ડિસેમ્બર મહિનાની આ તારીખે પ્રિયંકા અને નિકનાં લગ્નનું રીસેપ્શન અને જમણવાર યોજાશે

બોલીવુડનું આ વર્ષ બેન્ડ-બાજા-બારાત અને પાર્ટીઓથી ઘેરાયેલું રહ્યું, વર્ષનો અંત આવતા-આવતા ઘણા બોલીવુડ સેલિબ્રિટીઝ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. એક તરફ જ્યાં નવેમ્બરમાં દીપિકા અને રણવીરે લગ્ન કર્યા ત્યાં જ ડિસેમ્બર મહિનામાં પ્રિયંકા અને નિક પણ એકબીજાનાં થઈ ગયા. તો વળી, આ જ વર્ષે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની લાડલી દિકરી ઈશા અંબાણી પણ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. વળી, 12 ડિસેમ્બરનાં દિવસે જ કોમેડી કિંગ કપિલે પણ ગીન્ની સાથે લગ્ન કરી લીધા છે. બોલીવુડમાં થઈ રહેલા આ એક પછી એક શાનદાર ફંક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પણ તમને જણાવી દઈએ કે આ પાર્ટી વર્ષની છેલ્લી વેડિંગ પાર્ટી નથી, હજુ એક પાર્ટી થવાની બાકી છે અને તે છે પ્રિયંકા અને નિકનાં લગ્નની રીસેપ્શન પાર્ટી. જણાવી દઈએ કે નિક અને પ્રિયંકાનાં લગ્ન 2-3 ડિસેમ્બરનાં રોજ જોધપુર પેલેસ ખાતે થયા હતાં.

પ્રિયંકા અને નિકનાં લગ્નમાં પણ કેટલાક નજીકના દોસ્તો અને ફેમિલી મેમ્બર્સ જ હાજર રહ્યા હતા, ત્યારબાદ એમણે પોતાનું પહેલું રીસેપ્શન 4 ડિસેમ્બરનાં રોજ દિલ્હીમાં યોજયું હતું. જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ હાજરી નોંધાવી હતી. ત્યારબાદ પ્રિયંકાના ફેન્સ અને બોલિવુડ મિત્રોને ઇન્તેઝાર હતો કે, પ્રિયંકા મુંબઈમાં ક્યારે પાર્ટી આપશે? તો આપને જણાવી દઈએ કે મુંબઈમાં થનાર રીસેપ્શનની તારીખ જાહેર થઈ ગઈ છે. જી હાં, તમને જાણીને આનંદ થશે કે પ્રિયંકા અને નિક 20 ડિસેમ્બરનાં રોજ મુંબઈની હોટેલ તાજ લેન્ડસમાં પોતાની રીસેપ્શન પાર્ટી આપવા જઈ રહ્યા છે.

જણાવી દઈએ કે મુંબઈમાં થનાર પ્રિયંકા અને નિકનાં લગ્નની રીસેપ્શન પાર્ટી માટેના આમંત્રણ પત્ર બધા જ સેલિબ્રિટીઝને પહોંચાડી દેવામાં આવ્યા છે. પ્રિયંકા અને નિકની આ રીસેપ્શન પાર્ટી માટેનું ઈનવીટેશન કાર્ડ પણ ખૂબ સોલિડ છે. વાઈટ અને ગોલ્ડન કલરવાળા આ કાર્ડથી બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્ડનો ફોટો અહીંયા જોઈ શકાય છે.

https://www.instagram.com/p/BrSoXdYgdtC/

અત્રે ઉલ્લેખનીય છે કે લગ્નની વિધિથી લઈને દિલ્હીના રીસેપ્શન સુધી પ્રિયંકા અને નિકએ દરેક ફંક્શનને સિક્રેટ રાખવાની ભરપૂર કોશિશ કરી હતી. ત્યાં સુધી કે લગ્નની કંકોત્રી સાથે મહેમાનોને એક નાનકડી ચિઠ્ઠી (નોંધ) પણ મોકલી હતી કે લગ્ન પરિસરમાં ફોન લઈ જવાની મનાઈ છે.

દોસ્તો, આશા રાખીએ કે તમને અમારો આ આર્ટિકલ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!