેરા પર રીતસરનો ખુશીઓનો ખજાનો જોવા મળ્યો હતો. એક સવાલના જવાબમાં તેણીએ કહ્યું હતું કે, નિક સાથે લગ્ન કરીને એની ખુશીને 10 માંથી 12 નંબર મળ્યા છે. પ્રિયંકા એટલી બધી ખુશ છે કે લગ્ન બાદ તાત્કાલિક એક એવો નિર્ણય લીધો છે કે બધા ચોંકી ગયા છે.

પ્રિયંકાનાં વખાણ થઈ રહ્યા છે :

હાલમાં જ આ ખૂબસૂરત જોડીએ દિલ્હીની તાજ હોટેલમાં જોરદાર રિસેપ્શન આપ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. લગ્ન બાદ પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલ્યું છે. પ્રિયંકા હવે પ્રિયંકા ચોપડા જોનાસ બની ગઈ છે. જેથી લોકો પ્રિયંકાનાં ખૂબ જ વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, પ્રિયંકા-નિક જોનાસે જોધપુરના ઉમ્મેદ ભવનમાં ક્રિશ્ચિયન અને હિંદુ એમ બંને રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. આ ગ્રાન્ડ વેડિંગની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર નામ બદલ્યું :


ભારતીય સમાજમાં લગ્ન બાદ ભારતીય મહિલાઓની અટક બદલવાની પરંપરા ખૂબ જ જૂની છે. આવું જ કંઈક પ્રિયંકા ચોપડાએ પણ કર્યું છે. જો કે, પ્રિયંકા ચોપડાએ પોતાની અટક નથી બદલી, પણ પોતાની અટક સાથે પોતાના પતિની અટક જોડી લીધી છે. દેશી ગર્લ પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નામ બદલીને પ્રિયંકા ચોપડા જોનાસ કરી નાખ્યું છે. આ લગ્નમાં પ્રિયંકા અને નિક જોનાસની એકથી એક ચઢિયાતી રોમેન્ટીક તસવીરો જોવા મળી છે. એવામાં સોશિયલ મીડિયા પર એક બીજી તસવીર પણ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં પ્રિયંકાએ એક જેકેટ પહેરી છે. આ જેકેટની પાછળ Mrs Jonas નામ લખ્યું છે. આ સાથે જ પ્રિયંકાના મંગળસૂત્ર અને મહેંદીની એકદમ આકર્ષક તસવીરો પણ ઝડપથી વાયરલ થઈ રહી છે.

પ્રિયંકા અને નિક જોનાસને લગ્ન બાદ ઘણી બધી શુભેચ્છાઓ મળી રહી છે. જણાવી દઈએ કે વેડિંગ પાર્ટી પુરી થયા પછી પ્રિયંકા જલ્દીથી પોતાની ફિલ્મની શૂટિંગ પર પહોંચી જશે અને ત્યારબાદ તેણી નિક સાથે હનીમૂન પર જશે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ અને ફિલ્મી પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!