પ્રિયંકા અને નિકની પ્રેમ પ્રેમની વાતો, ક્લિક કરીને જાણો કઈ રીતે શરૂ થઈ હતી પ્રેમ કહાની?

પ્રિયંકા અને નિકનાં લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. અને પ્રિયંકાએ પોતાના હાથમાં નિકનાં નામની મહેંદી પણ લગાવી લીધી છે, અને હવે થોડા જ દિવસોમાં બન્ને લગ્ન બંધનમાં બંધાઈને હંમેશને માટે એકબીજાનાં થઈ જશે. હાલમાં સોશિયલ મીડિયા પર આ બંનેનાં લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. એના લગ્નની સાથે જ આજકાલ એક બીજી વસ્તું પણ છે કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એ વસ્તુ છે આ બન્નેનું એક ઇન્ટરવ્યૂ કે જે એમણે લગ્ન પહેલા વોગ મેગેઝીનને આપ્યું હતું, આ ઈન્ટરવ્યૂમાં પહેલી વખત નિક અને પ્રિયંકાએ પોતાની લવ સ્ટોરી વિશે ખુલીને વાત કરી હતી અને જણાવ્યું હતું કે કઈ રીતે બંને વચ્ચે પ્રેમની શરૂઆત થઈ હતી?

વોગને આપવામાં આવેલ ઈન્ટરવ્યૂ મુજબ, નિકે સૌપ્રથમ પ્રિયંકાને મળવા માટે ‘ક્વાન્ટિકો’માં પ્રિયંકાની સાથી કલાકાર ગ્રાહમ રોજર્સને મેસેજ મોકલ્યો હતો, અને એમાં એણે પ્રિયંકાનાં વખાણ પણ લખ્યા હતા કે પ્રિયંકા ખૂબ જ ખુબસુરત છે.

ત્યારબાદ સપ્ટેમ્બર 2016માં નિકે પર્સનલી ટ્વિટર પર પ્રિયંકાને મેસેજ કરીને કહ્યું હતું કે, આપણાં કેટલાક કોમન ફ્રેન્ડ્સ કહી રહ્યા છે કે આપણે મળવું જોઈએ. અને આ મેસેજનાં જવાબમાં પ્રિયંકાએ નિકને મેસેજ લખીને મોકલ્યો હતો કે આ મેસેજ એમની આખી ટીમ વાંચી શકે છે. એટલે તમે મને ફોન પર સંપર્ક કરો.

મેગેઝીનને આપેલ ઈન્ટરવ્યૂ મુજબ, વર્ષ 2017માં પ્રિયંકા અને નિકને ડિઝાઈનર રાલ્ફ લૌરેનએ મેટ ગાલા માટે આમંત્રણ આપ્યું હતું. જોકે તેમની આ મુલાકાત પહેલી નહોતી, આ પહેલા પણ તેઓ એક ડ્રિન્ક પાર્ટી દરમિયાન ન્યુયોર્કમાં મળ્યા હતાં. ત્યારપછી પ્રિયંકાએ નિકને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું. જ્યારે નિક એના ઘરે આવ્યો ત્યારે પ્રિયંકાની મમ્મી મધુ ચોપડા પણ ઘરે હાજર હતી અને તેણી ટીવી પર લો એન્ડ ઓર્ડર સિરિયલ નિહાળી રહી હતી. પ્રિયંકાનાં જણાવ્યા મુજબ એમણે થોડા કલાકો સાથે વિતાવ્યા અને વાતો કરી.

પોતાની આ ત્રીજી મુલાકાતમાં નિકને સમજાઈ ગયું કે પ્રિયંકા એમના માટે પરફેક્ટ છે, જેની સાથે તે પોતાની આખી જીંદગી વિતાવી શકે છે. બધા એવું માને છે કે નિકે પ્રિયંકાના બર્થડે પર તેણીને પ્રપોઝ કર્યું હતું પણ આ સાચું નથી. નિકે જણાવ્યું કે એમણે પ્રિયંકાને સૌપ્રથમ ગ્રીસમાં પ્રપોઝ કર્યું હતું અને નિકે આ માટેની તૈયારી ખૂબ પહેલા કરી રાખેલી. નિક વીંટી ખરીદીને પછી જ પ્રિયંકાને પ્રપોઝ કરવા પહોંચ્યા હતા. અને નિકે ગોઠણીએ બેઠીને પ્રિયંકાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. નિકનું પ્રપોઝલ સાંભળીને પ્રિયંકા થોડીક વાર માટે સ્તબ્ધ રહી ગઈ અને થોડા સમય બાદ પ્રિયંકાએ નિકનું પ્રપોઝલ ઍક્સેપ્ટ કરી લીધું.

નિકનાં ભાઈએ પણ પોતાના એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, નિકે જ્યારે પ્રિયંકાને મેટ ગાલા એવોર્ડમાં જોઈ હતી ત્યારથી જ તે પ્રિયંકાનાં પ્રેમમાં એકદમ ક્લિન બોલ્ડ થઈ ગયો હતો.

પ્રિયંકાએ આ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેણી નિકને નામથી નથી બોલાવતી, પરંતુ તેણે નિકને એક સુંદર એવું બીજું લાડકું નામ આપ્યું છે. અહેવાલો અનુસાર, પ્રિયંકા નિકને ઓલ્ડ મેન જોનસ કહીને બોલાવે છે. પ્રિયંકાએ નિકને આ નામ આપવા પાછળનું કારણ પણ જણાવ્યું છે. પ્રિયંકાએ કહ્યું કે, તેણી એક વખત નિક સાથે લોસ એંજલસમાં ડેટ પર ગઈ હતી. ત્યારે નિકે પ્રિયંકાને કહ્યું – મને તારામાં રહેલ એક વસ્તુ ખૂબ ગમે છે, અને તે છે દુનિયાને જોવાનો તારો દ્રષ્ટિકોણ.

આ વાત પર પ્રિયંકાએ કહ્યું કે – એક છોકરી તરીકે હું કહેવા માંગુ છું કે મને ક્યારેય કોઈ એવો વ્યક્તિ નથી મળ્યો કે જે કહે કે એને મારૂ મહત્વકાંક્ષી હોવું પસંદ હોય. મારી સાથે હંમેશા ઉલ્ટું જ થયું છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ ફિલ્મી અને રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!