રણવીર સાથે લગ્ન પહેલા દીપિકાનું નામ આમની સાથે પણ જોડાયું હતું – આખું લીસ્ટ વાંચવા જેવું છે

દશેરાનાં શુભ અવસરે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પોતાના લગ્નની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી. તેમણે પોતાના લગ્નનું એક કાર્ડ શેર કર્યું, જે હિન્દી અને અંગ્રેજી ભાષામાં છપાયેલ હતું. આ સાથે જ દીપિકા-રણવીરનાં ફેન્સ ખૂબ જ ખુશ થયા અને બધાએ એમનાં લગ્ન માટે શુભેચ્છાઓ પાઠવી. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનું અફેર ફિલ્મ બાજીરાવ મસ્તાનીનાં શૂટિંગથી ચાલી રહ્યું હતું.

હવે એમના પ્રેમને એક મંઝીલ મળી છે અને આ લગ્નથી આ ખુબસુરત જોડી ખૂબ જ ખુશ છે. પરંતુ શું તમે જાણો છો કે દીપિકા પાદુકોણ રણવીર પહેલા ઘણા સેલિબ્રિટીઝ સાથે ડેટ કરી ચુકી છે અને તેઓની સાથે એનું અફેર ઘણું લાંબુ ચાલ્યું હતું. દીપિકાએ બિઝનેસમેન, ક્રિકેટર અને અભિનેતા એમ બધાને પોતાના દિવાના બનાવ્યા હતા, જો કે હવે એમની વચ્ચે ફક્ત ‘હાઈ-હેલ્લો’ છે. પણ એક સમય હતો કે જ્યારે એમના અફેર ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. રણવીર સાથે લગ્ન કર્યા એ પહેલાં દીપિકાએ ઘણા આશિકોના દિલ તોડ્યા છે, ચાલો જોઈએ આ આશિકોનું લિસ્ટ :

રણવીર સાથે લગ્ન કરતા પહેલા દીપિકાએ આટલા આશિકોના દિલ તોડ્યા :

નિહાર પાંડ્યા :


દીપિકા અને નિહાર પાંડ્યાનું અફેર ઘણું લાંબુ ચાલ્યું હતું. આ દીપિકાનું સૌથી પહેલું અફેર હતું. એમની મુલાકાત એક એક્ટિંગ સ્કૂલમાં થઈ હતી અને થોડા સમય માટે તેઓ લિવ-ઇનમાં પણ રહ્યા હતાં. જો કે ત્રણ વર્ષ પછી એમના વચ્ચે બ્રેકઅપ થઈ ગયું અને સંબંધનો ધી એન્ડ આવ્યો.

યુવરાજ સિંહ :


આમ તો યુવરાજનું નામ પ્રીતિ ઝિન્ટા અને કિમ શર્મા સાથે પણ જોડાઈ ચૂક્યું છે પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે યુવરાજ પોતાનું દિલ ડિમ્પલ ગર્લ દીપિકાને પણ આપી ચુક્યા છે. જોકે દીપિકા યુવરાજને ફક્ત દોસ્ત માનતી હતી પણ યુવરાજનાં દિલમાં એના માટે લાગણી હતી.

એમ.એસ. ધોની :


ક્રિકેટનાં ધુરંધર મહેન્દ્ર સિંહ ધોનીની જીંદગીમાં પણ દીપિકાનું નામ જોડાયેલ છે. દીપિકાએ ધોની સાથે થોડા સમય માટે ડેટ પણ કરી હતી પણ પછી આ બન્નેનો સંબંધ આગળ ન વધ્યો અને બન્ને અલગ થઈ ગયા. એવા પણ ન્યુઝ મળ્યા હતાં કે, ધોની તો દીપિકા સાથે લગ્ન કરવા માટે તૈયાર હતો પરંતુ એ સમયે દીપિકા પોતાની કારકિર્દી તરફ ધ્યાન આપવામાં વ્યસ્ત હતી. છેવટે બન્નેનો સંબંધ પૂરો થઈ ગયો.

સિદ્ધાર્થ માલ્યા :


મશહૂર બિઝનેસમેન વિજય માલ્યાનો દિકરો સિદ્ધાર્થ માલ્યા સાથે દિપીકા ઓપન રિલેશનશિપમાં હતી. એની સાથેના અફેરને આખી દુનિયાએ જોયું. આઇ.પી.એલ મેચ દરમિયાન ઘણીવાર બન્ને સાથે જોવા મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ અફેર દરમિયાન સિદ્ધાર્થ માલ્યાએ દીપિકાને એક ઘર પણ ભેટમાં આપ્યું હતું.

રણબીર કપૂર :


હવે છેલ્લે વાત કરીએ ક્યૂટ એક્ટર રણબીર કપૂરની, એમની સાથે પણ તેણીનું 3 વર્ષ સુધી અફેર ચાલ્યું. વર્ષ 2008 થી 2011 સુધી તેઓ સાથે રહ્યાં. નીતા કપૂરે તો દીપિકાને પોતાની પુત્રવધૂ પણ માની લીધી હતી પણ પછી બન્ને અલગ થઈ ગયા. દિપીકા અને રણબીરે ફિલ્મ ‘બચના એ હસીનો’, ‘તમાશા’ અને ‘યે જવાની હૈ દિવાની’ જેવી સફળ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ ફિલ્મી અને રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!