પ્રિયંકા ચોપડાએ જાહેરમાં કર્યું કંઈક એવું કે, બધા સ્તબ્ધ થઈ ગયા – ફોટા જોઇને તમે જ નક્કી કરો

પ્રિયંકા ચોપડાનું નામ અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. પ્રિયંકા આજે જે મુકામ પર છે, ત્યાં પહોંચવા માટે તેણીએ સખત મહેનત કરી છે. વર્ષ 2000માં પ્રિયંકાએ મિસ વર્લ્ડનો ખિતાબ મેળવ્યો હતો. ત્યારબાદ તેણીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવા માટે પણ ઘણો સંઘર્ષ કર્યો. પણ કહેવાય છે ને કે મહેનત કોઈ દિવસ બેકાર નથી જતી. પોતાની સખત મહેનતને કારણે જ આજે પ્રિયંકા બોલીવુડની ટોપ હિરોઈનોનાં લિસ્ટમાં સામેલ છે. ફક્ત બોલીવુડમાં જ નહીં પ્રિયંકાનું નામ હવે હોલીવુડમાં પણ જાણીતું છે. અથવા એમ કહો કે પ્રિયંકાનાં કારણે જ ભારતીય કલા-જગતનું નામ ઈન્ટરનેશનલ કક્ષાએ પહોંચ્યું છે. લોકો પ્રિયંકાને પ્રેમથી ‘પિગી ચૌપ્સ’ કહીને પણ બોલાવે છે. ઘણા સમયથી પ્રિયંકા હિન્દી ફિલ્મમાં નજર નથી આવી. પરંતુ તેના કારણે એની પોપ્યુલારીટીમાં કોઈ ફરક નથી પડ્યો. તેણી હજુ લોકોના દિલ પર રાજ કરી રહી છે.

પ્રિયંકા ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય રહે છે. તેણી અવારનવાર પોતાના ફેન્સ માટે કોઈને કોઈ વિડીયો અથવા ફોટો શેર કરતી રહે છે. હાલમાં જ પ્રિયંકાની કેટલીક એવી તસવીરો વાયરલ થઈ છે જેને જોઈને બધા જ દંગ રહી ગયા. બધા એવું જ વિચારી રહ્યા છે કે, આખરે ! આ પ્રિયંકાને થયું છે શું અને તેણી આવું શા માટે કરી રહી છે? આ ફોટો જોઈને લોકો પાણી-પાણી થઈ રહ્યા છે. પણ પ્રિયંકાને આ વાતથી કોઈ ફરક નથી પડતો. શું છે આ સમગ્ર મામલો ? ચાલો તમને જણાવીએ.

હકીકતમાં, વાયરલ થઈ રહેલ ફોટોમાં પ્રિયંકા એક વ્યક્તિને ચુંબન કરતા નજરે પડે છે. પ્રિયંકાનો આ ફોટો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એમને માનવામાં નથી આવતું કે બોલીવુડની સૌથી સેન્સિબલ હિરોઈન જાહેરમાં આવું કઈ રીતે કરી શકે. તો ચાલો તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ખુલ્લેઆમ સડક પર જે વ્યક્તિને ચુંબન કરી રહી છે તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી પણ એક એક્ટર છે. આ ચુંબન રિયલ લાઈફમાં નહીં પણ રિલ લાઈફમાં થઈ રહ્યું છે.

આ તસવીરમાં પ્રિયંકા જેને ચુંબન કરી રહી છે, તે એમનો સાથી કલાકાર એલન પોવેલ છે. જણાવી દઈએ કે હાલમાં પ્રિયંકા ‘ક્વાન્ટિકો’ સિઝન-3 ની શૂટિંગમાં વ્યસ્ત છે અને એક્ટરને ચુંબન કરવાનું દ્રશ્ય શૂટિંગનો જ એક ભાગ છે. શૂટિંગ દરમિયાન પ્રિયંકાએ એક્ટર એલન પોવેલને ચુંબન કર્યું અને એ જ ફોટો ઝડપથી વાયરલ થવા લાગ્યો.

અમે તમને જણાવી દઈએ કે પ્રિયંકા હમણાં જ હોલીવુડ ફિલ્મ ‘બેવોચ’ માં કામ કરી ચુકી છે. ‘બેવોચ’ને કારણે પ્રિયંકાને હોલીવુડમાં એક અલગ જ ઓળખ મળી છે. આ ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી. ત્યારબાદ પ્રિયંકાએ અમેરિકન ટીવી સીરીઝ ‘ક્વાન્ટિકો’ માં પોતાના શાનદાર અભિનયનો જાદુ કર્યો. તેણીએ પોતાના અભિનય દ્વારા ત્યાંના લોકોના દિલ જીતી લીધા. તાજેતરમાં તેણી ‘ક્વાન્ટિકો’ ની ત્રીજી સિઝનનું શૂટિંગ કરી રહી છે. આ સીરીઝમાં તેણી એક એફ.બી.આઈ. એજન્ટનું પાત્ર ભજવી રહી છે. તેના પાત્રનું નામ એલેન પેરીશ છે. વાત કર્યે હિન્દી ફિલ્મોની તો, છેલ્લે આપણે બધાએ પ્રિયંકાને ફિલ્મ ‘જય ગંગાજલ’ માં નિહાળી હતી. આ ફિલ્મમાં તેણીએ એક પોલીસ ઓફિસરનો રોલ કર્યો હતો. સાંભળવામાં આવ્યું છે કે આવનાર દિવસોમાં આપણે તેને ઓમ પ્રકાશ મેહરાની એક ફિલ્મમાં જોઈ શકીશું.

દોસ્તો ! આશા રાખીએ કે તમને આ ફિલ્મી આર્ટિકલ પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં.

Leave a Reply

error: Content is protected !!