આ એક કામ જલ્દી કરી લો, નહીંતર 1 જાન્યુઆરીથી ચેક બાઉન્સ થતા રોકી નહિ શકો

સામાન્ય રીતે તો ચેક બાઉન્સ થવાના ઘણાં કારણો છે. બેન્ક ખાતામાં પૂરતું બેલેન્સ ન હોય, સિગ્નેચર મેચ ન થતી હોય, ઓવરરાઈટિંગ કે ચેકચાક હોય અથવા તો ચેકની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે ચેક બાઉન્સ થાય છે. ટૂંકમાં ખાતાધારકનું જે બેન્કમાં એકાઉન્ટ હોય તે બેન્ક જ્યારે ચેકને લેવાનો ઈનકાર કરી દે ત્યારે ચેક બાઉન્સ થાય છે. ચેક બાઉન્સ થાય ત્યારે બેન્ક ચેક લખી આપનારને દંડ પણ ફટકારી શકે છે. દંડની રકમ વિભિન્ન બેન્કોમાં અલગ-અલગ અને તેના ગ્રાહકના વર્ગીકરણ આધારિત હોય છે.

જોકે હાલમાં ચેક બાઉન્સ થવાનું કારણ જુના ચેક છે. જો તમે 31 ડિસેમ્બર સુધીમાં નોન સીટીએસ ચેકબુક નથી બદલાવતા તો 1 જાન્યુઆરી 2019થી તમારા ચેક ક્લિયર નહીં થાય. તેથી જરૂરી છે કે વહેલી તકે જૂની ચેકબુક જમા કરાવીને સિટીએસ સ્ટાન્ડર્ડ ચેકબુક મેળવી લેવી. જેથી કરી નાણાકીય વ્યવહારમાં કોઈ તકલીફ ન થાય.

આ નવા CTS ચેક શું છે?


CTS નું પૂરું નામ Cheque Truncation System છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના વર્ષ 2010નાં નવા નિયમ મુજબ, આ ચેક ક્લિયર કરવાની નવી સિસ્ટમ છે. આ સિસ્ટમને લીધે મેન્યુઅલી ચેકને એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં મોકલવાની જરૂર નહીં પડે. ચેકને સ્કેન કરીને ખૂબ ઓછા સમયમાં ચેક ક્લિયર થઈ જશે.

ચેકબુક બદલવા માટે દરેક બેન્કે અલગ-અલગ સમયમર્યાદા આપી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ 12 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો હતો તેથી આ બેન્કમાં હવે જુના ચેક નહીં ચાલે. જ્યારે પંજાબ નેશનલ બેન્કે 31 ડિસેમ્બર સુધીમાં પોતાના ગ્રાહકોને ચેકબુક બદલી લેવાની અપીલ કરી છે.

જો તમે પણ મોટાભાગનાં નાણાંકીય વ્યવહાર ચેક દ્વારા કરતા હો તો વહેલી તકે તમારી બેન્કમાં જઈને ચેકબુક બદલાવી લો નહીંતર ચેક બાઉન્સ થવાના કેસમાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ચેક બાઉન્સ થાય તો શું થાય ?


ચેક પ્રાપ્ત કરનાર વ્યક્તિ આ ચેક જારી કરનાર સામે કાનૂની કાર્યવાહી પણ કરી શકે છે. આ મામલો વિશ્વાસઘાત અને છેતરપિંડી અંતર્ગત આવે છે. ઉપરાંત જે-તે બેન્ક પણ ચેક લખનારને દંડ ફટકારી શકે છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!