પ્રિયંકા-નિકને PM મોદીએ આપી આ ખાસ ગિફ્ટ, જેને જોઈને દેશી ગર્લ જુમી ઉઠી – ક્લિક કરી ફોટા જુવો

પ્રિયંકા અને નિકની વેડિંગ પાર્ટીને વર્ષ 2018ની સૌથી મોટી રીસેપ્શન પાર્ટી કહી શકાય. જી હાં, પ્રિયંકા અને નિકનાં લગ્નની પાર્ટીમાં પીએમ મોદી પણ હાજર રહ્યા હતાં, જેથી આ સૌથી મોટી પાર્ટી બની ગઈ. પીએમ મોદી ફક્ત પ્રિયંકા અને નિકની વેડિંગ પાર્ટીમાં સામેલ થયા એટલું જ નહીં, પરંતુ એમના માટે એક ખાસ ગિફ્ટ પણ લાવ્યા. જેના વિશે જાણવા લોકો ખૂબ જ આતુર છે. અત્યાર સુધી તમે ફક્ત પ્રિયંકા અને નિકની વેડિંગ પાર્ટીમાં હાજર પીએમ મોદીનાં ફોટો જોયા હશે, પણ આજે અમે તમને ‘ગિફ્ટ’ વિશે જણાવીશું. જે ખરેખર અણમોલ ભેટ છે. તો ચાલો જાણીએ શ્રી નરેન્દ્ર મોદીની ભેટ વિશે…

મંગળવારે, પ્રિયંકા અને નિકની વેડિંગ પાર્ટીમાં જ્યાં એક તરફ બધાની નજર દુલ્હા-દુલ્હન પર હતી, તો બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હતી. પાર્ટીમાં વડાપ્રધાનની હાજરીને કારણે આખું વાતાવરણ બદલાઈ ગયું અને લોકોમાં એક અલગ ઉત્સાહ જોવા મળ્યો. પાર્ટીમાં વડાપ્રધાન મોદી સખત સુરક્ષા વચ્ચે પહોંચ્યા હતા. એટલું જ નહિ, પ્રિયંકાની માતા મધુ ચોપડા પોતે વડાપ્રધાન મોદીને સ્ટેજ સુધી લઈ ગયા હતાં. વડાપ્રધાન મોદી સ્ટેજ પર પહોંચ્યા અને ત્યાં પ્રિયંકા અને નિક સાથે ઘણી બધી વાતચીત કરી.

PM મોદીએ આપ્યું આ ખાસ ગિફ્ટ :


પ્રિયંકા અને નિકની વેડિંગ પાર્ટીમાં પીએમ મોદી ખૂબ જ ઉત્સાહિત નજર આવ્યા. આ સમય દરમિયાન પીએમ મોદીએ આ ખૂબસૂરત કપલને આશીર્વાદની સાથોસાથ એક ખાસ ગિફ્ટ પણ આપી. પીએમ મોદીએ પ્રિયંકા અને નિકને બે ગુલાબ આપ્યા, જે ખૂબ જ ખાસ ગિફ્ટ છે. તમને યાદ અપાવી દઈએ કે, પીએમ મોદી આવા જ બે ગુલાબ લઈને વિરાટ અને અનુષ્કાનાં રીસેપ્શનમાં પણ સામેલ થયા હતા. કહેવાય છે કે પીએમ મોદી આવા શુભ પ્રસંગે મોટાભાગે બે ગુલાબ ભેટમાં આપે છે. કારણ કે ફૂલોથી જીવનમાં ઉમંગ-ઉત્સાહ વધે છે.

રીસેપ્શન પાર્ટી દરમિયાન રોમેન્ટિક મૂડમાં હતા – પ્રિયંકા અને નિક :


રીસેપ્શન પાર્ટી દરમિયાન પ્રિયંકા અને નિક એકબીજા સાથે રોમેન્ટિક અંદાઝમાં જોવા મળ્યા હતા, જેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જી હાં, પ્રિયંકા અને નિક વારંવાર પોતાના ફેન્સનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. પ્રિયંકા અને નિક એકસાથે ખૂબ જ ખૂબસૂરત લાગતા હતા. એટલું જ નહીં, પ્રિયંકા અને નિક એકથી એક સોલિડ લુક આપી રહ્યા હતા. પ્રિયંકા અને નિકનો પરિવાર પણ આ પ્રસંગે ખૂબ જ ખુશ હતો.

મુંબઈમાં થશે બીજું રીસેપ્શન :


પ્રિયંકા અને નિકનાં લગ્નનું બીજું રીસેપ્શન મુંબઈમાં થશે, જે બોલીવુડ ફેમિલી માટે હશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એક રીસેપ્શન વિદેશમાં પણ થશે, જ્યારે પ્રિયંકા અને નિક વિદેશ જશે ત્યારે. જણાવી દઈએ કે બોલીવુડની આ રીસેપ્શન પાર્ટીમાં મોટા-મોટા દિગ્ગજો હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ઘણાં લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. નિક પ્રિયંકા કરતાં 10 વર્ષ નાનો છે. નિકની ઉંમર 25 વર્ષ છે અને પ્રિયંકાની ઉંમર 35 વર્ષની છે. આજે આ પ્રેમી યુગલ લગ્ન સંબંધમાં જોડાઈ ચૂક્યું છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!